ભગવત ગીતા અનુસાર, આપણા વિચારો, આપણા કાર્યો, આપણને મળતા લોકો અને ખૂબ જ મહત્વનું ફૂડ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે : હિન્દુ ધર્મના ધર્મગ્રંથ ભગવતગીતાના 17 માં ચેપ્ટર માં ભગવાન કૃષ્ણ ફુડને ત્રણ પ્રકારે વર્ણન કરે છે: Satvic (સાત્ત્વિક), Rajasik (રાજસિક), Tamasik(તામસિક)
- Satvic (સાત્ત્વિક): જે ફૂડ goodness (સારાપણું, good effect on somebody's Health) આપે, જીવનની વધારનારું, પવિત્રતાનું પ્રતિક,તમને તાકાત (Strength) આપે, સારું આરોગ્ય, ખુશીઓ અને સંતોષ આપે, જે ફૂડ પોષક તત્વોથી ભરપૂર હોય, કુદરતમાંથી સીધું મળનારું હોય, જે તમારા હૃદય માટે સારું હોય-- તે Satvic (સાત્ત્વિક) ફૂડ છે.
- Rajasik (રાજસિક): જે ફૂડ બહુ જ કડવું, બહુ ખાટુ, તીખું, સુકુ અને ગરમ છે, જે દુખાવો (Pain), તકલીફ (Distress), રોગ (Disease) માટે જવાબદાર છે -- તે Rajasik (રાજસિક) ફૂડ છે.
- Tamasik(તામસિક): જે ફૂડ ખાવાના ત્રણથી વધારે કલાક પહેલા બનેલું હોય ,જે સ્વાદ વગરનું, વાસી, દુર્ગંધ મારતું, વિઘટન પામેલું, ગંદુ હોય તે-- Tamasik(તામસિક) ફૂડ છે.
- શા માટે Satvic (સાત્ત્વિક) ફૂડ ?
અત્યારની લાઈફ સ્ટાઇલ આપણને હાઈ સ્ટ્રેસ, અનબેલેન્સ, ઓવર થીંકિંગ તરફ લઈ જાય છે.જેમાં આપણું જીવન રાજસિક અને તામસીક પ્રકારની જીવનશૈલી વચ્ચે ઝૂલતું રહે છે ખરેખર તેને આપણે Satvic તરફ લઈ જવું જોઈએ જે તમને ખુશીઓ, સંતોષ અને સેલ્ફ કંટ્રોલ આપે છે.
No comments:
Post a Comment