એન્ટિઓકિસડન્ટ એવા પદાર્થો છે કે જે શરીરમાં લોહી સાથે ફરતાં ફ્રી રેડીકલ્સ (toxins) કે જે શરીરમાંના કોઈને કોઈ અવયવોને અને કોષોને નુકશાન પહોંચાડે છે!!! અને તેના કારણે હૃદય રોગ, કેન્સર અને બીજી ઘણી બધી બીમારીઓ થાય છે !!!!તેને શરીરની બહાર કાઢવાની કામગીરી (Protection) એન્ટિઓકિસડન્ટ કરે છે!!!
વળી આ ફ્રી રેડીકલ્સ એટલે શું?--તમે જે ફૂડ ખાવ છો તે ફૂડ ને તોડવાની પ્રક્રિયા દરમિયાન શરીર દ્વારા જે કચરો (waste=toxins) ઉત્પન્ન થાય છે તે અથવા તમાકુનું સેવન કરનારાઓના શરીરમાં નુકસાન કરતાં ઘટકો મોટી સંખ્યામાં જોવા મળે છે તે અથવા રેડિયેશનના સંપર્કમાં આવનાર વ્યક્તિના શરીરમાં જે ઉત્પન્ન થાય તે બધા વિષ તત્વો-toxins ને Free radicals કહે છે.
વિટામિન C, E, Plant base ફૂડમાં એન્ટિઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે --જેમાં ફ્રૂટ, વેજીટેબલ , મગફળી (Peanuts), સીડ(બીજ), હર્બસ (તુલસી, પુદીના), મસાલા (Spices), કોકો (Coco). આ બધું જ આપણે આપણા રોજિંદા ખોરાકમાં લેવું જોઈએ!!!!
આ લેવાથી body સારું feel કરશે!!!!