- રશિયા દ્વારા યુક્રેનના ઉપર થયેલ હુમલા પછી, ત્યાંના લોકો માટે ભોજનની વ્યવસ્થા કઈ રીતે કરવી? તેનો પ્રશ્ન ઉભો થયો.આ બાબતે United Nations Food and Agriculture organization એ ચિંતા વ્યક્ત કરી હતી, આ જરૂિયાતના સમયે અમેરિકાની એક સ્વયંમસેવી સંસ્થા World Central Kitchen (WCK) ત્યાં ભોજન અને પાણી ની વ્યવસ્થા કરે છે.WCK દ્વારા આ પ્રોગ્રામ રશિયા દ્વારા ચાલુ કરેલ યુધ્ધ પછી તરત જ ચાલુ કરવામાં આવેલ.
- અત્યાર સુધીમાં 25 મીલીયન meals (ડીસો) યુક્રેનિયન લોકો માટે તૈયાર કરી ટ્રકો દ્વારા જે તે જગ્યાએ પહોંચતી કરવાનું કામ તેના સ્વયમ સેવકો -Food Fighters દ્વારા કરવામાં આવે છે. પોલેન્ડ- યુક્રેન બોર્ડર ઉપર પણ તેમના દ્વારા કિચન ચાલુ કરી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.500 થી વધુ ખાણી પીણીની જગ્યાની વ્યવસ્થા તેઓના Food Fighters દ્વારા કરવામાં આવે છે. આ Food Fighters શેલ્ટર હોમમાં જ સુઈ જાય છે!!!!
- આ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના 2010માં , હૈતીના ભૂકંપ વખતે, એક નવા આઈડિયા કે જ્યાં જરુર હોય ત્યાં Cook મોકલીને ભૂખ્યાને ભોજન કરાવતા -- એ પ્રમાણે ચલાવતા, તેના Founder (સ્થાપનાર) Chef Jose Andres દ્વારા 10000 ડોલર ના પોતાના સેવિગથી મદદ ની ભાવનાથી એક non profit સંસ્થા ચાલુ કરેલ.2018માં લેવાયેલ તેમના એક ઈન્ટરવ્યૂમાં જણાવેલ કે "જ્યારે તમે ભૂખ્યા હોવ અને જમવાનું બનાવો એ એક આમ વાત છે, પણ જ્યારે ખરેખર જરૂર હોય મદદની અને તમે ખાવાનું બનાવો અને લોકોને સર્વ કરો તે બહું મહત્ત્વની બાબત છે."
- અત્યારે યુક્રેનિયન લોકોને માનવતા ખાતર ખરેખર આની જરૂર છે.પાલતુ પ્રાણીઓની મદદ માટે પણ તેઓ તૈયાર હોય છે.
- National Geographic ઉપર ડોક્યુમેન્ટરી " We Feed People " નામે રજૂ થયેલ. આ સંસ્થા આખી દુનિયામાં કે જ્યાં દેશમાં કટોકટી, યુદ્ધ, કુદરતી હોનારતો વખતે Food (ભોજન) ની વ્યવસ્થા કરે છે. ખરેખર આ કામ માટે આ સંસ્થા ને સલામ કરવી રહી!!!!!!!
Food-ભોજન એ એક પ્રકારે પોતે ભગવાન-God છે.કારણ કે એ આપણા જીવનને હંમેશા ચલાવે છે.ફૂડ એ એક જીવનનું બીજા જીવનમાં રૂપાંતરણ છે.તમે જ્યારે તે સમજી જશો ત્યારે તમે ખરા અર્થ માં ફૂડ પ્રત્યે કૃતજ્ઞ થશો. તમે ફૂડ સાથે જે રીતે વર્તશો એ રીતે ફૂડ તમારી સાથે વર્તશે.આ બ્લોગમાં ફૂડ જગતની અવનવી વાતો--ઇતિહાસની ન સાંભળેલી વાતો અને પ્રસંગો, ફૂડ-ધાર્મિક વાતો, રેસીપી, હેલ્થ કેર, હેલ્થી ઈટ્સ, હેલ્થી રીડ્સ, ફૂડ બુક્સ અને મેગેઝીન વિષે રિવ્યુ , યુ ટ્યુબની ફૂડ ચેનલો વિષે રિવ્યુ , ફૂડ અને સ્વભાવ, મેડિસન વિશેનો સમાવેશ થાય છે.
