- ગુજરાતીમાં--ભીંડા, અંગ્રેજીમાં--Lady's Finger, તમિલમાં-- વેન્ડાક્કઈ.
- તેના લીલા કલરના દાણા વાળા પોડ -- કૂણાં ખાવાલાયક હોય છે. તેમાં વધારે પ્રમાણમાં પાચક ફાઈબર, વિટામીન-C, વિટામીન-K, વિટામીન-A, થીયામીન-B1, મેગ્નેશિયમ હોય છે.
- થીયામીન-- વિટામીન-B1 જે આપણું શરીર બનાવી શકતું નથી. તે આવા ખોરાક અને ફૂડ સપ્લીમેન્ટ માંથી મળે છે. જેના કારણે જ આપણને ભીંડા ખુબ ભાવે છે.
- જ્યારે તેને રાંધવામાં આવે છે ત્યારે તે કુદરતી રીતે--Thickening Agent ચિકાસપણું ધરાવતો પદાર્થ પેદા કરે છે.
- થીયામીનના અભાવના કારણે બેરી બેરી નામનો રોગ થાય છે જેમાં હૃદયની અનિયમિત ચાલ, શ્વાસ લેવામાં તકલીફ, હાથ પગનું ધ્રુજવું ,તેની મૂવમેન્ટ માં તકલીફ, કબજિયાત જેવા લક્ષણો હોય છે.
- ભીંડામાં ભરપૂર માત્રામાં રહેલ ફાઈબર ને કારણે બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
- ભીંડામાં રહેલ કેલ્શિયમ અને ચિકાશ વાળો પદાર્થ હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે.
- તેમાં રહેલ વિટામીન-C અસ્થમા લક્ષણો ને રોકે છે અને સ્કીન માટે ખૂબ જ ઉપયોગી છે.
- વિટામીન-A આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ બધું જાણ્યા પછી તમને ભીંડા ચોક્કસ ભાવશે!!!!!!!!!