Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review. Show all posts
Showing posts with label ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review. Show all posts

Sunday, August 25, 2024

Village Rasoi: ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: Village Rasoi 
  • Subscriber: 2.89+ lakh (જોનાર)
  • 131+ Videos
  • Founder: 6 ગામડાના યુવાનો
  • ચેનલ Review:
આ વાત છે ભાવનગરના દરિયા કિનારે આવેલા ઝાઝમેર ગામના 6 ઉત્સાહી યુવાનોની કે જેઓ આ ચેનલમાં તેમના દ્વારા ગામઠી પધ્ધતિથી રસોઈ બનાવવાની રીતો ને કેમેરામાં કંડારી You tube ના માધ્યથી લોકો સુધી પહોંચાડી છે-આ ચેનલના યુવાનોએ  યુ ટ્યુબ ની એક બહુ જ પ્રચલિત ચેનલ Village Cooking Channel પરથી પ્રેરણા લીધી છે.અલગ અલગ ગુજરાતી  વાનગીઓ બનાવવામાં આવે છે અને તેને ખૂબ સરસ રીતે તેમાંના એક ભરતભાઈ મકવાણા કે જેઓ વિડિયો એડિટર અને કેમેરામેન છે તેઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. તેમના દ્વારા તદ્દન  અલગ પ્રાકૃતિક પદ્ધતિ ,દેશી મસાલા, ખેતરોમાંથી જરૂરી તમામ સામગ્રી લાવી રસોઈ બનાવવામાં આવે છે.તેઓ દ્વારા આ ભોજન આસપાસની 200+ શાળોમાં આવેલા બાળકોને  આપવામાં આવે છે. You tube દ્વારા  જે કમાણી થાય છે તેમાંથી તેઓ વાસણ, કેમેરા અને જરૂરી તમામ સામગ્રી લાવે છે. આમાંથી અમુક યુવાનો એવા પણ છે કે જેઓ વધારે ભણેલા નથી!!!!, મજૂરી  કામ અને કલરકામ કરે છે.વધુમાં તેમના ગામમાં Internet ની સુવિધા પણ ન હોવાના કારણે તેમને તળાજા જવું પડે છે. તેમના આ કામને લોકો દ્રારા બિરદાવવામાં આવ્યું છે. તેમને ગામલોકોનો બહુ જ સપોર્ટ મળી રહ્યો છે. ખરેખર આટલી ઓછી ફેસિલિટી અને સંશાધનો વગર પણ ખુબ જ સરસ કામ કરી શકાય તેનું ઉદાહરણ આ યુવાનોએ પૂરું પાડેલું છે. આ યુવાનોને દિલથી સલામ....

Sunday, November 13, 2022

Kabhi Khaya Kya : ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: Kabhi Khaya Kya
  • Subscriber: 2.37lakh+ Subscriber  (જોનાર)
  • 525+ Videos
  • Founder: રોની મોદી
  • ચેનલ Review:
આ ચેનલ રોની મોદી નામના નવયુવાન, ફૂડ પ્રેમી દ્વારા ચલાવાય છે. જે પોતે ટ્રાવેલિંગ, વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી ના શોખીન છે. તેમને તેમના શોખને કારણે Youtube પર વિડીઓ અપલોડ કરવાનું ચાલું કર્યું અને સમયાંતરે આ ચેનલ ખૂબ લોકપ્રિય થઈ. તેમની ટેગ લાઈન -- EAT GOOD, FEEL GOOD તેમને આ ચેનલ દ્રારા સાર્થક કરી છે. આ ચેનલમાં તેમના દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ, ગામડાઓ ના લોકલ ફેમસ ફૂડને કવર કરવામાં આવ્યું છે. તેમાં તેમની સારી પ્રેઝન્ટેશન સ્કીલ, વિડિયોગ્રાફી સ્કીલની ઝલક દેખાય છે. ગુજરાતની લોકલ ગુજરાતી થાળી, ઉત્તર ગુજરાત ના તુવેર ટોઠા, સ્ટ્રીટ ફૂડ, હાઈવે ફૂડ, દરેક જગ્યાની ફેમસ વસ્તુની વિસ્તૃત વર્ણન આ ચેનલમાં કરવામાં આવ્યું છે. લોકલ ફૂડ ને એક અલગ જ ઓળખ-Identity અપાવવા બદલ ખરેખર રોની ભાઈનો આભાર માનવો રહ્યો. ખૂબ જ સરસ ચેનલ છે. એકવાર Subscribe કરીને જોવા જેવી ખરી!!!!!! 

