Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Monday, December 19, 2022

The Village of Cooks: કલાયુર (Kalayur), રસોયાઓનું ગામ કે જ્યાં દરેક ઘરે એક પુરુષ રસોયો છે, મસાલાઓની (Spices) સુંગધ, ભોજનની પવિત્રતા.... વિષે ખરેખર જાણવા જેવું છે...... અહીં ક્લિક કરો


આ વાત છે... તામિલનાડુ રાજ્યના કલાયુર (Kalayur) ગામ, કે જે રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે કે જ્યાં પ્રવેશતાની સાથે જ મસાલા (Spices) ની સુગંધ (aroma) અને પવિત્ર ભોજનની અનુભૂતિ તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે કે જ્યાં દરેક ઘરે એક પ્રોફેશનલ રસોયો (Cook) છે!!!!!!!!
દક્ષિણ ભારતમાં એવું  માનવામાં આવે છે કે કલાયુર એટલે ભોજનપ્રેમીઓનું  (foodie) સ્વર્ગ , કે જ્યાં ભોજનનો ટેસ્ટ અમૃત સમાન (nector) છે.
આ ગામની વિશેષતાઓ એ છે કે તેના દરેક ઘરમાં સારા Professional cook રહે છે. વધુમાં ત્યાં 200થી વધારે પુરુષ પ્રોફેશનલ કુક રહે છે.આ વિશેની વાર્તા ખરેખર રસપ્રદ છે. આની શરૂઆત 500 વર્ષ પહેલાં થઈ હતી જ્યારે ત્યાંના રેડિયર (ઉચ્ચ જાતિ) જાતિના વેપારી લોકો ત્યાંની વણિયર જાતિના (નીચી જાતિ) લોકોને કુક - રસોયા તરીકે રાખવા લાગ્યા, કે જેઓ સારુ ભોજન બનાવી જાણતા , તેમની પાસે food રેસિપીનું  જ્ઞાન હતું જેના થકી તેઓ ત્યાંના પરંપરાગત બ્રાહ્મણ રસોયા કરતાં સારી રસોઈ બનાવી જાણતા!!! એ સમયે ખેતીમાં કંઈ મળતું નહિ , જેનું મન બીજામાં ન લાગે તો તેઓ રસોઈનું કામ શીખી લેતા અને તે કામ કરતા.... ત્યાંથી આ પ્રથા ચાલુ થઈ અને આ ગામ " Village of Cooks"  બની ગયું.
અત્યારે દક્ષિણ ભારતમાં કલાયુરના રસોયાઓની વર્ષ દરમ્યાન ભારે માગ રહે છે કે જેઓ લગ્ન ,જન્મદિવસ, આવા દરેક પ્રસંગે સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે. તેઓ આ બાબતે એટલા expert છે કે જો તેમને ભોજનની દરેક સામગ્રી આપવામાં આવે તો તેઓ હજાર માણસોનું જમવાનું માત્ર 3 કલાકમાં તૈયાર કરી શકે છે!!!!!
કલાયુર ગામમાં રસોયો બનવું સહેલું નથી. કારણકે ત્યાં તે માટેની યોગ્યતાનું સ્ટાન્ડર્ડ બહુ ઊંચું છે!!!! ત્યાં રસોયો બનવા માટેની ટ્રેનીંગ જલ્દીમાં જલ્દી શરૂ કરવાની હોય છે. તેની કોઈ ઉંમર નથી. શરૂઆત Cooking ના બેઝિકથી-- શાકભાજી કટીંગ કરવા, તાજા Ingredients જેવા કે મસાલા, ફળફળાદિ , શાકભાજી ખેતરમાંથી વીણી લાવીને એકઠા કરવાથી થાય છે. આ રીતે ધીરે ધીરે કામ શીખતા અને અલગ અલગ ડીસો બનાવતા તેમને જ્ઞાન થતું રહે છે. આ રેસિપીઓ તેમના મગજ માં કાયમ માટે ફીટ થતી જાય છે. આવું અંદાજે દસ વર્ષ સુધી ચાલે છે. ત્યારબાદ જ તે પોતાની ટીમને લીડ કરવા માટે સક્ષમ બને છે તેને Head Chef -- માસ્ટર કહે છે. અહીં એક વાત નોધ કરવા જેવી છે કે તેઓ પોતાના ઘરે જમવાનું બનાવતા નથી ત્યાં તો સ્ત્રીઓ જ જમવાનું બનાવે છે!!! જે રીતે એક ભારતીય કુટુંબમાં હોય છે.
તેઓ દ્વારા બનેલું ફૂડ કેટલું સ્વાદિષ્ટ હોય છે ... તે જાણવા માટે તમે તિરૂપતિ, ચેન્નાઈ, મદુરાઈ ના ધાર્મિક સ્થળોએ ફરવા જાઓ ત્યાં તમને તેનો સ્વાદ ચાખવા મળે!!!! શકય હોય તો આ ગામની મુલાકાત જરુર લેશો.. નસીબ જોગે તમને તેમના હાથે બનાવેલ ફૂડ (nector- અમૃત)નો સ્વાદ ચાખવા મળી જાય!!!!!

