Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label હેલ્થી ટિપ્સ. Show all posts
Showing posts with label હેલ્થી ટિપ્સ. Show all posts

Wednesday, August 24, 2022

ચોમાસામાં (Monsoon) ફિટ અને હેલ્થી રહેવાની ટિપ્સ: આટલું કરશો તો બીમાર નહી પડાય!!!!!!!જાણવા માટે અહીં ક્લિક કરો


ચોમાસાની ઋતુમાં શરીરને હેલ્થી રાખવાની ટિપ્સ: 

1. સવારે નાસ્તો અને જમવાનો સમય ફિક્સ કરો. હંમેશા ભૂખ કરતા ઓછું જમવું. પેટ ભરાય તેટલું જમવું નહીં. ખોરાકમાં હળવા પદાર્થો, ફળાહારનો  સમાવેશ કરો. કંકોડા, કારેલા , તુરિયું, દૂધી જેવા વેલા ઉપર ઉગતા શાકભાજી ખાવા.
2. તરસ લાગે કે ન લાગે સમયે સમયે પાણી પીવાનું (ગરમ કરીને પીવો તો સારું) રાખો.
3. બહારના તળેલા નાસ્તા સદંતર બંધ કરવા. બહાર ખાવું નહી.
4. એકાદશી કે ઉપવાસ કરવો.
5. તુલસીનો રસ અને મધ નું મિશ્રણ કરી રોજ બે ચમચી એક વાર લેવું.
6. રાત્રે ઘરમાં લીમડાનો ધૂપ અવશ્ય કરવો.(મચ્છર ને દુર કરવાના પ્રયત્નો કરવાં). વધારેમાં વધારે શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા એટલે મચ્છર કરડે નહિ.
7. વગર જોઈતું બહાર વરસાદમાં રખડવું નહી , પરંતુ જો સમય જગ્યા મળે તો Walking, Yoga કરવા. બોડી ને થોડું ફિટ રાખવું . બેસી ન રહેવું.
8. ઘરમાં First Aid Box કે જેમાં  તાવ, માથા અને શરદીની  દવા, પાટા પીંડી, એન્ટીસેપ્ટિક ટ્યુબ, કોટન બડ્સ, કોટન, ડેટોલ વગેરે હોય તે હાથવગું રાખવું.
9. ઘરમાં ખાવાની વસ્તુઓ તાજી જ રાખવી, તાજી જ  બનાવવી.
10. નાના બાળકોને કંઈ ના કંઈક ખાવાની ટેવ હોય છે, ઘંટી ચાલું જ હોય, પરંતુ શકય હોય તો તેમને નાસ્તા ન આપતા સમયે સમયે ખવડાવો, હુંફાળું પાણી પીવડાવવાનું રાખો.