આ વાત છે મહાભારતની...... એક બપોરના જમવાના સમયે, જ્યારે કૌરવો અને પાંડવો બંને જમવા સાથે બેસે છે અને તે દરમિયાન ભીષ્મ પિતામહ તેમની સામે એક શરત સાથે ભોજન કરવાનું કહે છે ,તેઓ કહે છે કે આજે ભોજન દરમિયાન તમારે તમારી કોણી વાળ્યા વગર ભોજન કરવાનું છે!!!!! બધા જ બાળકો ખૂબ જ પ્રયત્નો કરે છે પણ કોઈનો પણ કોળિયો મોઢામાં નથી જતો અને ભોજન બહાર પડી જાય છે!! આ જોઈ ભીષ્મપિતામહ મલકાય છે...આ દરમિયાન યુવરાજ યુધિષ્ઠિર તેના બાજુમાં બેઠેલા દુર્યોધનને એવું કહે છે કે આપણે એકબીજાને ખવડાવીએ તો પિતામહની શરતનું પાલન પણ કરી શકીશું..ત્યારબાદ બધા જ આ પ્રમાણે એકબીજાને ભોજન ખવડાવીને પિતામહની શરતનું પાલન કરે છે... આ જોઈને પિતામહ પણ હળવા સ્મિત સાથે યુધિષ્ઠિરને બિરદાવે છે!!!!!
Food-ભોજન એ એક પ્રકારે પોતે ભગવાન-God છે.કારણ કે એ આપણા જીવનને હંમેશા ચલાવે છે.ફૂડ એ એક જીવનનું બીજા જીવનમાં રૂપાંતરણ છે.તમે જ્યારે તે સમજી જશો ત્યારે તમે ખરા અર્થ માં ફૂડ પ્રત્યે કૃતજ્ઞ થશો. તમે ફૂડ સાથે જે રીતે વર્તશો એ રીતે ફૂડ તમારી સાથે વર્તશે.આ બ્લોગમાં ફૂડ જગતની અવનવી વાતો--ઇતિહાસની ન સાંભળેલી વાતો અને પ્રસંગો, ફૂડ-ધાર્મિક વાતો, રેસીપી, હેલ્થ કેર, હેલ્થી ઈટ્સ, હેલ્થી રીડ્સ, ફૂડ બુક્સ અને મેગેઝીન વિષે રિવ્યુ , યુ ટ્યુબની ફૂડ ચેનલો વિષે રિવ્યુ , ફૂડ અને સ્વભાવ, મેડિસન વિશેનો સમાવેશ થાય છે.
Showing posts with label મહાભારત. Show all posts
Showing posts with label મહાભારત. Show all posts
Sunday, June 25, 2023
Wednesday, September 28, 2022
મહાભારતનો પ્રસંગ: દ્રૌપદીને કઈ રીતે મળ્યું હતું " અક્ષયપાત્ર" ? જાણવા માટે અહીં ક્લિક કરો
આ વાત શરુ થાય છે........ જ્યારે પાંડવો પાસે ઈન્દ્રપ્રસ્થ રાજ્ય હતું ત્યારે સમગ્ર ભારત વર્ષ પાંડવોના આધિપત્ય નીચે હતું તેથી જ રાજા યુધિષ્ઠિર ત્યારે ચક્રવર્તી સમ્રાટ કહેવાતા. એ વખતે પાંડવો દ્વારા રાજસૂયી યજ્ઞ કરવામાં આવ્યો હતો. અને સમગ્ર ભારત વર્ષના રાજાઓને યજ્ઞ માં ભાગ લેવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તે દરમિયાન દુર્યોધન પણ ત્યાં આવેલો અને પાંડવોની અપાર સંપત્તિ જોઈ અભિભૂત થઈ ગયેલો, અને તેના મનમાં આ બઘું પામવાની લાલસા જાગેલી!!!!! એટલે દુર્યોધન અને તેના મામા શકુનિએ એક યોજના બનાવી, જેમાં તેઓ યુધિષ્ઠિરને પાસા રમવા માટે નિમંત્રણ આપે છે. કારણ કે
યુધિષ્ઠિરને પાસા રમવાનો બહુ શોખ હોય છે. દુર્ભાગ્યે યુધિષ્ઠિર પાસા રમવાનું આમંત્રણ સ્વીકારે છે. મામા શકુનિ પાસા રમવામાં માહિર હતા- એવું કહેવાતું કે તેમની ઈચ્છા પ્રમાણે પાસા પડતા. એટલે દુર્યોધન તરફથી તેઓ રમ્યા અને અંતે યુધિષ્ઠિર તેમનું સમગ્ર રાજ્ય, ભાઈઓ અને પત્ની સહિત બઘું જ હાર્યા!!!!!!આ છળ - કપટથી રમેલા પાસાના કારણે તેમને 12 વર્ષનો વનવાસ અને 1વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવાનો વારો આવ્યો.