Wednesday, August 24, 2022
World Central Kitchen: યુક્રેનના લોકો માટે ચાલી રહેલો જીવાદોરી સમાન Food પ્રોગ્રામ... જાણીને આનંદ થશે... જાણવા માટે અહીં ક્લિક કરો
ચોમાસામાં (Monsoon) ફિટ અને હેલ્થી રહેવાની ટિપ્સ: આટલું કરશો તો બીમાર નહી પડાય!!!!!!!જાણવા માટે અહીં ક્લિક કરો
ચોમાસાની ઋતુમાં શરીરને હેલ્થી રાખવાની ટિપ્સ:
1. સવારે નાસ્તો અને જમવાનો સમય ફિક્સ કરો. હંમેશા ભૂખ કરતા ઓછું જમવું. પેટ ભરાય તેટલું જમવું નહીં. ખોરાકમાં હળવા પદાર્થો, ફળાહારનો સમાવેશ કરો. કંકોડા, કારેલા , તુરિયું, દૂધી જેવા વેલા ઉપર ઉગતા શાકભાજી ખાવા.
2. તરસ લાગે કે ન લાગે સમયે સમયે પાણી પીવાનું (ગરમ કરીને પીવો તો સારું) રાખો.
3. બહારના તળેલા નાસ્તા સદંતર બંધ કરવા. બહાર ખાવું નહી.
4. એકાદશી કે ઉપવાસ કરવો.
5. તુલસીનો રસ અને મધ નું મિશ્રણ કરી રોજ બે ચમચી એક વાર લેવું.
6. રાત્રે ઘરમાં લીમડાનો ધૂપ અવશ્ય કરવો.(મચ્છર ને દુર કરવાના પ્રયત્નો કરવાં). વધારેમાં વધારે શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા એટલે મચ્છર કરડે નહિ.
7. વગર જોઈતું બહાર વરસાદમાં રખડવું નહી , પરંતુ જો સમય જગ્યા મળે તો Walking, Yoga કરવા. બોડી ને થોડું ફિટ રાખવું . બેસી ન રહેવું.
8. ઘરમાં First Aid Box કે જેમાં તાવ, માથા અને શરદીની દવા, પાટા પીંડી, એન્ટીસેપ્ટિક ટ્યુબ, કોટન બડ્સ, કોટન, ડેટોલ વગેરે હોય તે હાથવગું રાખવું.
9. ઘરમાં ખાવાની વસ્તુઓ તાજી જ રાખવી, તાજી જ બનાવવી.
10. નાના બાળકોને કંઈ ના કંઈક ખાવાની ટેવ હોય છે, ઘંટી ચાલું જ હોય, પરંતુ શકય હોય તો તેમને નાસ્તા ન આપતા સમયે સમયે ખવડાવો, હુંફાળું પાણી પીવડાવવાનું રાખો.
Sunday, August 21, 2022
એકાદશી: ઉપવાસ (Fasting) નો રાજા , આપણી સંસ્કૃતિની આ રીત દરેકે અપનાવવા જેવી છે..... જાણવા માટે અહીં ક્લિક કરો
- આજના આ ફાસ્ટફૂડના જમાનામાં ઉપવાસ (Fasting) ની વાત કરવી....એટલે કદાચ વાત સૌના ગળે ન પણ ઉતરે.... પણ અત્યારની ખાણીપીણીની આદતો જોઈને એવું લાગે છે કે જો આ પેઢી ઉપવાસ નહી કરે તો તેમનાં મશીન (શરીર) જામ થઈ જશે!!!!! અને અંતે તો " Health is Wealth" જ છે ને... ત્યારે પૈસાનું મહત્ત્વ રહેતું નથી. હમણાંનો જ દાખલો આપું, રાકેશ ઝુનઝુનવાલા, શેર માર્કેટનો બહુ મોટો ખેલાડી છેવટે 44000કરોડની સંપત્તિ છોડીને ભગવાનના ઘેર ગયો!! કારણ તેં કેટલાય રોગોથી પીડાતો હતો!!!!!
