ઉપરના ફોટોમાં બતાવ્યા મુજબ સ્ટાર આકારનું ડાર્ક બ્રાઉન કલરમાં હોય છે જેના દરેક બાહૂમાં (Arms) એક દાણો (Seed) હોય છે.તેનું ઉદ્ભવ સ્થાન ચીન , વિયેતનામ માનવામાં આવે છે. તેનો એક નૈસર્ગિક સ્વાદ ( own taste) હોય છે જે મસાલેદાર સ્વાદિષ્ટ વ્યંજનને એક અલગ ફ્લેવર અને એરોમા આપે છે.
ગુજરાતમાં ગુજરાતી દાળના વઘારમાં (Seasoning) બાદીયાનો ઉપયોગ થાય છે!!!! જે તેને એક નૈસર્ગિક સ્વાદ અને એરોમા આપે છે.એનેથોલ (Anethole) નામના તત્વના કારણે તેનો આ સ્વાદ અને એરોમાં હોય છે. તેનો ઉપયોગ બિરયાની ના મસાલા તૈયાર કરવા, મસાલા 'ચા' માં, ચાઈનીઝ, મલય અને ઈન્ડોનેશિયન Cuisineમાં થાય છે.બાદીયા એ સિકીમિક એસિડ (Shikimic Acid)નો મોટો સ્ત્રોત છે કે જેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે બહોળા પ્રમાણમાં થાય છે!!!!જેના દ્વારા ટેમી ફ્લૂ દવા બનાવવામાં આવી છે. 2009 માં આવેલા સ્વાઈન ફ્લૂ રોગચાળા દરમિયાન તેની અછત સર્જાઈ હતી અને તે વખતે સ્ટાર એનાઇસ -- બાદીયાના ભાવ વધી ગયેલા તેનું કારણ કે તે મુખ્ય રોમટીરીયલમાંથી સિકીમિક એસિડ (Shikimic Acid) મેળવાતું હતું. તે એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ છે.
