Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Friday, October 28, 2022

Book Review: A Taste of Well- Being (સુખાકારીનો સ્વાદ) by Sadhguru..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


 A Taste of Well - being સદગુરૂ  દ્વારા  લખેલ, Food વિશેના  એમના ગહન અભ્યાસ, જ્ઞાનની  છબી  છે. જેમાં સાત્વીક ભોજન ટેસ્ટી પણ હોઈ શકે!!!!તેની સરસ રજૂઆત કરી છે.ઈશા ફાઉન્ડેશન, બેંગલોર, કર્ણાટક માં ચાલતા અક્ષય- ઈશા કિચનમાં બનતી અલગ અલગ હેલ્થી ફૂડ ની રેસીપી સાથે Food વિશેની અવનવી વાતો ---જ્યુસ અને ટી, નેચરલ ફૂડ વિષે, સલાડ , અનાજની વાનગીઓ,  પ્રાણીક ફૂડ, શાકભાજી અને કરી, વેજ અને નોન વેજ, એકાદશી, ટિફિન અને ચટણીઓ, સ્નેકસ , સ્વીટસ, પાણી વિશેની અવનવી વાતો, રાંધવાની ટેકનિકો, સલાડ અને તેના ડ્રેસિંગની રીતો, વગાર (Seasoning) ની રીતો, ફણગાવેલા કઠોળનું  મહત્ત્વ, ગોળની (Jaggery) રસપ્રદ વાતો, પ્રોટીનના હેલ્થી સ્ત્રોતો અને Honey -  મધ વિશેની અનોખી વાતોનું  રસપ્રદ વર્ણન English  ભાષામાં કરેલું છે પણ જાણે કે ગુજરાતીમાં લખેલું હોય તેવું, સમજાય એવું અને વાંચવાની જિજ્ઞાસા થાય તેવા વર્ણન માટે ખરેખર સદગુરૂનો આભાર માનવો રહ્યો.

ઈશા ફાઉન્ડેશન, બેંગલોર ખાતે ચાલતા કિચનમાં આ બધી રેસીપીઓ બનાવાય છે, જેમાં Food અને Life -- ભોજન અને જીવન કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલું છે તેનું વર્ણન અદ્ભુત છે. આજના Fast Food ના યુગમાં , ખરેખર આ બુકમાં આપેલ રીતો, રેસિપી અપનાવવા જેવી છે. અત્યાર સુધીમાં મારા દ્વારા વાંચેલી Food વિશેની બુકોમાંની "વન ઓફ ધ બેસ્ટ"  કહી શકાય એવી આ બુક છે.5/5 સ્ટાર ⭐.

Thursday, October 27, 2022

jigarPatel Vlogs : ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: jigarPatel Vlogs
  • Subscriber: 1.49lakh+ Subscriber  (જોનાર)
  • 400+ Videos
  • Founder: Jigar Patel
  • ચેનલ Review:
આ ચેનલ જીગર પટેલ દ્વારા 2011થી ચલાવાય છે. તેમના વીડિયોમાં ગુજરાતની અલગ અલગ , સારા Food માટે જાણીતી જગ્યાઓ જેવી કે સ્ટ્રીટ ફુડ, રેસ્ટોરન્ટ, ઢાબા, કેફેના ઓવરઓલ Reviews અને Vlogging-- સ્થળ ઉપર જઈ ત્યાંની દરેક વસ્તુ, વાતાવરણ ને જાતે અનુભવવું એ પછી Food હોય કે ફરવાના સ્થળ!!!  આ બધી જ ફુડ સ્ટોરી તેઓ ગુજરાતી દેશી ભાષામાં જ રજૂ કરે છે, જે એની ખાસિયત છે. ખૂબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય થયેલી, Facebook અને Instagram માં "  thehungrygujju " નામે પેજ છે જેની મુલાકાત લેવાની ખરેખર મજા આવશે. જીગર દ્વારા પસંદ થયેલા અલગ અલગ સ્થળો, તે દરમિયાન રજૂ થતી Food Stories, Food Reviews ખરેખર કાબિલેદાદ છે, જ્યારે તમે ગુજરાતના અલગ અલગ સ્થળે ફરવા જાઓ ત્યારે આ ચેનલમાં બતાવેલ સ્થળોએ જજો ખરેખર સારી જગ્યાઓ Identify કરેલી છે, તમને સારું જમવાનું શોધવામાં સરળતા રહેશે. અને એમાંય જે ગુજરાતી થાળી ખાવાના શોખીન છે!!! તેમને તો આ ચેનલ Subscribe કરવી જ જોઈએ કારણ કે ગુજરાતી થાળીની ઓળખ ખૂબ જ સરસ Videography અને રજૂઆત જીગર દ્વારા કરવામાં આવેલ છે જે ખરેખર પ્રસંશાને પાત્ર છે.

