આ વાત છે... તામિલનાડુ રાજ્યના કલાયુર (Kalayur) ગામ, કે જે રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે કે જ્યાં પ્રવેશતાની સાથે જ મસાલા (Spices) ની સુગંધ (aroma) અને પવિત્ર ભોજનની અનુભૂતિ તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે કે જ્યાં દરેક ઘરે એક પ્રોફેશનલ રસોયો (Cook) છે!!!!!!!!
દક્ષિણ ભારતમાં એવું માનવામાં આવે છે કે કલાયુર એટલે ભોજનપ્રેમીઓનું (foodie) સ્વર્ગ , કે જ્યાં ભોજનનો ટેસ્ટ અમૃત સમાન (nector) છે.
આ ગામની વિશેષતાઓ એ છે કે તેના દરેક ઘરમાં સારા Professional cook રહે છે. વધુમાં ત્યાં 200થી વધારે પુરુષ પ્રોફેશનલ કુક રહે છે.આ વિશેની વાર્તા ખરેખર રસપ્રદ છે. આની શરૂઆત 500 વર્ષ પહેલાં થઈ હતી જ્યારે ત્યાંના રેડિયર (ઉચ્ચ જાતિ) જાતિના વેપારી લોકો ત્યાંની વણિયર જાતિના (નીચી જાતિ) લોકોને કુક - રસોયા તરીકે રાખવા લાગ્યા, કે જેઓ સારુ ભોજન બનાવી જાણતા , તેમની પાસે food રેસિપીનું જ્ઞાન હતું જેના થકી તેઓ ત્યાંના પરંપરાગત બ્રાહ્મણ રસોયા કરતાં સારી રસોઈ બનાવી જાણતા!!! એ સમયે ખેતીમાં કંઈ મળતું નહિ , જેનું મન બીજામાં ન લાગે તો તેઓ રસોઈનું કામ શીખી લેતા અને તે કામ કરતા.... ત્યાંથી આ પ્રથા ચાલુ થઈ અને આ ગામ " Village of Cooks" બની ગયું.
અત્યારે દક્ષિણ ભારતમાં કલાયુરના રસોયાઓની વર્ષ દરમ્યાન ભારે માગ રહે છે કે જેઓ લગ્ન ,જન્મદિવસ, આવા દરેક પ્રસંગે સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે. તેઓ આ બાબતે એટલા expert છે કે જો તેમને ભોજનની દરેક સામગ્રી આપવામાં આવે તો તેઓ હજાર માણસોનું જમવાનું માત્ર 3 કલાકમાં તૈયાર કરી શકે છે!!!!!
કલાયુર ગામમાં રસોયો બનવું સહેલું નથી. કારણકે ત્યાં તે માટેની યોગ્યતાનું સ્ટાન્ડર્ડ બહુ ઊંચું છે!!!! ત્યાં રસોયો બનવા માટેની ટ્રેનીંગ જલ્દીમાં જલ્દી શરૂ કરવાની હોય છે. તેની કોઈ ઉંમર નથી. શરૂઆત Cooking ના બેઝિકથી-- શાકભાજી કટીંગ કરવા, તાજા Ingredients જેવા કે મસાલા, ફળફળાદિ , શાકભાજી ખેતરમાંથી વીણી લાવીને એકઠા કરવાથી થાય છે. આ રીતે ધીરે ધીરે કામ શીખતા અને અલગ અલગ ડીસો બનાવતા તેમને જ્ઞાન થતું રહે છે. આ રેસિપીઓ તેમના મગજ માં કાયમ માટે ફીટ થતી જાય છે. આવું અંદાજે દસ વર્ષ સુધી ચાલે છે. ત્યારબાદ જ તે પોતાની ટીમને લીડ કરવા માટે સક્ષમ બને છે તેને Head Chef -- માસ્ટર કહે છે. અહીં એક વાત નોધ કરવા જેવી છે કે તેઓ પોતાના ઘરે જમવાનું બનાવતા નથી ત્યાં તો સ્ત્રીઓ જ જમવાનું બનાવે છે!!! જે રીતે એક ભારતીય કુટુંબમાં હોય છે.
તેઓ દ્વારા બનેલું ફૂડ કેટલું સ્વાદિષ્ટ હોય છે ... તે જાણવા માટે તમે તિરૂપતિ, ચેન્નાઈ, મદુરાઈ ના ધાર્મિક સ્થળોએ ફરવા જાઓ ત્યાં તમને તેનો સ્વાદ ચાખવા મળે!!!! શકય હોય તો આ ગામની મુલાકાત જરુર લેશો.. નસીબ જોગે તમને તેમના હાથે બનાવેલ ફૂડ (nector- અમૃત)નો સ્વાદ ચાખવા મળી જાય!!!!!
No comments:
Post a Comment