Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label લેટેસ્ટ ન્યુઝ. Show all posts
Showing posts with label લેટેસ્ટ ન્યુઝ. Show all posts

Tuesday, May 2, 2023

ગમ અરેબિક (Gum arabic): દુનિયાની જરૂરિયાતનું 70% સુદાન દેશ પૂરું પાડે છે. સુદાનમાં ગૃહ યુદ્ધના કારણે તેના વૈશ્વિક પુરવઠા ઉપર અસર થઈ છે.આ ગમ અરેબિક શું છે? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • ગમ અરેબિક ચીકણો, પાણીમાં ઓગળી જાય તેવો (Soluble in water), શાહી જેવો, કોલ્ડ્રિંક્સ અને કેન્ડી માં વપરાતો  ખાધ (edible) પદાર્થ છે. તેનો ઉપયોગ ફૂડ સ્ટેબિલાઇઝર (લાંબા સમય સુધી ફૂડનું બંધારણ ટકી રહે તે માટે જવાબદાર પદાર્થ), ઇમલ્સિફાયર અથવા ઘટ્ટ કરનાર તરીકે થાય છે, જે સ્વાદ જેવા અન્ય ગુણોને અસર કર્યા વિના ખાદ્ય ઉત્પાદનોની રચનામાં સુધારો કરે છે.
  • મોટાભાગની Food Industry- એફએમસીજી અને પીણા ની કંપનીઓ આ પદાર્થની ઉપયોગકર્તા છે - ફૂડ સ્ટેબિલાઇઝર.
  • વધુમાં પ્રિન્ટિંગ, પેઇન્ટ્સ, ગ્લ્યું, કોસ્મેટિક (સૌંદર્ય પ્રસાધનો) લખવાની શાહી માં Viscosity ને Control કરે અને ટેકસટાઈલ ઉધોગમાં વપરાય છે.
  • સુદાનમાં તેને "ગમ આફ્રિકા" કહે છે.
  • ખાસ પ્રકારના બાવળના( Acacia trees) ઝાડ માંથી મળે છે જે સુદાનમાં જ જોવા મળે છે.
  • સુદાનમાં અલગ અલગ જગ્યાએ રહેતા લોકો આ બાવળના આછા લાલ રંગના ગુંદરને કાઢે છે. પછી ગુંદરને સુદાન માં આવેલી રિફાઇનરીમાં રિફાઇન કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પેક કરવામાં આવે છે.
  • ગમ સુદાન કંપનીનું કહેવું છે કે તે સુદાનમાં રહેતા હજારો લોકોની આજીવિકાનું સાધન છે.
  • આ પદાર્થની સૌથી મોંઘી જાત ની કિંમત અંદાજે 3000 ડોલર પ્રતિ ટન છે.
  • હાલમાં ચાલતા ગ્રુહ યુદ્ધ કારણે તેની સપ્લાય ચેનને અસર થઈ છે.
  • કોકાકોલા અને પેપ્સીકો જેવી કંપનીઓએ આ સ્થિતિને જોતા ત્રણ થી છ મહિનાનું પુરવઠો ભરી લીધો છે.કારણ કે તે કંપનીઓ મુખ્ય ઉપયોગકર્તા છે.
  • હાલ યુદ્ધના કારણે વિસ્તારોમાંથી રોડની અડચણના કારણે ગમ અરેબિક પ્રાપ્ત કરવો મુશ્કેલ છે.
  • એપ્રિલ 28 2023, REUTERS (ન્યુઝ એજન્સી) ના જણાવ્યા પ્રમાણે ગમ અરેબિકના પુરવઠા ની અછતને કારણે સોફ્ટ ડ્રિંક્સ અને કોસ્મેટિકના ઉત્પાદન ઉપર અસર થશે.
  • રિચાર્ડ ફિનેગન , પ્રોકયુરમેન્ટ મેનેજર (ખરીદ કરનાર), કેરી ગ્રુપ કે જે દુનિયાની લગભગ બધી જ ફૂડ અને બેવરેજ કંપનીઓને ગમ અરેબિક સપ્લાય કરે છે.તેમનું કહેવું છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો વૈશ્વિક સ્તરે સ્થાનિક નામે જે બ્રાન્ડેડ એફએમસીજી અને પીણાના સામાનના ઉત્પાદન ઉપર અસર થશે.