Thursday, October 6, 2022

Akshaypatra Foundation: આપણા દેશમાં ચાલતું સૌથી મોટું Kitchen - Mid day meal કે જેનો ઈતિહાસ અને કામ ખરેખર વખાણવા લાયક છે!!!!!!જાણવા માટે અહીં ક્લિક કરો

આ વાત શરૂ થાય છે......... જયારે કોલકાતાના નજીકમાં આવેલા ગામ માયાપુર માં રહેતા સાધુ પરમ કૃપાળુ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે બાળકોના ટોળાને એઠવાડ માટે કૂતરાઓ સાથે લડતા જોયા, આ જોયા પછી તેમના હૃદય માં જે કરુણારૂપી પ્રતિજ્ઞા થઈ કે-- અમારા આશ્રમની આસપાસ રહેલ કોઈ પણ બાળક ભૂખ્યું ન જવું જોઈએ.
Akshaypatra Foundation Logo
આજ પ્રતિજ્ઞાના ફળ સ્વરૂપે " અક્ષયપાત્ર ફાઉન્ડેશન " ની સ્થાપના થઈ.
પરમ કૃપાળુ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

અક્ષયપાત્ર ફાઉન્ડેશને જૂન 2000 માં, કર્ણાટકના બેંગ્લોર માં Mid day meal - મધ્યાહન ભોજન કાર્યક્રમ શરૂ કર્યો. શરૂઆતમાં આ કામ સરળ નહોતું. મોહનદાસ પાઈ નામના સજ્જન દ્વારા ભોજનને શાળાઓ સુધી પહોચાડવા માટે પ્રથમ વાહન દાન કરવાની પહેલ કરી..... ત્યારબાદ એક પછી એક દાતાઓ મળતા ગયા!!! અને ફાઉન્ડેશને પણ સેવા કરવામાં પાછું વળીને જોયું નથી.
આ સંસ્થાનો મૂળ હેતુ એ હતો કે-- " ભારતમાં કોઈ પણ બાળક ભૂખમરાના કારણે શિક્ષણથી વંચિત ન રહે ". ફાઉન્ડેશનના લોગો માં પણ આ વાત સાર્થક થાય છે -- " unlimited food for education ".
બેંગ્લોરમાં પાંચ સરકારી શાળાઓમાં અંદાજે 1500થી વધારે બાળકોને મધ્યાહન ભોજન પીરસવાથી આની શરૂઆત થઈ અને આજે ભારત સરકાર અને વિવિધ રાજ્યોની સરકારો સાથે ભાગીદારીમાં તેમજ અનેક દાતાઓના દાન દ્વારા વિશ્વનું સૌથી મોટું Kitchen - રસોડું ચાલે છે. તેના માટે સારું મેનેજમેન્ટ, નવી ટેકનોલોજી, સ્માર્ટ એન્જિનીયરિંગનો ઉપયોગ થાય છે. સંસ્થા દરરોજ ભારતના લગભગ 12રાજ્યોમાં 33 થી વધારે સ્થળોએ 13000થી વધારે શાળાઓમાં 16 લાખથી વધારે બાળકોને તાજુ પોષણયુક્ત ભોજનનું વિતરણ કરે છે. 
આ ફાઉન્ડેશનનુ Heart તેના Kitchen છે. દરેક રાજ્યમાં કે જ્યાં આ સંસ્થાની પહોંચ છે ત્યાં તેઓ Central Kitchen - કેન્દ્રીય રસોડું ધરાવે છે. અને ત્યાંથી જ ભોજનનું વિતરણ વાહનો દ્વારા દરેક જગ્યાએ થાય છે. આ સિવાય સંસ્થા બીજા ઘણા કાર્યક્રમો જેવા કે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને ભોજન, ઓછા દરે ભોજન , ભાગેડું બાળકોને ભોજન, બેઘર લોકોને જમાડવા, આપત્તિ સમયની રાહત, ટ્યુશન્શ, સ્કીલ પ્રોગ્રામ, શિષ્યવૃતિ, સ્વાસ્થ્ય તપાસણી શિબિરો વગેરેનું આયોજન સમયાંતરે કરતી રહે છે.
