Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Thursday, January 22, 2026

Water (પાણી) ના સંદર્ભે PPM અને TDS એવા શબ્દો તમે સાંભળ્યા હશે ? તો આ શબ્દોને સમજવા માટે અહીં ક્લિક કરો

 



  • અત્યારે હાલ પાણી બાબતે બે શબ્દો બહુ ચર્ચામાં છે. -- PPM (Parts per Million), TDS (Total dissolved solids)
1. PPM (Parts per Million)
  • PPM એ માપનનો એક એકમ (Unit) છે.
  • અર્થ: 'પાર્ટ્સ પર મિલિયન' એટલે કે દસ લાખ ભાગમાં એક ભાગ.
  • ઉદાહરણ: જો પાણીમાં કોઈ અશુદ્ધિ 1 PPM છે, તો તેનો અર્થ એ કે 10 લાખ પાણીના ટીપાંમાં 1 ટીપું તે અશુદ્ધિનું છે.
  • વિજ્ઞાનની દ્રષ્ટિએ, 1 PPM એટલે 1 લિટર પાણીમાં 1 મિલિગ્રામ (1 mg/L) ઓગળેલો પદાર્થ.
2. TDS (Total Dissolved Solids)
  • TDS એ પાણીમાં ઓગળેલા કુલ પદાર્થોનું પ્રમાણ દર્શાવે છે.
  • અર્થ: 'ટોટલ ડિઝોલ્વડ સોલિડ્સ' એટલે કે પાણીમાં ઓગળેલા કુલ ઘન પદાર્થો.
  • શું હોય છે આમાં?: આમાં મુખ્યત્વે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ જેવા ક્ષારો (Salts) અને અન્ય કાર્બનિક પદાર્થોનો સમાવેશ થાય છે.
  • માપન: TDS ને માપવા માટેનો એકમ PPM છે.
  • કેટલું TDS હોવું જોઈએ?
સામાન્ય રીતે, પીવા માટેના પાણીનું TDS નીચે મુજબ ગણવામાં આવે છે:


ટુંકમાં કહીએ તો: TDS એ 'શું માપવું છે' (ઓગળેલા ક્ષારો) તે બતાવે છે, જ્યારે PPM એ 'કેટલા પ્રમાણમાં છે' (માપવાનો એકમ) તે બતાવે છે.


No comments:

Post a Comment