Tuesday, March 21, 2023

Finland (ફિનલેન્ડ): Nature અને Food તેને " World Happiest Country " કઈ રીતે બનાવે છે ? જાણવા માટે અહીં ક્લિક કરો


20 માર્ચ, 2023 ના રોજ વાર્ષિક યુનાઇટેડ નેશન વર્લ્ડ હેપ્પીએસ્ટ  કન્ટ્રી 2023નો રિપોર્ટ જાહેર થયો.જેમાં યુરોપના ફિનલેન્ડ દેશને સતત છઠ્ઠી વાર " World Happiest Country " ના કિતાબથી નવાજવામાં આવ્યો.આમાં આપણા દેશનો નંબર 126 રહ્યો.ફિનલેન્ડને આ ટાઇટલ મુખ્યત્વે ચાર કારણોને કારણે મળ્યું:  Nature (કુદરતી વાતાવરણ), (Food) ફૂડ, Life Style (જીવન ધોરણ) અને Sustainability (જાળવણીપણું).
1.Nature (કુદરત સાથે એ દેશનો નાતો): 
આ દેશનો 75% થી વધારે જમીનનો વિસ્તાર જંગલો અને વૃક્ષોથી છવાયેલો છે. 1,87000 તળાવો, 41 નેશનલ પાર્ક બતાવે છે કે દરેક જીવને હરવા ફરવાનો અધિકાર છે .એ પછી એ જમીન કોની છે? કોણ તેનો માલિક છે? તેનું મહત્વ રહેતું નથી!!!વૈજ્ઞાનિકો દ્વારા એ પુરવાર થઈ ચૂક્યું છે કે તમે નેચરમાં રહેશો તો તમારો મૂડ અને બ્લડ પ્રેશર નોર્મલ રહેશે. જે ગુડ લાઇફ માટે જરૂર છે.સાચું ને!!
2.Food (ફૂડ -Natural resources):
આ દેશના લોકોનો સિઝનલ અને લોકલ ફૂડ પ્રત્યેનો લગાવ તેમને બીજાથી અલગ કરે છે!!! તેમની રોજીંદી ડીશમાં સાદો, પ્યોર, સ્વાદિષ્ટ, ફ્રેશ, કુદરતી ઇન્ગ્રેડિયન્ટ્સ ધરાવતો ખોરાક લોકો લે છે. ફૂડ = હેપીનેસ એ તો આપણે જાણીએ જ છીએ. બરોબર ને !!!તેઓ દ્રાક્ષ, મશરૂમ, Herbs વગેરે ત્યાંના જંગલોમાંથી તાજા લાવે છે. તેમની ખુશીઓમાં ફૂડ એ એક મહત્વનો ભાગ છે.
3.Life Style (જીવન ધોરણ):
તેમની રોજિંદા જીવન શૈલી એકદમ સાદી અને આદતો પણ કુદરતને અનુકૂળ છે. વધુમાં ત્યાંના નેચરલ પ્લેસ અને તળાવ નજીક આવેલા "Sauna" (નાના રૂમ જેવા લાકડાના બનાવેલા ઘરો) જેનો અનુભવ તેમની જિંદગીમાં ખુશીઓ ભરી દે છે. એ ઘરોમાં રહેવાનું Experience ખરેખર અદભુત હોય છે!!!
4.Sustainability (જાળવણી):
Natureની જાળવણી એ આ દેશમાં આમ વાત છે. કુદરત સાથે રહેવું, તેને સપોર્ટ કરવો, તેમાંથી લેવું- આપવું તેમની જિંદગીનો એક એવો ભાગ છે જેમાં તેઓ સતત નેચર સાથે કનેક્ટેડ રહે છે. Sustainability એ આ દેશના લોકોની ખુશીમાં ઈમ્પોર્ટન્ટ રોલ ભજવે છે!!!
આમાંથી આપણા દેશમાં આપણે કેટલી બાબતો ધ્યાને લેવી જોઈએ? એ આપણે જ જોવાનું છે!!! આપણો દેશ મોટો છે અને ફીનલેન્ડ બહુ જ નાનો દેશ છે પણ આપણે કઈ રીતે જીવવું ? એ આપણે નક્કી કરવાનું છે.
Live with Nature, Go with Nature, Seat with Nature,Eat with Nature.

