ચૈત્ર માસમાં પડતી ગરમી સામે ઠંડક આપે છે, ચામડીના રોગો સામે રક્ષણ આપે, કોલેરા ટાઇફોઇડ-- પેટના રોગોનો રામબાણ ઈલાજ , સારું "Blood purifier" અને આખું વર્ષ તમને રોગમુક્ત રાખે એવું એક માત્ર ઔષધ એટલે લીમડાનો મોર.
બનાવવાની પદ્ધતિ:
1. સૌપ્રથમ લીમડા ઉપરથી લીમડાના મોરને સવારે ઉતારી લઈ તેમાંથી સફેદ કલરના ફૂલોને એક બાઉલમાં લઈ બરોબર ધોઈ લો.ત્યારબાદ તેને ખાંડી લો.
2. આ સફેદ ખાંડેલા ફૂલોને એક માટીના વાસણમાં લઈ પાણીમાં ડૂબે તે રીતે આખી રાત રાખો.
3. બીજા દિવસે સવારે તેને પીસીની અથવા દબાવીને બરોબર રસ કાઢો. અને ગરણી થી ગળી લો.
4. હવે ,સવારે બ્રશ કર્યા પછી, નરણા કોઠે (નાસ્તો કર્યા પહેલા) આખો ગ્લાસ પી જવો.( ન ભાવે તો નાક દબાવીને પણ પી જવું)
5. ચૈત્ર માસ શરૂ થાય ત્યારથી નવ દિવસ સુધી સતત પીવો.
6. પીધા પછી , એક કલાક કશું જ ખાવું કે પીવું નહિ.
આમ કરવાથી આખું વરસ નિરોગી રહેશો એની ગેરંટી છે!!!