Sunday, November 13, 2022

Kabhi Khaya Kya : ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: Kabhi Khaya Kya
  • Subscriber: 2.37lakh+ Subscriber  (જોનાર)
  • 525+ Videos
  • Founder: રોની મોદી
  • ચેનલ Review:
આ ચેનલ રોની મોદી નામના નવયુવાન, ફૂડ પ્રેમી દ્વારા ચલાવાય છે. જે પોતે ટ્રાવેલિંગ, વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી ના શોખીન છે. તેમને તેમના શોખને કારણે Youtube પર વિડીઓ અપલોડ કરવાનું ચાલું કર્યું અને સમયાંતરે આ ચેનલ ખૂબ લોકપ્રિય થઈ. તેમની ટેગ લાઈન -- EAT GOOD, FEEL GOOD તેમને આ ચેનલ દ્રારા સાર્થક કરી છે. આ ચેનલમાં તેમના દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ, ગામડાઓ ના લોકલ ફેમસ ફૂડને કવર કરવામાં આવ્યું છે. તેમાં તેમની સારી પ્રેઝન્ટેશન સ્કીલ, વિડિયોગ્રાફી સ્કીલની ઝલક દેખાય છે. ગુજરાતની લોકલ ગુજરાતી થાળી, ઉત્તર ગુજરાત ના તુવેર ટોઠા, સ્ટ્રીટ ફૂડ, હાઈવે ફૂડ, દરેક જગ્યાની ફેમસ વસ્તુની વિસ્તૃત વર્ણન આ ચેનલમાં કરવામાં આવ્યું છે. લોકલ ફૂડ ને એક અલગ જ ઓળખ-Identity અપાવવા બદલ ખરેખર રોની ભાઈનો આભાર માનવો રહ્યો. ખૂબ જ સરસ ચેનલ છે. એકવાર Subscribe કરીને જોવા જેવી ખરી!!!!!! 

Monday, November 7, 2022

Your Food Lab: You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: Your Food Lab
  • Subscriber: 38.5 lakh (જોનાર)
  • 1100+ Videos
  • Founder: Chef Sanjyot Keer
  • ચેનલ Review:
આ ચેનલ સંજયોત  કીર નામના યુવાન સેફ (રસોયા) દ્વારા ચલાવવામાં આવે છે. તે પંજાબી છે. તેમની આ ચેનલમાં વેજીટેરીયન રેસિપી, એગ રેસિપી, નોન- વેજીટેરીયન રેસિપી, સેન્ડવીચ રેસિપી, આલુ રેસિપી, અલગ અલગ ફ્યુજન રેસિપી, પનીર રેસિપી, પીઝા રેસિપી, રિજીયોનલ રેસિપી, નો - અનિયન નો - ગાર્લિક રેસિપી, રાઈઝ અને બિરીયાની રેસિપી, સોયા રેસિપી, ચાઈનીઝ રેસિપી, ચિકન રેસિપી, સુપ રેસિપી, ડેઝર્ટ - મીઠાઈ, પરાઠા રેસિપી, ચાટ રેસિપી, સ્ટ્રીટ સ્ટાઈલ ફૂડ રેસિપી, ઈવનિંગ સનેક્સ, બ્રેક ફાસ્ટ રેસિપી, દાલ રેસિપી, કેક રેસિપી, ફ્રેન્કી અને રોલ્સ, રોટી અને નાન રેસિપી, બર્ગર રેસિપી, સાઉથ ઈન્ડિયન રેસિપી, શેફ ફેવરીટ રેસિપી ના અદભૂત વિડીઓ છે. આ ચેનલ એક કંપ્લિટ "Cook Book" જેવી છે. તમામ રેસિપી તેમના દ્વારા બનાવવામાં તેમજ પ્રેઝેન્ટ કરવામાં આવે છે વધુમાં પ્રેઝેન્ટ કરવાની રીત, પ્રેઝેન્ટેશન, વિડીઓ એટલા અદભૂત છે કે Paid Subscription હોય તો પણ આપી શકાય. અદભૂત...અદભૂત......અદભૂત!!!!!  મારા મતે Youtuberમાં સર્વશ્રેષ્ઠ, પ્રેઝેન્ટેશન લાજવાબ, મારી અત્યાર સુધીની જોએલી Youtube food ચેનલોમાંની સર્વશ્રેષ્ઠ ચેનલ છે. મે તો Subscribe કરેલી છે. તમે પણ નવી ટેકનીક અને રેસિપીઓ જાણવા Subscribe કરજો.5/5 સ્ટાર ⭐.