Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Sunday, July 24, 2022

હનીગાઈડ (Honey Guide) અને ઘોરખોદિયું (Badger): મધપૂડાનું મીણ અને મધ આરોગવામાં બંનેની દોસ્તી વર્ષોથી અકબંધ છે... તમને જાણીને આશ્ચર્ય થશે.. જાણવા અહીં ક્લિક કરો

હનીગાઈડ (Honey Guide)


ઘોરખોદિયું (Badger)

  • આ વાત છે... પ્રકૃતિના એવા બે જીવોની જેમના વચ્ચેના મૈત્રી સંબંધો..... ફૂડ (ભોજન) ના કારણે છે.
  • આફ્રિકાના જંગલોમાં રહેતા આ બંનેનો બિઝનેસ એકબીજાની જરૂરિયાતની પાર્ટનરશીપથી ચાલે છે.... આઈ થીંક ચલાવે છે એવું કહેવું યોગ્ય રહેશે. " Give and Take " ની ફોર્મ્યુલા તેમણે લગાડી છે.
  • ઘોરખોદિયા ( Badger) પ્રાણી માટે મધ એ એક મિષ્ટાન છે. જો તે એ જોઈ જાય તો ગાંડું થઈ જાય અને ખાવા માટે તલપાપડ થાય, પણ તકલીફ એ છે કે તેના પગ લાંબા નથી, લગભગ ઠૂંઠા છે. જંગલમાં મધ શોધવા આમ તેમ રખડવું તેને ફાવે નહીં!!!! આ કારણે જંગલમાં મધ ક્યાં છે? તે જાણી શકતું નથી. વધુમાં મધમાખીનો ડંખ તેને કશું કરી શકે એમ નથી કેમ કે કુદરતે તેનું શરીર  બખ્તરિયા રણગાડી હોય એવું આપેલું છે, તેની આખી પીઠ રૂઆટદાર એવા સફેદ ઓવરકોટ વડે  ઢાંકી દીધી છે, પગે કાળા ગુચ્છા દાર વાળ છે. નાકના ભાગે ખુલ્લી ત્વચા પણ એટલી  જાડી કે મધમાખીનો ડંખ પણ અસર કરી શકે નહિ!!!
  • આ ખબર પહોચાડવાનું કામ પેલા હનીગાઈડ (HoneyGuide) પક્ષી નું છે. જેની સાથે પેલી બિઝનેસ પાર્ટનરશીપની વાત હતી. જો આમ ન કરે તો બંનેને ઉપવાસ કરવાનો વારો આવે તેવું થાય!!! હનીગાઈડનો મુખ્ય ખોરાક મધ , મીણ અને મધમાખી છે. પરંતુ મધપૂડાને તોડવા માટે તેની ચાંચ એકદમ ટુંકી અને કમજોર છે. અને હજારો મધમાખીના ઝુંડ પર ત્રાટકવું એ જેવા તેવા ના ખેલ નથી. છુટી - છવાઈ , ઉડતી મધમાખી આ પક્ષી ખાઈ શકે ,પણ પૂરું ઝુંડ હોય તો તેને ફાવે નહીં. પણ સાલું પેલા મધની મઝા કઈ રીતે લેવી.... વધુમાં જાણીને તમને નવાઈ લાગશે કે અખાધ ગણાતો મીણ આ પક્ષીનું મનગમતું ભોજન છે. આ માટે ખરેખર તો કુદરતનો આભાર માનવો જ રહ્યો , નહિતર આ મીણ ને કોણ ખાય?... હનીગાઈડની હોજરીમાં રહેલ એક પ્રકારના બેક્ટેરિયા આ મીણને પાચ્ય બનાવે છે.. બાકી કોઈની મઝાલ કે મીણ ને અડી શકે!!!!!!
  • આ રીતે હનીગાઈડ , ઘોરખોદિયાને મધનું સરનામું આપે છે. કુદરતના પ્રતાપે ઘોરખોદિયો તેને મધપૂડો સાફ કરી આપે છે અને ત્યારબાદ હનીગાઈડ અને ઘોરખોદિયો મધ ની મઝા લે છે!!!!!!!!


 

No comments:

Post a Comment