જ્યારે તેઓ વનમાં જતા હોય છે ત્યારે પ્રજા જનો પણ તેમની સાથે આવવાની વાત કરે છે પણ તેઓ ના પાડે છે. જંગલમાં જયારે તેઓ જાય છે ત્યારે ત્યાં રહેતા ઋષિ મુનિઓ તેમને તેમની સાથે રહેવાનું કહે છે.......... જંગલમાં રહેવાનું શરુ કર્યા પછી તે બધાની સંપૂર્ણ જવાબદારી સમ્રાટ યુધિષ્ઠિર પર આવી જાય છે. આટલા બધા ઋષિ મુનિઓ અને તમામ લોકોના ભોજનની વ્યવસ્થા કઈ રીતે કરીશું? આ પ્રશ્ન સતત તેમને વ્યથિત કરતો હતો. એટલે તેઓએ તેમના પુરોહિત ધામ્યમુનિ ને આ બાબતે કહ્યું તો પુરોહિતે એમને એકાગ્ર મને સૂર્યદેવની ઉપાસના કરવા કહ્યું.
ત્યારબાદ રાજા યુધિષ્ઠિર સૂર્ય ભગવાનની મનથી ઉપાસના કરે છે અને સૂર્યદેવ પ્રસન્ન થાય છે!!!!! ત્યારે રાજા યુધિષ્ઠિર કહે છે કે મારે આ સૌ માટે અન્ન ની અભિલાષા છે. પ્રસન્ન સૂર્યદેવ તેમને તાબાનું " અક્ષયપાત્ર " આપતાં કહે છે કે 12 વર્ષ સુધી આ પાત્રમાં રોજ કોઈ પણ ચાર ભોજન સામગ્રી અક્ષય રહેશે!!!!! જ્યાં સુધી દ્રૌપદી તેમાંથી જમી ન લે!!!!! દ્રોપદીના જમ્યા બાદ તેમાં અન્ન સમાપ્ત થશે!!!! તથા અસ્તુ......
Tuesday, July 19, 2022
મહાભારતનો પ્રસંગ: મહાભારતના યુધ્ધ વખતે બંને સેનાઓને જમવા માટે કેવી વ્યવસ્થા હતી?આ બધુ કેવી રીતે મેનેજ થતું હશે? જાણીને નવાઈ લાગશે.
- આ વાત શરૂ થાય છે....... જ્યારે આખું ભારત વર્ષ પાંડવો અને કૌરવો વચ્ચે વહેચાઈ મહાભારતના યુદ્ધનો પ્રારંભ થાય છે.આ યુધ્ધ માં પાંડવો તરફથી 7 અક્ષૌહિણી અને કૌરવો તરફથી 11 અક્ષૌહિણી સેનાઓએ ભાગ લીધો હતો. આમ બધુ મળી અંદાજે 50 લાખ ઉપર સૈનિકો એ આ યુધ્ધમાં ભાગ લીધો હતો.તો આ યુધ્ધ વખતે આટલા બધા સૈનિકો અને યોદ્ધા ઓની જમવા માટેની વ્યવસ્થા કેવી હશે? અને હજારો સૈનિકો રોજ મરતા હોવા છતાં તેમની જમવાની વ્યવસ્થા કેવી રીતે થતી હશે?
