Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, July 26, 2023

Sprouts (ફણગાવેલા કઠોળ): કેવી રીતે ઉગાડવા?, ઉપયોગો વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


ફણગાવેલા કઠોળ (Sprouts) એ પોષણનો ખજાનો છે. તેને "Living Food" પણ કહેવામાં આવે છે કારણ કે ફણગાવવાની પ્રક્રિયાથી કઠોળમાં વિટામિન અને પ્રોટીનનું પ્રમાણ અનેકગણું વધી જાય છે.
અહીં ફણગાવેલા કઠોળ બનાવવાની રીત અને તેના ફાયદાઓ વિશેની સંપૂર્ણ માહિતી છે:
  • કઠોળ ફણગાવવાની રીત (Step-by-Step)
ફણગાવવા માટે તમે મગ, મઠ, ચણા, સોયાબીન અથવા મેથીનો ઉપયોગ કરી શકો છો.
સાફ કરવા: સૌ પ્રથમ કઠોળને વ્યવસ્થિત સાફ કરી લો જેથી કાંકરા કે કચરો નીકળી જાય.
પલાળવા: કઠોળને બે-ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેને એક વાસણમાં લઈ, કઠોળ ડૂબે તેના કરતા ડબલ પાણી નાખી 7-8 કલાક (અથવા આખી રાત) પલાળી રાખો.
નિતારવા: પલાળ્યા બાદ વધારાનું પાણી નિતારી લો અને કઠોળને ફરી એકવાર ધોઈ લો.
ફણગાવવા:
પદ્ધતિ ૧: ભીના સુતરાઉ (Cotton) કપડામાં કઠોળને બાંધીને હૂંફાળી જગ્યાએ રાખો.
પદ્ધતિ ૨: ગરણી અથવા બાઉલમાં રાખીને તેને ઢાંકી દો (થોડી હવા મળી રહે તે રીતે).
સમય: સામાન્ય રીતે 10 થી 12 કલાકમાં મગ અને મઠમાં સરસ ફણગા ફૂટી જશે. ચણામાં થોડો વધુ સમય લાગે છે.
ટીપ: ઉનાળામાં કપડાને વચ્ચે-વચ્ચે પાણીનો છંટકાવ કરીને ભીનું રાખવું જેથી કઠોળ સુકાઈ ન જાય.
  •  ફણગાવેલા કઠોળના ઉપયોગો અને ફાયદા
પચવામાં સરળ: ફણગાવવાથી કઠોળમાં રહેલા જટિલ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર થાય છે, જેથી તે ગેસ કે અપચો કરતા નથી.
પ્રોટીન અને વિટામિન: તેમાં વિટામિન A, B-કોમ્પ્લેક્સ, C અને K ભરપૂર માત્રામાં હોય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ: તેમાં ફાઈબર વધુ અને કેલરી ઓછી હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
ત્વચા અને વાળ માટે: તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચામાં ચમક લાવે છે અને વાળ ખરતા અટકાવે છે.
રોગપ્રતિકારક શક્તિ: તે શરીરમાં ઈમ્યુનિટી વધારે છે.
  •  કેવી રીતે ખાઈ શકાય?
કાચું સલાડ: ફણગાવેલા મગ-ચણામાં ડુંગળી, ટામેટા, કાકડી, કોથમીર અને લીંબુ નાખીને હેલ્ધી નાસ્તો બનાવી શકાય.
બાફીને: જો કાચા ન પચતા હોય, તો થોડા મીઠાવાળા પાણીમાં હળવા બાફીને (Steam કરીને) ખાઈ શકાય.
શાક કે પુલાવ: ફણગાવેલા કઠોળનું શાક અથવા તેને ભાત (પુલાવ) માં નાખીને પણ ઉપયોગમાં લઈ શકાય.
સાવચેતી: ચોમાસા જેવી ઋતુમાં ફણગાવેલા કઠોળમાં બેક્ટેરિયા જલ્દી પેદા થાય છે, તેથી તેને હંમેશા વ્યવસ્થિત ધોઈને અથવા હળવા બાફીને ખાવા વધુ સુરક્ષિત છે.