Thursday, October 27, 2022

jigarPatel Vlogs : ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: jigarPatel Vlogs
  • Subscriber: 1.49lakh+ Subscriber  (જોનાર)
  • 400+ Videos
  • Founder: Jigar Patel
  • ચેનલ Review:
આ ચેનલ જીગર પટેલ દ્વારા 2011થી ચલાવાય છે. તેમના વીડિયોમાં ગુજરાતની અલગ અલગ , સારા Food માટે જાણીતી જગ્યાઓ જેવી કે સ્ટ્રીટ ફુડ, રેસ્ટોરન્ટ, ઢાબા, કેફેના ઓવરઓલ Reviews અને Vlogging-- સ્થળ ઉપર જઈ ત્યાંની દરેક વસ્તુ, વાતાવરણ ને જાતે અનુભવવું એ પછી Food હોય કે ફરવાના સ્થળ!!!  આ બધી જ ફુડ સ્ટોરી તેઓ ગુજરાતી દેશી ભાષામાં જ રજૂ કરે છે, જે એની ખાસિયત છે. ખૂબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય થયેલી, Facebook અને Instagram માં "  thehungrygujju " નામે પેજ છે જેની મુલાકાત લેવાની ખરેખર મજા આવશે. જીગર દ્વારા પસંદ થયેલા અલગ અલગ સ્થળો, તે દરમિયાન રજૂ થતી Food Stories, Food Reviews ખરેખર કાબિલેદાદ છે, જ્યારે તમે ગુજરાતના અલગ અલગ સ્થળે ફરવા જાઓ ત્યારે આ ચેનલમાં બતાવેલ સ્થળોએ જજો ખરેખર સારી જગ્યાઓ Identify કરેલી છે, તમને સારું જમવાનું શોધવામાં સરળતા રહેશે. અને એમાંય જે ગુજરાતી થાળી ખાવાના શોખીન છે!!! તેમને તો આ ચેનલ Subscribe કરવી જ જોઈએ કારણ કે ગુજરાતી થાળીની ઓળખ ખૂબ જ સરસ Videography અને રજૂઆત જીગર દ્વારા કરવામાં આવેલ છે જે ખરેખર પ્રસંશાને પાત્ર છે.

Sunday, September 11, 2022

Kalpvruksh : ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: Kalpvruksh
  • Subscriber: 84.7+ thousands  (જોનાર)
  • 49+ Videos
  • Founder: પૂજ્ય અનુપમસ્વામી મહારાજ
  • ચેનલ Review:
આ ચેનલ સ્વામીનારાયણ પંથક ના પૂજ્ય એવા અનુપમસ્વામી મહારાજ દ્વારા ચલાવાય છે. કલ્પવૃક્ષ એટલે " દેવતાઈ વૃક્ષ" -- સ્વામીજી દ્વારા તેમાં પવિત્ર અને સાત્વીક રસોઈ કે જે ઘરમાં સહેલાઈથી બનાવી શકાય , તેઓ દ્વારા જાતે બનાવાય છે અને રજૂઆત કરાય છે તેના વિડીઓ પણ ખૂબ સરસ છે. તેમની રજૂઆત એકદમ સરળ અને ખૂબ જ સરસ રીતે કટીંગ કરેલા શાકભાજી, ગોઠવણ વગેરે બહુ જ સરસ હોય છે. તદુપરાંત રેસીપી સાથે શાસ્ત્રોકત જ્ઞાન, બીજું ઘણું બધું વ્યુઅર્સને પીરસે છે.
ખરેખર " Subscribe" કરવા જેવી ચેનલ છે. ગુજરાતી ભાષામાં સારી ફૂડ ચનલોમાંની એક માની શકાય. આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં આવા પવિત્ર અને સાત્વીક ભોજનનું મૂલ્ય ખરેખર ખુબ જ ઊંચુ છે. સ્વામીજીએ ખરેખર ચેનલના ટાઈટલ ને સાર્થક કર્યું છે અને આ માટે ખરેખર સ્વામીજીનો આભાર માનવો રહ્યો.