- આ યુધ્ધમાં ભારત વર્ષ ના સમસ્ત રાજ્યોએ ભાગ લીધો હતો. એમાંથી એક રાજા કે જે દક્ષિણ માં આવેલા ઉદ્દુપી રાજ્યના નરેશે આ યુધ્ધમાં ભાગ લીધો નહોતો. કારણ કે તેઓ આ બે ભાઈઓ વચ્ચેના યુદ્ધને યોગ્ય નહોતા માનતા. તેમણે શ્રી કૃષ્ણ ને કહ્યુ કે હે માધવ આટલી મોટી સેનાઓના ભોજનની વ્યવસ્થા કેવી રીતે થશે? ભગવાન તેમના ઉપર વિશ્વાસ કરી સમસ્ત સેનાઓના ભોજનની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપે છે.આ રીતે ઉદ્દુપીના રાજા એ પહેલા દિવસથી જ સેનાના ભોજનની સંપૂર્ણ જવાબદારી લઈ ભોજન બનાવતા અને દિવસના અંતે એક પણ દાણાનો બગાડ થતો નહી. આ દરમિયાન કેટલાય યોદ્ધાઓ અને સૈનિકો મરતા તો પણ તેઓ દિવસના અંતે એટલું જ ભોજન બનાવતા જેટલા સૈનિકો હોય, એક પણ દાણાનો બગાડ થતો નહિ,બધા માટે આ બાબત આશ્ચર્યજનક હતી કે ઉદ્દુપી નરેશ આ બધુ કઈ રીતે પ્રબંધ કરતા હશે? તેમના માટે એક પ્રશ્ન સદાય વિચારવા લાયક રહેતો કે ઉદ્દુપી નરેશને કઈ રીતે ખબર પડતી હશે કે આજે કેટલા યોદ્ધાઓ દેવલોક પામશે અને મારે આટલાની જ ભોજનની વ્યવસ્થા કરવાની થાય?આ એક ચમત્કારથી ઓછું ન હતું. યુધિષ્ઠિરને આ બાબતે મનમાં સદાય અસમંજસ રહેતો કે ઉદ્દુપી નરેશ આ બધુ કઈ રીતે કરતા હશે?
- આખરે 18મા દિવસે પાંડવોની જીત થઈ.. અને ભરાયેલી સભામાં યુધિષ્ઠિરને આ બાબતે રહેવાયું નહી અને એમને પુછી નાખ્યું કે પાંડવો આ યુધ્ધ જીતી ગયા એ બધુ બરોબર પણ આટલા બધા યોદ્ધાઓ અને સૈનિકોની ભોજનની વ્યવસ્થા કરનાર ઉદ્દુપી નરેશને અભિનંદન પાઠવી પુછી નાખ્યું કે તેઓ આ બધું કેવી રીતે કરતા હતા?
- ઉદ્દુપી નરેશે ઉભા થઈને કહ્યું કે આ બધો ચમત્કાર ભગવાન શ્રી કૃષ્ણ નો જ છે. ત્યારે સૌ બધા આશ્ચર્ય ચકિત થઈ ભગવાનને જુએ છે. ભગવાન હળવું સ્મિત આપી રાજાને આગળ વાત કહેવાનો ઈશારો કરે છે....આગળ વાત કરતા રાજા કહે છે કે પ્રતિદિન રાત્રે સૂતા પહેલા ભગવાન બાફેલી મગફળી ખાય છે, એટલે હું રોજ રાત્રે તેમના માટે ગણીને બાફેલી મગફળી લઈ જતો. અમે ત્યાર બાદ વાર્તાલાપ કરતા અને અંતે ભગવાન જેટલી બાફેલી મગફળી ખાય.. તેને 1000 વડે ગુણતા તેટલા સૈનિકો બીજા દિવસે યુધ્ધમાં માર્યા જતા. આ બાબત ધ્યાને લઈ હું ભોજનની તૈયારી એ પ્રમાણે કરતો!!!!!!! આ સાંભળી સભામાં સૌ આશ્ચર્ય ચકિત થઈ જાય છે!!!!
- કર્ણાટક રાજ્યમાં ઉદ્દુપી પ્રદેશ આવેલો છે.ત્યાં હજી પણ મહાભારતની ન સાંભળેલી વાતો થાય છે!!!!