- એટલે શરીર સાચવવું, શરીરના અંગોને રેસ્ટ આપવો ખૂબ મહત્ત્વનો બની જાય છે.... એટલે જ આપણે ઉપવાસ કરવો જોઈએ. હું આ લેખમાં કઈ તમને એકાદશી શું છે, ક્યારે આવે એ બઘું હું કહેવાનો નથી....આ લેખ લખવા પાછળનો મારો હેતુ ફક્ત આજની પેઢીને સાચી દિશા આપવાનો છે.... બાકી એકાદશી કે અગિયારસ વિશે બધાને ખબર જ છે. પરંતુ એકાદશી એ ઋષિમુનિઓ દ્વારા ગ્રહોની સ્થિતિ ને આપણા શરીર સાથે તાલ મિલાવીને નક્કી કરેલો દિવસ છે એટલે આપણે એ દિવસને ધ્યાનમાં લઈશું. ઉપવાસ શરીર માટે જરૂરી છે એ સાયન્ટિફિકલી પણ સાબિત થયેલું છે.
- મહિનાની અંદર બે એકાદશી આવે છે. એ દિવસે આપણે ફક્ત જળ અને ફળાહાર લઈ શકાય છે. અન્ન નો સંપૂર્ણ ત્યાગ કરવો.. પછી પેલું કહેતા નથી-- ફરાળી દાબેલી, ફરાળી ભેલ, ફરાળી સમોસા.... ફરાળી ઘણું બધું એ બઘું ખાવાનું નથી!!!!!!!!
- આ દરમિયાન તમારું શરીર આરામ લે છે, શરીરમાં રહેલ બધા ભાગો ને આરામ અને પોતાને સાફ કરવાનો સમય મળી રહે છે.શરીર નું ડિટોકસિંગ પણ થતું રહે છે. જેથી બીજા દિવસે ફરીથી સારી રીતે કામ કરી શકે!!!
- એકાદશી કેલેન્ડર માં બતાવેલી હોય છે અથવા મોબાઈલ દ્વારા પણ જાણી શકાય છે. સ્વામીનારાયણ પંથના કેલેન્ડરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.
- સાથે સાથે તેનું આધ્યત્મિક મહત્ત્વ પણ છે- જેમાં એ દિવસોમાં ભગવાનનું સ્મરણ કરવું, શ્લોક બોલવા, સારો વ્યવહાર કરવો, ગુસ્સે ન થવું, સદાય હસતા રહેવું , બીજાને Help કરવી , દાન કરવું, અબોલ પશુ પક્ષીઓને ખવડાવવું -- આવું કરવાથી તમારી અંદર આત્મ વિશ્વાસ, આત્મ સંતોષ , પ્રભુ પ્રત્યેનો લગાવ વધી જાય છે. એટલે જ આપણી સંસ્કૃતિમાં ઋષિ મુનિઓ દ્વારા એકાદશીને જીવનના એક ભાગ તરીકે વર્ણવેલી છે.
Saturday, August 20, 2022
નાઈલ નદીનો મગર (Crocodile) અને ટીટોડી (Plover Birds): એકબીજાને મદદરૂપ થવાથી બંનેનું જીવન કેટલું સારી રીતે પસાર થાય છે... જાણીને નવાઈ પામશો!!!! જાણવા અહીં ક્લિક કરો
- ઈજિપ્તની નાઈલ નદીનો મગર- જાયન્ટ હોવાથી તેનું મુખ બધા માટે ડરામણી જગ્યા લાગે છે, તે જે માંસ ખાય છે તેના ટુકડા તેના દાંત માં ફસાઈ ગયેલા હોય છે, લાંબા ગાળે તેમાં કીટકો પેદા થાય અને દાંતને નુકસાન પહોંચાડે છે. આનાથી બચવા કુદરતે તેને એક સારો બિઝનેસ પાર્ટનર આપ્યો છે - જેનું નામ છે Plover Birds (ટીટોડી વર્ગનું એક પક્ષી) કે જેને મગર તેના જડબામાં બેસવા દે છે!!!!!! આ બધું જોઈ આપણને આશ્ચર્ય થાય પરંતુ પક્ષીવિદો અને પ્રાણીવિદો દ્વારા આ ઘટના રૂબરૂ જોવાયેલી અને ઈતિહાસમાં આલેખાયેલી છે!!!
