- Pranic Food (પ્રાણીક ફૂડ) ખરેખર શું છે?
યોગશાસ્ત્ર અનુસાર ફુડને તેના પ્રોટીન, મિનરલ્સ અને વિટામિનની રીતે જોવાતા નથી પરંતુ તેને પોઝિટિવ પ્રાણીક ફૂડ (Positive Pranic Food) , નેગેટિવ પ્રાણીક ફૂડ (Negative Pranic Food) અને ઝીરો પ્રાણીક ફૂડ (Zero Pranic Food) એમ ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. જે ફૂડ તમે ખાઓ અને એ તમને ઉર્જા આપે તેને પોઝિટિવ પ્રાણીક ફૂડ કહે છે,જે ફૂડ તમારી ઉર્જા લઈ લે છે!!!તેને નેગેટિવ પ્રાણિક ફૂડ કહે છે જ્યારે અમુક ફૂડ ફક્ત ટેસ્ટ માટે લેવામાં આવે છે તે તમને ઉર્જા આપતું નથી કે ઉર્જા લેતું નથી તેને ઝીરો પ્રાણીક ફૂડ કહે છે.
- નેગેટિવ પ્રાણીક ફૂડ (Negative Pranic Food):
લસણ,ડુંગળી,હિંગ
, મરચું,રીંગણ,કોફી
, આલ્કોહોલ અને આ કેટેગરીમાં આવતું બીજું બધું --આ બધી જ વસ્તુઓ આપણ Life સિસ્ટમને અચાનક સ્ટીમ્યુલેટ કરે છે અને પછી તેને ડાઉન કરે છે આ વસ્તુઓ આપણે ન ખાવી જોઈએ. સ્વામિનારાયણ પંથકમાં આનો ઉલ્લેખ છે અને તે લોકો તેને ફોલો પણ કરે છે.
કહેવાનો મતલબ એ છે કે (ધ પોઇન્ટ ઈઝ
)-- જ્યારે તમે નેગેટિવ પ્રાણિક ફૂડ ખાવ છો ત્યારે તમે ઈમોશનલી અસ્થિર થઈ જાવ છો અને એ પછી તમારી પર્સનલ લાઈફ, બિઝનેસ લાઈફ, એકેડમિક કે પછી ધાર્મિક બાબતો હોય.તમે તમારી શક્તિને ક્યારેય ફુલ પોટેન્શિયલ થી વાપરી શકતા નથી!!!
હા ,આ બધા ફૂડ તમે ક્યારેક ક્યારેક લઈ શકો પણ તેને તમારી રોજિંદા આદત ન બનાવો.
- ઝીરો પ્રાણીક ફૂડ (Zero Pranic Food):
બટાટા અને ટામેટા આ ઝીરો પ્રાણીક ફૂડના ઉત્તમ ઉદાહરણ છે!!! તે ફક્તને ફક્ત ટેસ્ટ માટે છે છતાં લોકો તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે!!!
આ ફૂડને કારણે આળસ, વધારે પડતી ઊંઘ
, ગેસ થાય છે!!! સ્ટુડન્ટ અને ધ્યાન કરવાવાળાએ આ ફૂડ ન લેવા જોઈએ.
- પોઝિટિવ પ્રાણીક ફૂડ (Positive Pranic Food):
ઝીરો પ્રાણી ફૂડ અને નેગેટિવ પ્રાણિક ફૂડ સિવાયની દરેક ફૂડ આઈટમ પોઝિટિવ પ્રાણીક ફુડ છે જેવી કે બધા જ પ્રકારના શાકભાજી, સૂકા મેવા, ફણગાવેલા કઠોળ,ફળો,સિંગદાણા વગેરે. આ ફૂડ આપણી રોજિંદા જીવનમાં લેવા જોઈએ.
Source: The book " A Taste of well being " written by Sadhguru
ખૂબ સરસ કેવી સાહેબ
ReplyDeleteઆભાર.....
Delete