Saturday, January 29, 2022
મહાભારતનો પ્રસંગ: ચોખાના એક દાણાએ કેવી રીતે ભર્યું ઋષિઓનું પેટ?...ભગવાન શ્રી કૃષ્ણની લીલા...વાંચો આ પ્રસંગ..જાણીને નવાઈ લાગશે
| ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર |
- આ વાત શરૂ થાય છે.......જયારે પાંડવોનો વનવાસ ચાલતો હોય છે.તે દરમ્યાન એક વખત નકુલ અને સહદેવ જંગલમાં નદી કિનારે લાકડાં કાપતા હોય છે અને તેમના મોટા ભાઈ યુધિષ્ઠિર તેમને કુટીર પરત ફરવા બોલાવવા આવે છે. તે વખતે ઋષિ દુર્વાષા તેમના પાંચ શિષ્યો સાથે ત્યાથી જતા હોય છે.તેમને જોઈને યુધિષ્ઠિર તેઓને આદર સાથે હાથ જોડી નમન કરી તેમનું અભિવાદન કરે છે.બંનેની વાતચીત દરમ્યાન ઋષિ દુર્વાષા કહે છે કે --તેઓ હસ્તિનાપુર દુર્યોધનને ત્યાં ગયા હતા અને ત્યાં તેમનો ખુબ જ સારો આતિથ્ય ભાવ (અતિથિઓને આપવામાં આવતો આદર, સન્માન) થયો અને ત્યાં દુર્યોધન દ્વારા જણાવેલ કે તેઓ જંગલમાં યુધિષ્ઠિર પાસે જાય અને તેમના આતિથ્ય ભાવનો આનંદ લે........ત્યારબાદ યુધિષ્ઠિર તેમને કુટીરમાં આવવા આમંત્રણ આપે છે અને કહે છે --તમો અમારે ત્યાં જમી અમારી કુટીરની શોભા વધારો......આ આમંત્રણ સ્વીકારતા ઋષિ દુર્વાષા કહે છે --તમે અમારા ભોજનની વ્યવસ્થા કરો.અમે નદીમાં સ્નાન કરીને તમારી કુટીરમાં આવીએ છીએ.[ઋષિ દુર્વાષા: પોતાના ક્રોધિત સ્વભાવ માટે જાણીતા]
- આ તરફ યુધિષ્ઠિર-નકુલ અને સહદેવચિંતાતુર થઈ પોતાની કુટીર તરફ જાય છે.તેમને આવતા જોઈ પાંચાલી-દ્રોપદી કહે છે કે --હે રાજન આપ કેમ આટલા ચિંતાતુર છો? ત્યારે યુધિષ્ઠિર આખી વાત કહી કહે છે કે--હવે પાંચાલીના જમ્યા પછી, આપણે કઈ રીતે ભોજનની વ્યવસ્થા કરીશું?
- પાંચાલી કુટીરમાં રહેલા અક્ષયપાત્રને ધ્યાનથી જુએ છે ...તેમાં એક ચોખાના દાણા સિવાય કશું નથી ...ચિંતાતુર મને તે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરે છે .........પલકવારમાં ભગવાન એમની કુટીરના દરવાજા ઉપર હાજર હોય છે.સૌ આશ્ચર્ય મને ભગવાનને જોઈ રહે છે ....ત્યારબાદ શ્રી કૃષ્ણ જમવા માટે કહે છે.ત્યારે દ્રોપદી તેમને પેલો એક ચોખાનો દાણા સાથેનું અક્ષયપાત્ર બતાવે છે--ભગવાન કહે છે કે પ્રેમથી આપેલો એક દાણો પણ મારી ભૂખ મિટાવી શકે છે...એમ કહી ભગવાન આ ચોખાનો દાણો આરોગી લે છે અને જાણે કે ધરાઈ રહ્યા હોય એમ સંતોષનો ઓડકાર લે છે.[અક્ષયપાત્ર : જેમાં અન્ન કદી ખૂટે નહી]
- આ તરફ ઋષિ દુર્વાષા અને તેમના શિષ્યો નાહી-ધોઈ યુધિષ્ઠિરની કુટીર તરફ આવવાનું વિચારી જ રહ્યા હોય છે કે એમને એવો આભાસ થાય છે કે તેઓએ ભરપેટ ખીર ખાઈ લીધી હોય અને સંતોષનો ઓડકાર આવે તેવો અનુભવ થાય છે .....આ અનુભવે ઋષિ એવું વિચારે છે કે જો હવે આપણે કુટીરમાં જઈશું તો યુધિષ્ઠિર આપણને જમાડશે ...જે માટે આપણા પેટમાં જગ્યા નથી...તેથી તેઓ ત્યાથી કુટીરમાં ગયા વગર આગળ પ્રસ્થાન કરી લે છે!!!!!
Subscribe to:
Comments (Atom)