- મગર ટીટોડીને તેના દાંતમાં ફસાયેલા માંસના ટુકડા અને કીટકોને વીણી ખાવા દે છે. તે દરમ્યાન મગર કોઈ પણ પ્રકારની હલનચલન કરતો નથી. હીરોડોટસ નામના ગ્રીક વિદ્દાને તેનું નામ એટલે જ "ક્રોકોડાઈલ બર્ડ" એવું રાખેલું. પાછળથી પક્ષીવિદોએ તેનું નામ " ઈજીપ્સિયન પ્લોવર બર્ડ" રાખેલ. આ રીતે આ પક્ષી મગરના દાંત સાફ કરવાનું કામ કરે છે સામે તેની ભૂખ સંતોષાય છે. મગર માટે તો એ ટૂથ બ્રશ અને ટૂથ પિક સમાન છે.
Friday, August 19, 2022
અજમો અને તુલસીનો રસ: ઉધરસ અને કફ (Wet Cough) માટે રામબાણ ઈલાજ... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
![]() |
| અજમો |
- જો કોઈને કફ થઈ ગયો હોય ,કફ (Wet Cough) ખખડતો હોય અને મટતો ન હોય તો, મોટા પાંદડા વાળો અજમાનાં પાંદડા ( ઉપર આપેલી ઈમેજ માં બતાવેલ) અને તુલસી નાં પાંદડા જરૂર પ્રમાણે લઈ, સારી રીતે ધોઈ, તેને વાટી લઈ તેનો રસ કાઢો, ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે શુદ્ધ મધ લઈ બરાબર મિક્સ કરો. આ મિશ્રણને બે - બે ચમચી સવાર- સાંજ આપો. મોટેરા અને નાના બાળકો ને પણ આપી શકાય છે.
- મોટા પાંદડા વાળો અજમાનાં પાંદડા ( ઉપર આપેલી ઈમેજ માં બતાવેલ) પેટના પ્રોબ્લેમમાં તેનો રસ પીવાથી ઘણી જ રાહત રહે છે.
- આમાં કોઈને કફ ઉલટી વાટે બહાર નીકળશે અથવા તો ઝાડા વાટે નીકળશે!!!!!!!
Tuesday, August 16, 2022
Gujju Ben na Nasta (Master Chef India વાળા - "બા"): You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો
- You Tube ચેનલનું નામ: Gujju Ben na Nasta
- Subscriber: 50000+ thousands (જોનાર)
- 93+ Videos
- Founder: ઉર્મિલાબેન( 77 વર્ષના દાદી) + એમના પૌત્ર
- ચેનલ Review:
આ ચેનલમાં ઉર્મિલાબેન, 77 વર્ષના દાદી દ્વારા અલગ- અલગ ગુજરાતી નાસ્તા, વાનગીઓ, ફેમિલી રેસીપી, અથાણાં, ફરસાણ વગેરે બનાવવામાં આવે છે-- તેને ખૂબ સરસ રીતે દાદી દ્વારા રજૂ કરવામાં આવે છે. તેમના દ્વારા ઘરેલું જે નુસ્કા બતાવવામાં આવે છે જે કાબિલેદાદ છે.આ ઉંમરે આવી સરસ રીતે રજૂઆત કરવી ખરેખર અભિનંદનને પાત્ર છે. ખરેખર દરેક રેસીપી એટલી જ સિમ્પલ અને સરસ રીતે રજૂ કરે છે કે તેમનો આભાર માનવાનું મન થાય. ખરેખર Subscribe કરવા જેવી ચેનલ છે. તેમની પોતાની Shop , મુંબઈ માં "Gujju Ben na Nasta" નાનામે છે!!!!!!