Wednesday, August 24, 2022

World Central Kitchen: યુક્રેનના લોકો માટે ચાલી રહેલો જીવાદોરી સમાન Food પ્રોગ્રામ... જાણીને આનંદ થશે... જાણવા માટે અહીં ક્લિક કરો

  • રશિયા દ્વારા યુક્રેનના ઉપર થયેલ હુમલા પછી, ત્યાંના લોકો માટે ભોજનની વ્યવસ્થા કઈ રીતે કરવી? તેનો પ્રશ્ન ઉભો થયો.આ બાબતે United Nations Food and Agriculture organization એ ચિંતા વ્યક્ત કરી હતી,  આ જરૂિયાતના સમયે અમેરિકાની એક સ્વયંમસેવી સંસ્થા World Central Kitchen (WCK) ત્યાં ભોજન અને પાણી ની વ્યવસ્થા કરે છે.WCK દ્વારા આ પ્રોગ્રામ રશિયા દ્વારા ચાલુ કરેલ યુધ્ધ પછી તરત જ ચાલુ કરવામાં આવેલ.
  • અત્યાર સુધીમાં 25 મીલીયન meals (ડીસો) યુક્રેનિયન લોકો માટે તૈયાર કરી ટ્રકો દ્વારા જે તે જગ્યાએ પહોંચતી કરવાનું કામ તેના સ્વયમ સેવકો -Food Fighters દ્વારા કરવામાં આવે છે. પોલેન્ડ- યુક્રેન બોર્ડર ઉપર પણ તેમના દ્વારા કિચન ચાલુ કરી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.500 થી વધુ ખાણી પીણીની જગ્યાની વ્યવસ્થા તેઓના Food Fighters દ્વારા કરવામાં આવે છે. આ Food Fighters શેલ્ટર હોમમાં જ સુઈ જાય છે!!!!
  • આ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના 2010માં , હૈતીના ભૂકંપ વખતે, એક નવા આઈડિયા કે જ્યાં જરુર હોય ત્યાં Cook મોકલીને ભૂખ્યાને ભોજન કરાવતા -- એ પ્રમાણે ચલાવતા, તેના Founder (સ્થાપનાર) Chef Jose Andres  દ્વારા 10000 ડોલર ના પોતાના સેવિગથી મદદ ની ભાવનાથી  એક non profit સંસ્થા ચાલુ કરેલ.2018માં લેવાયેલ તેમના એક ઈન્ટરવ્યૂમાં જણાવેલ કે "જ્યારે તમે ભૂખ્યા હોવ અને જમવાનું બનાવો એ એક આમ વાત છે, પણ જ્યારે ખરેખર જરૂર હોય મદદની અને તમે ખાવાનું બનાવો અને લોકોને સર્વ કરો તે બહું મહત્ત્વની બાબત છે." 
  • અત્યારે યુક્રેનિયન લોકોને માનવતા ખાતર ખરેખર આની જરૂર છે.પાલતુ પ્રાણીઓની મદદ માટે પણ તેઓ તૈયાર હોય છે.
  • National Geographic ઉપર ડોક્યુમેન્ટરી " We Feed People " નામે રજૂ થયેલ. આ સંસ્થા આખી દુનિયામાં કે જ્યાં દેશમાં કટોકટી, યુદ્ધ, કુદરતી હોનારતો વખતે Food (ભોજન) ની વ્યવસ્થા કરે છે. ખરેખર આ કામ માટે આ સંસ્થા ને સલામ કરવી રહી!!!!!!!