Microgreens (માઈક્રોગ્રીન્સ): પોષક તત્વોથી ભરપૂર નાના છોડવાઓ કેવા હોય છે?..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • Microgreens (માઈક્રોગ્રીન્સ) શું છે? 
જ્યારે બીજને વાવવામાં આવે છે ત્યારે, તે સૌ પ્રથમ જમીનની નીચે પાંગરે, જે તેનો પ્રથમ ભાગ છે, તે અંકુરણ વાળી સ્થિતિને "સ્પ્રાઉટ" કહે છે. ત્યારબાદ બીજ જમીનની બહાર નીકળી તેના બે પર્ણ વાળી સ્થિતિ આવે છે. જે તેનો બીજો ભાગ છે. તેને "માઈક્રોગ્રીન્સ" કહે છે. જે ઉપર ઈમેજમાં બતાવેલ છે.
  • તેના પ્રકારો અને વેરાયટી: 
કઠોળ, અનાજ, શાકભાજીના પ્રકારોમાં-- બ્રોકલી, વટાણા, મેથી, મગ, ચણા, પાલક... વગેરે.
  • ખાવાથી શું ફાયદો થાય? 
તે વિટામિન, મિનરલ, એન્ટીઓક્સિડન્ટ થી ભરપુર , આંખો અને સ્કિન માટે ખૂબ ઉપયોગી, પચવામાં સરળ, વાળ ના ગ્રોથ માટે સારું, Pranic Food-- જે શરીરને નવી ઊર્જા (એનર્જી) આપે.
  • ઉગાડવા માટે શું શું જરૂર પડે?
ટ્રે- પ્લાસ્ટિક અથવા માટીની .
સારા બીજ.
માટી.
પાણી છોટવાનો સ્પ્રે.
સુરજદાદાનો તડકો.
  • કેવી રીતે ઉગાડવા અને ઉપયોગ કઈ રીતે કરવો?
ટ્રે માં ઉપર થોડી ખાલી રહે એ રીતે  માટી ભરો . બીજો ને એકસરખા નાખો. ત્યારબાદ, ઉપરથી થોડી માટી નાખીને બીજને કવર કરી દો. ત્યારબાદ પાણી નાખો. ધ્યાન રાખો કે બીજ સુકાય નહી. બીજને તેની ડોડી (stem) અને બે પાદડા  આવે ત્યાં સુધી ગ્રો થવા દો. ત્યારબાદ તેના મૂળિયાં કટિંગ કરી, stem અને બે પાદડા વાળો ભાગ કાચો જ ખાવામાં ઉપયોગ કરી શકાય.તેને સલાડમાં ડ્રેસિંગ તરીકે ઉપયોગ કરી શકાય.
Microgreens ને ઉગતા 7 થી 12 દિવસનો સમય લાગતો હોય છે.
નોંધ: તેને સલાડમાં થોડું થોડું ન લેતો તેને રોજિંદા ખોરાકમાં ભરપૂર ઉપયોગ કરવાથી હેલ્થ સારી રહેશે.




Sunday, June 25, 2023

મહાભારતનો પ્રસંગ: કૌરવો અને પાંડવો જ્યારે હસ્તિનાપુર માં બાલ્યાવસ્થામાં હોય છે ત્યારે જમતી વખતે ભીષ્મ પિતામહની શીખનો પ્રસંગ......... અહીં ક્લિક કરો

આ વાત છે મહાભારતની...... એક બપોરના જમવાના સમયે, જ્યારે કૌરવો અને પાંડવો બંને જમવા સાથે બેસે છે અને તે દરમિયાન ભીષ્મ પિતામહ તેમની સામે એક શરત સાથે ભોજન કરવાનું કહે છે ,તેઓ કહે છે કે આજે ભોજન દરમિયાન તમારે તમારી કોણી વાળ્યા વગર ભોજન કરવાનું છે!!!!! બધા જ બાળકો ખૂબ જ પ્રયત્નો કરે છે પણ કોઈનો પણ કોળિયો મોઢામાં નથી જતો અને ભોજન બહાર પડી જાય છે!! આ જોઈ ભીષ્મપિતામહ મલકાય છે...આ દરમિયાન યુવરાજ યુધિષ્ઠિર તેના બાજુમાં બેઠેલા દુર્યોધનને એવું કહે છે કે આપણે એકબીજાને ખવડાવીએ તો પિતામહની શરતનું પાલન પણ કરી શકીશું..ત્યારબાદ બધા જ આ પ્રમાણે એકબીજાને ભોજન ખવડાવીને પિતામહની શરતનું પાલન કરે છે... આ જોઈને પિતામહ પણ હળવા સ્મિત સાથે યુધિષ્ઠિરને બિરદાવે છે!!!!!