જેમાં તેઓદ્વારા બનાવેલ ગુજરાતી નાસ્તા, અથાણાં, ફરસાણ વેચે છે, લોકોને ખૂબ પ્રેમ ભાવથી ખવડાવે છે. તેમની ચેનલની પંચ લાઈન છે- " STRICTLY HOME MADE" અને ખરેખર તેઓએ તેને સાર્થક કરી છે. gujjubennnanasta.in નામે વેબસાઈટ પણ છે જેના દ્વારા તમે ઓનલાઈન નાસ્તાની ખરીદી પણ કરી શકો છો. કોરોના મહામારી વખતે આ ચેનલ તેઓ અને તેમના પૌત્ર દ્વારા ચાલુ કરવામાં આવેલ , ખરેખર આ ઉંમરે આવી ધગસ અને જોસ અભિનંદનને પાત્ર છે.સોની ટીવી ઉપર આવતા બહુ જ ફેમસ પ્રોગ્રામ " Master Chef India -2023" માં સૌથી મોટી ઉંમરના Contestent તરીકે પસંદગી પામેલ હતા. અને "બા" ના હુલામણા નામથી ઓળખાયા.
- Gujju Ben na Nasta ચેનલ જોવા માટે: અહીં ક્લિક કરો
Friday, August 12, 2022
સિતોપલાદી ચૂર્ણ : ઉધરસ (Dry Cough), શરદી માટે રામબાણ ઈલાજ...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- હાલ આ વાતાવરણ ને કારણે શરદી અને ઉધરસ (Dry Cough) થાય છે , તે દરમ્યાન લોકો દ્વારા કફ સિરપનો બેફામ ઉપયોગ થાય છે, વધુમાં ડોકટરો દ્વારા પણ કફ સિરપને પ્રિસ્ક્રીપશન માં પણ આપવામાં આવે છે. કેટલીય દવાઓ કરવા છતાં ઉધરસ મટતી નથી.
- આયુર્વેદિકમાં આનો જબરદસ્ત ઈલાજ આપવામાં આવેલો છે: સિતોપલાદી ચૂર્ણ ( પીપળીમૂળ+ એલ ચી+ તજ) -- જે કુદરતી એન્ટી કફ ફોર્મ્યુલા છે. દરેક આયુર્વેદિક સ્ટોરમાં મળે છે-- જેવી કે પતંજલિ, ડાબર, વૈદ્યનાથ, ઝંડુ, શ્રી શ્રી, શ્રી હંસ, લોકલ બ્રાન્ડમાં પણ ઉપલબ્ધ છે.
- તેનો પ્રયોગ બે રીતે કરી શકાય છે:
1) જો શુદ્ધ મધ ઘરમાં હોય તો, થોડું સિતોપલાદી ચૂર્ણ લઈ તેમાં મધ નાખી બરાબર મિક્સ કરો.
ત્યારબાદ સવારે નાસ્તો કર્યા પછી, ધીરે ધીરે આ મિશ્રણ આંગળીના ટેરવે લઈ ચાટવું. એકી સાથે ખાવાનું નહી. ત્યારબાદ એક કલાક સુધી કશું જ ખાવું કે પીવું નહીં.
આજ પ્રમાણે બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી કરવું. ખાસ ધ્યાન એ રાખવું કે ચૂર્ણ ચાટ્યા પછી એક કલાક સુધી કશું જ ખાવું કે પીવું નહીં.
આ પ્રયોગ જ્યાં સુધી ઉધરસ મટે નહીં ત્યાં સુધી કરવો.
2) જો શુદ્ધ મધ ઘરમાં ન હોય તો, ચૂર્ણને ઉપર મુજબ હુફાળા ગરમ પાણી સાથે લેવું.