Tuesday, August 16, 2022

Gujju Ben na Nasta (Master Chef India વાળા - "બા"): You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: Gujju Ben na Nasta
  • Subscriber: 50000+ thousands  (જોનાર)
  • 93+ Videos
  • Founder: ઉર્મિલાબેન( 77 વર્ષના દાદી) + એમના પૌત્ર
  • ચેનલ Review:
આ ચેનલમાં ઉર્મિલાબેન, 77 વર્ષના દાદી દ્વારા અલગ- અલગ ગુજરાતી નાસ્તા, વાનગીઓ, ફેમિલી રેસીપી, અથાણાં, ફરસાણ વગેરે  બનાવવામાં આવે છે-- તેને ખૂબ સરસ રીતે દાદી દ્વારા રજૂ કરવામાં આવે છે. તેમના દ્વારા ઘરેલું જે નુસ્કા બતાવવામાં આવે છે જે કાબિલેદાદ છે.આ ઉંમરે આવી સરસ રીતે રજૂઆત કરવી ખરેખર અભિનંદનને પાત્ર છે. ખરેખર દરેક રેસીપી એટલી જ સિમ્પલ અને સરસ રીતે રજૂ કરે છે કે તેમનો આભાર માનવાનું મન થાય. ખરેખર Subscribe કરવા જેવી  ચેનલ છે. તેમની પોતાની Shop , મુંબઈ  માં "Gujju Ben na Nasta" નાનામે છે!!!!!!જેમાં તેઓદ્વારા બનાવેલ ગુજરાતી નાસ્તા, અથાણાં, ફરસાણ વેચે છે, લોકોને ખૂબ પ્રેમ ભાવથી ખવડાવે છે. તેમની ચેનલની પંચ લાઈન છે- " STRICTLY HOME MADE"  અને ખરેખર તેઓએ તેને સાર્થક કરી છે. gujjubennnanasta.in નામે વેબસાઈટ પણ છે જેના દ્વારા તમે ઓનલાઈન નાસ્તાની ખરીદી પણ કરી શકો છો. કોરોના મહામારી વખતે આ ચેનલ તેઓ અને તેમના પૌત્ર દ્વારા ચાલુ કરવામાં આવેલ , ખરેખર આ ઉંમરે આવી ધગસ અને જોસ અભિનંદનને પાત્ર છે.સોની ટીવી ઉપર આવતા બહુ જ ફેમસ પ્રોગ્રામ " Master Chef India -2023" માં સૌથી મોટી ઉંમરના Contestent તરીકે પસંદગી પામેલ હતા. અને "બા" ના હુલામણા નામથી ઓળખાયા.

