Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label Book Review (Food). Show all posts
Showing posts with label Book Review (Food). Show all posts

Wednesday, April 23, 2025

Book Review: ikigai (લાંબા ,સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય) by હેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

ઈકીગાઈ (Ikigai) એટલે "જીવનનું ધ્યેય"-- આનંદ પૂર્વક કશુક કરતા રહેવાની કળા. આ હેક્ટર ગાર્સિયા અને  ફ્રાંસેસ્ક મીરાલેસ લિખિત આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર બુક છે. એમાં બે મત નથી. જાપાન દેશ અને તેના પ્રાંતો માં લોકોની જીવનશૈલી સતત પ્રવૃત્તિશીલ રહેવાની કળા વિશે લખવામાં આવ્યું છે. તેમાં પાંચ બ્લુ ઝોનનો ઉલ્લેખ છે કે જ્યાં દુનિયાના સૌથી વધુ દીર્ઘાયું લોકો રહે છે. આ બુકમાં જાપાનમાં રહેતા લોકોની જીવનશૈલી, ખોરાક , જીવનના લક્ષ માટે સતત કામ કરવાની પ્રેરણા, પ્રવાહમાં તણાઈ જવાની આદત અને હંમેશા હસતા અને ખુશ રહેવું ,પ્રકૃતિ સાથે સતત સંપર્કમાં રહેવું, સામાજિક ક્ષેત્રે સતત પ્રવૃત્તિશીલ રહેવાની વાત કરેલી છે. જેના  થકી તેઓ દીર્ઘાયું થાય છે.આ બુકમાં યોગ (Yog)અને મેડીટેશન (Meditation ) ધ્યાન  કઈ રીતે દીર્ઘાયું થવામાં મદદરૂપ થાય છે તેનું વર્ણન છે. આ બુકમાં જાપાન અને વિશ્વના અલગ અલગ દેશોના દીર્ઘાયુ લોકોના અનુભવો અને જીવનશૈલીનું વર્ણન છે. જીવનને સરળ અને આનંદથી કઈ રીતે જીવી શકાય!!! તેનું વર્ણન ખરેખર કાબિલે તારીફ છે. તેમાં દીર્ઘાયુ લોકોના ખાનપાનની આદતો, યોગ, ગ્રીન ટી, કસરતો, તણાવમુક્ત જીવન માટે ચીનની-- "તાઈ ચિ" અને "કવિગોંગ" પદ્ધતિઓનું વિસ્તૃત અને સચિત્ર, સમજાય એવું વર્ણન  લેખકો દ્વારા કરવામાં આવ્યું છે. આજના આ ઝડપી, વલોપાતી અને સતત વિચારશીલ રહેતા મારા મિત્રોએ આ બુક વાંચવા જેવી છે. 5/5 સ્ટાર ⭐.

 

Friday, October 28, 2022

Book Review: A Taste of Well- Being (સુખાકારીનો સ્વાદ) by Sadhguru..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


 A Taste of Well - being સદગુરૂ  દ્વારા  લખેલ, Food વિશેના  એમના ગહન અભ્યાસ, જ્ઞાનની  છબી  છે. જેમાં સાત્વીક ભોજન ટેસ્ટી પણ હોઈ શકે!!!!તેની સરસ રજૂઆત કરી છે.ઈશા ફાઉન્ડેશન, બેંગલોર, કર્ણાટક માં ચાલતા અક્ષય- ઈશા કિચનમાં બનતી અલગ અલગ હેલ્થી ફૂડ ની રેસીપી સાથે Food વિશેની અવનવી વાતો ---જ્યુસ અને ટી, નેચરલ ફૂડ વિષે, સલાડ , અનાજની વાનગીઓ,  પ્રાણીક ફૂડ, શાકભાજી અને કરી, વેજ અને નોન વેજ, એકાદશી, ટિફિન અને ચટણીઓ, સ્નેકસ , સ્વીટસ, પાણી વિશેની અવનવી વાતો, રાંધવાની ટેકનિકો, સલાડ અને તેના ડ્રેસિંગની રીતો, વગાર (Seasoning) ની રીતો, ફણગાવેલા કઠોળનું  મહત્ત્વ, ગોળની (Jaggery) રસપ્રદ વાતો, પ્રોટીનના હેલ્થી સ્ત્રોતો અને Honey -  મધ વિશેની અનોખી વાતોનું  રસપ્રદ વર્ણન English  ભાષામાં કરેલું છે પણ જાણે કે ગુજરાતીમાં લખેલું હોય તેવું, સમજાય એવું અને વાંચવાની જિજ્ઞાસા થાય તેવા વર્ણન માટે ખરેખર સદગુરૂનો આભાર માનવો રહ્યો.

ઈશા ફાઉન્ડેશન, બેંગલોર ખાતે ચાલતા કિચનમાં આ બધી રેસીપીઓ બનાવાય છે, જેમાં Food અને Life -- ભોજન અને જીવન કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલું છે તેનું વર્ણન અદ્ભુત છે. આજના Fast Food ના યુગમાં , ખરેખર આ બુકમાં આપેલ રીતો, રેસિપી અપનાવવા જેવી છે. અત્યાર સુધીમાં મારા દ્વારા વાંચેલી Food વિશેની બુકોમાંની "વન ઓફ ધ બેસ્ટ"  કહી શકાય એવી આ બુક છે.5/5 સ્ટાર ⭐.