અક્ષયપાત્ર  ફાઉન્ડેશન ભારતના 9 રાજ્યોમાં 20 સ્થળોએ Central Kitchen ધરાવે છે. જેમાં  એવડા મોટા રસોડા છે કે ત્યાં 1,00,000 જેટલી ડીશો રસોઈ બનાવવાની ક્ષમતા ધરાવે છે.આ સમગ્ર પ્રક્રિયા ઓટોમેટિક મશીનો દ્વારા, સ્વચ્છતા જાળવીને કરવામાં આવે છે.આ રસોડામાં ચાલતી પ્રક્રિયા, નમૂના, માર્ગદર્શન મહિલાઓના/પુરુષોના જૂથો દ્વારા થાય છે.
Central Kitchen નું કામ વહેલી સવારથી શરૂ થાય છે. જેમાં આ બધા રસોડા એક પૂર્વ નિર્ધારિત મેનુને અનુસરે છે. તમામ રસોડામાં રસોડાના ઉપયોગી સામાનોથી સજ્જ છે. રોટલી બનાવવાના મોટા મશીનો છે.1200 થી 3000લીટર જેટલી દાળ રાંધી શકાય , 500લીટર ચોખા રાંધી શકાય , તેટલી ક્ષમતાના સ્ટેનલેસ સ્ટીલના વાસણો હોય છે.  6000kg ઘઉંના લોટમાંથી અંદાજે 2,00,000 જેટલી રોટલી બનાવવાની ક્ષમતા છે.આ તમામ વાસણો SS 304 ફુડ ગ્રેડ સ્ટીલ માંથી બનેલા હોય છે. રસોડામાંથી આવતી/જતી તમામ આઈટમો/સામગ્રી ની ગુણવત્તાનું ચેકીંગ થાય છે. દરેક Kitchen રાંધવા માટે એક જ ધારા ધોરણની પ્રક્રિયાને અનુસરે છે. તેનું સંચાલન તાલીમબદ્ધ રસોઈયા અને ઉત્પાદન નિરીક્ષકો ધરાવે છે. દરેક વખતે ભોજનની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે. વાસણોને વરાળ દ્વારા સ્વચ્છ કરાય છે.ત્યારબાદ તૈયાર ભોજન તે વાસણોમાં ભરી Special તૈયાર કરાયેલા  Vehicles માં રાખી બાળકોને અપાય ત્યાં સુધી તેની તાજગી જળવાઈ રહે તે રીતે વિતરણ કરવામાં આવે છે. વાહનો GPS સીસ્ટમથી સજ્જ હોવાના કારણે તેનું ટ્રેકિંગ અને સમયસર વિતરણ, સલામતી નક્કી થાય છે. વિતરણ પ્રક્રીયા દરમિયાન શાળાનો ફિડ બેક પણ લેવાય છે. જેને અનુરૂપ પ્રક્રિયા વિતરણ માં બદલાવ કરાય છે. આ પ્રક્રિયા દરમિયાન માનવબળ ખરેખર તાલીમબદ્ધ અને કુશળ હોવું જોઈએ . એ માટે આ સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. સમયાંતરે આ બાબતના તાલીમી કાર્યક્રમો, આયોજનો થતા રહે છે. ખરેખર આ સંસ્થા દ્રારા જેટલી કુશળતાથી આ રસોડાઓને અને આ સીસ્ટમને સુ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે છે જે કાબિલેદાદ છે. ખરેખર તે માટે આ સંસ્થાનો આભાર માનવો રહ્યો.