Wednesday, July 27, 2022

Crazy For Indian Food : ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: Crazy For Indian Food
  • Subscriber: 5.52+ lakh (જોનાર)
  • 250+ Videos
  • Founder: નિકુંજ વસોયા
  • ચેનલ Review:
આ ચેનલના ફાઉન્ડર નિકુંજભાઈ વસોયા જામનગર ના નાનકડા ગામ ખીજડીયાના વતની છે. તે પોતે એક સારા Cook (રસોયા) છે.આ ચેનલમાં તેમના દ્વારા બનાવેલ ગુજરાતની અને આપણ  દેશની અલગ અલગ વાનગીઓ ને રજૂ કરવામાં આવે છે. આ ચેનલની ખાસિયત એ છે કે તેમની Cooking દરમ્યાન કોઈ પણ પ્રકારનું મૌખિક વર્ણન ન હોવા છતાં વ્યુઅર્સને તેઓના વિડિયો ખુબ પસંદ પડે છે એનું એક માત્ર કારણ તેઓની ટેકનિક અને પ્રેઝેન્ટ કરવાની રીત છે, ગામમાં કઈ રીતે  ડાયરેક્ટ ખેતરમાંથી તાજી શાકભાજી અને વસ્તુઓનો ઉપયોગ કરીને, એકદમ કુદરતી વાતાવરણમાં ફૂડને યુનિક રીતે બનાવી શકાય છે જેથી તેનો સ્વાદ જળવાઈ રહે.
 આ ચેનલ પર્સનલી મને પણ બહુ ગમે છે ખરેખર Subscribe કરી અને Cooking ની એક નવી જ સ્ટાઈલ શીખવા જેવી છે.આ ચેનલની બધી જ વિડિયોગ્રાફી, નેચરલ જગ્યાઓ માટે ખરેખર નિકુંજભાઈની તારીફ કરો એટલી ઓછી છે.


kamlesh Modi I 'm foodie: ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો


  • You Tube ચેનલનું નામ: kamlesh Modi I 'm foodie
  • Subscriber: 5.71+ lakh (જોનાર)
  • 1500+ Videos
  • Founder:  કમલેશ મોદી
  • ચેનલ Review:
આ ચેનલમાં એના ફાઉન્ડર કમલેશભાઈ મોદી દ્રારા ગુજરાતના અલગ અલગ પ્રાંતમાં જઈ ત્યાંની ફેમસ અને સારી જગ્યાઓની રૂબરૂ મુલાકાત લઈ જાતે જ એ ફૂડ ચાખીને તેના રિવ્યૂ આપવામાં આવે છે. ખૂબ Subscribe થયેલી, બહુ જ જાણીતી ફૂડ ચેનલ છે. તેમની ખાસિયત એ છે કે તેઓ દ્વારા નાનામાં નાની જગ્યાની નોંધ લઈ તેના ફૂડની વાત કરવી, તેમનું ફૂડ વિશેનું જ્ઞાન અને  વ્યુઅર્સ સામે વર્ણન કરવાની આવડત ખરેખર કાબિલેદાદ છે. જો તમે સ્વાદ ના શોખીન હોવ તો આ ચેનલ ખરેખર Subscribe કરવા જેવી છે.


Tuesday, July 26, 2022

EAT & DRIVE : ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો


  • You Tube ચેનલનું નામ: EAT & DRIVE
  • Subscriber: 3.41+ lakh (જોનાર)
  • 500+ Videos
  • Founder: આનંદ સાટા
  • ચેનલ Review:
આ ચેનલમાં એના ફાઉન્ડર આનંદ સાટા દ્રારા ગુજરાતના વિવિધ પ્રદેશો જેવા કે ઉ. ગુજરાત, દ. ગુજરાત, મધ્ય ગુજરાત તથા જાણીતા વિવિધ સ્થળો ની રૂબરૂ મુલાકાત લઈ ત્યાંની હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ખાણી પીણીની જગ્યાઓ, નાસ્તાના સ્થળો, સારી જગ્યાઓ કે જ્યાં સારુ ફૂડ મળતું હોય ત્યાં જઈ તેના માલિકો સાથે અવનવી વાતો કરે છે, ઉપરાંત વ્યુઅર્સને ત્યાંના ફૂડ વિશે માહિતી આપે છે. તે દરમિયાન તેઓ તે ફૂડને પોતે ખાય છે , અને દરેક ફુડનું અને તેના ટેસ્ટ નું અદ્ભુત વર્ણન કરે છે.
મારા મતે ગુજરાતી ફૂડ ચેનલોમાંની વન ઓફ ધ બેસ્ટ અને ખરેખર Subscribe કરવા જેવી.