આ પ્રયોગ મે જાતે પણ કરેલો છે. નાના બાળકોને પણ આજ પ્રમાણે આપી શકાય. કફ સિરપ તુરંત આરામ આપશે, પણ મટાડશે નહીં. જ્યારે સિતોપલાદી ચૂર્ણ જડમૂળથી ઉધરસને મટાડશે , એની 100% ગેરંટી છે.
આયુર્વેદ પ્રમાણે નીચે મુજબ લેવું:
1. 3 વર્ષ થી મોટા અને 12 વર્ષથી નાના બાળકોએ અડધી ચમચી મધ સાથે એક વખતમાં, એવું સવાર, સાંજ, બપોર લેવું.
2. 12 વર્ષથી મોટાએ આખી ચમચી મધ સાથે એક વખતમાં, એવું સવાર, સાંજ, બપોર લેવું.
Thursday, August 4, 2022
Village Cooking Channel: You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો
- You Tube ચેનલનું નામ: Village Cooking Channel
- Subscriber: 1.75 crore (જોનાર)
- 211+ Videos
- Founder: Team Village Cooking Channel
- ચેનલ Review:
આ ચેનલ ટીમ - વિલેજ કુકીગ ચેનલ દ્વારા ચલાવાય છે. આ ચેનલમાં એક દાદા દ્વારા તેમની ટીમ સાથે ગામમાં કઈ રીતે Cooking થાય છે? , ગામના લોકો માટે, ગરીબ લોકો માટે, નાના ભૂલકાઓ માટે તેઓ દ્વારા અલગ અલગ વાનગીઓ બહુ જ મોટા પ્રમાણમાં કઈ રીતે બનાવાય છે? -- તે બતાવાય છે. આ દરમિયાન રસોઈમાં વપરાતા Ingredients નું કટીંગ તેમની ટીમ દ્વારા થાય છે તે ખરેખર કાબિલેદાદ છે. તેમની કટીંગ ની Skill ખરેખર વખાણવાલાયક છે. વધુમાં વિડિઓગ્રાફીમાં બતાવેલ લોકેશન, કુદરતી વાતાવરણ અને બીજું ઘણું બધું ખરેખર જોવા લાયક છે. હા, ફુડ નો પ્રકાર અલગ હોઈ શકે,પણ તેના પાછળનો હેતુ બધે જ સરખો હોય છે. આ ચેનલના Subscriber પણ સારા એવા છે.
- Village Cooking Channel ચેનલ જોવા માટે: અહીં ક્લિક કરો
Wednesday, August 3, 2022
Liziqi (ચાઈનીઝ છોકરી) :You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો
- You Tube ચેનલનું નામ: Liziqi
- Subscriber: 1.71 crore (જોનાર)
- 128+ Videos
- Founder: લીઝિકી
- ચેનલ Review:
આ ચેનલ એક ચાઈનીઝ છોકરી--Liziqi (લીઝિકી) , Youtuber ચલાવે છે.You tube ઉપર સૌથી વધારે લોકપ્રિય, Subscriber ,Views ધરાવતી ચેનલ છે. આ ચેનલની ખાસિયત એ છે કે લીઝિકી અને તેના દાદી ચીનના એક નાનકડા ગામમાં રહે છે, કુદરતના ખોળે ત્યાં તે તેનું રૂટિન કામ કરતી હોય છે જેવું કે ખેતી કરવી, જમવાનું બનાવવું, નવી નવી યુનિક વસ્તુઓ બનાવવી, અને એ પણ કોઈ પણ પ્રકારની વર્બલ રજૂઆત વગર --આ બધુ તે વીડિયો દ્વારા તેના વ્યુઅર્સને બતાવે છે, વિડિઓગ્રાફી અને લોકેશન માટે ખરેખર Liziqi નો આભાર માનવો રહ્યો. તેની ફુડ બનાવવાની કળા ખરેખર કાબિલેદાદ છે. Youtubers માં આ ચેનલ બહુ જ લોકપ્રિય છે. પર્સનલી મારી ફેવરીટ, અને Subscribe કરેલી, હા ફુડ નો પ્રકાર અલગ હોઈ શકે!!!! પણ તેના પાછળ રહેલો હેતુ તો બધે એક જ હોય છે. ખરેખર Cooking ની અને કુદરતના ખોળે રહેવાની મજા, મહેનતના ફળની મજા, સાથે સાથે સંતોષભર્યું જીવન કેવી રીતે જીવી શકાય તે માટે ખરેખર આ ચેનલ જોવા જેવી છે.
- Liziqi ચેનલ જોવા માટે: અહીં ક્લિક કરો
Kunal Kapur: You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો
- You Tube ચેનલનું નામ: Kunal Kapur
- Subscriber: 47.2 lakh (જોનાર)
- 820+ Videos
- Founder: કુણાલ કપૂર
- ચેનલ Review:
આ ચેનલના ફાઉન્ડર કુણાલ કપૂર ખુબ જાણીતા સેફ , મિસેલિયન star chef એવોર્ડ થી સન્માનિત , Youtuber છે. ભારત સહિત અલગ અલગ દેશોમાં તેમની રેસ્ટોરન્ટસ છે. જો તમને યાદ હોય તો " Master Chef " નામનો કાર્યક્રમ આવતો તેમાં તેઓ જજ તરીકે જોવા મળતા!!!! સારા વક્તા-explainer અને સારા સલાહકાર છે. આ ચેનલમાં તેઓ દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે, તે દરમિયાન દરેક નાની નાની બારીક બાબતો જેવી કે મસાલા, સ્વાદ, ingredients ની ખુબ જ સરસ વાતો કરે છે. વિડિયોગ્રાફી અને કિચનના સેટ નું લોકેશન એટલું સરસ હોય છે કે ખરેખર વિડિઓ જોવાની મઝા પડી જાય!!!! મારી ફેવરેટ ચેનલોમાની એક અને હુ રેગ્યુલર આ ચેનલ જોવુંછું. મેં તો Subscribe કરેલી જ છે.Cooking ની અલગ અલગ યુનિક ટેકનિક જાણવા તમે પણ આ ચેનલ Subscribe કરજો. ફાઉન્ડરે વિડિઓ બનાવવા માટે ખૂબ મહેનત કરી હોય એવું લાગે છે!!!!
- Kunal Kapur ચેનલ જોવા માટે: અહીં ક્લિક કરો
NishaMadhulika: You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો
- You Tube ચેનલનું નામ: NishaMadhulika
- Subscriber: 1.28+ crore (જોનાર)
- 1900+ Videos
- Founder: નિશા મધુલિકા
- ચેનલ Review:
આ ચેનલના ફાઉન્ડર નિશાબેન મધુલિકા ખુબ જાણીતા Youtuber છે. તેઓ દ્વારા 2009થી આ ચેનલ ચલાવાય છે. ગુજરાતી ગૃહિણીઓમાં આ ચેનલ ખુબ જ લોકપ્રિય છે. કદાચ તમારી આજુ બાજુ કોઈના મોઢે " નિશા મધુલિકા " નામ સાંભળ્યું હશે!!!!!સારી ફુડ ચેનલોમાં સૌથી વધારે Subscriber આ ફુડ ચેનલના છે.તેમાં નિશાબેન દ્વારા અલગ અલગ પ્રકારની નવી અને યુનિક વાનગીઓ બનાવવામાં આવે છે. તેમની Ingredients અને મસાલાની સમજ ખરેખર કાબિલે દાદ છે, પોતે એક સારા Cook (રસોયા) છે.આ ચેનલમાં જેટલા વિડિઓ છે એટલા તમે જોઈ લો તો તમે પણ સારા Cook બની જાઓ. ખરેખર Subscribe કરવા જેવી ચેનલ છે.
આ ચેનલનું અલગ પાસુ એ છે કે તેઓ દ્વારા જે વિડિઓ મૂકવામાં આવે છે ,તે વાનગી યુનિક જ હોય છે જે તમે ક્યાંય જોઈ ન હોય!!!!!
- NishaMadhulika ચેનલ જોવા માટે: અહીં ક્લિક કરો
Subscribe to:
Comments (Atom)



