Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Monday, November 7, 2022

Your Food Lab: You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: Your Food Lab
  • Subscriber: 38.5 lakh (જોનાર)
  • 1100+ Videos
  • Founder: Chef Sanjyot Keer
  • ચેનલ Review:
આ ચેનલ સંજયોત  કીર નામના યુવાન સેફ (રસોયા) દ્વારા ચલાવવામાં આવે છે. તે પંજાબી છે. તેમની આ ચેનલમાં વેજીટેરીયન રેસિપી, એગ રેસિપી, નોન- વેજીટેરીયન રેસિપી, સેન્ડવીચ રેસિપી, આલુ રેસિપી, અલગ અલગ ફ્યુજન રેસિપી, પનીર રેસિપી, પીઝા રેસિપી, રિજીયોનલ રેસિપી, નો - અનિયન નો - ગાર્લિક રેસિપી, રાઈઝ અને બિરીયાની રેસિપી, સોયા રેસિપી, ચાઈનીઝ રેસિપી, ચિકન રેસિપી, સુપ રેસિપી, ડેઝર્ટ - મીઠાઈ, પરાઠા રેસિપી, ચાટ રેસિપી, સ્ટ્રીટ સ્ટાઈલ ફૂડ રેસિપી, ઈવનિંગ સનેક્સ, બ્રેક ફાસ્ટ રેસિપી, દાલ રેસિપી, કેક રેસિપી, ફ્રેન્કી અને રોલ્સ, રોટી અને નાન રેસિપી, બર્ગર રેસિપી, સાઉથ ઈન્ડિયન રેસિપી, શેફ ફેવરીટ રેસિપી ના અદભૂત વિડીઓ છે. આ ચેનલ એક કંપ્લિટ "Cook Book" જેવી છે. તમામ રેસિપી તેમના દ્વારા બનાવવામાં તેમજ પ્રેઝેન્ટ કરવામાં આવે છે વધુમાં પ્રેઝેન્ટ કરવાની રીત, પ્રેઝેન્ટેશન, વિડીઓ એટલા અદભૂત છે કે Paid Subscription હોય તો પણ આપી શકાય. અદભૂત...અદભૂત......અદભૂત!!!!!  મારા મતે Youtuberમાં સર્વશ્રેષ્ઠ, પ્રેઝેન્ટેશન લાજવાબ, મારી અત્યાર સુધીની જોએલી Youtube food ચેનલોમાંની સર્વશ્રેષ્ઠ ચેનલ છે. મે તો Subscribe કરેલી છે. તમે પણ નવી ટેકનીક અને રેસિપીઓ જાણવા Subscribe કરજો.5/5 સ્ટાર ⭐.

Tuesday, November 1, 2022

હેલ્થી ડ્રીંક : લીંબુ (Lemon) પુદીનો (Mint) જ્યુસ...... જાણવા માટે અહીં ક્લિક કરો

 


2-વ્યક્તી માટે

  • સામગ્રી (Ingredients):
2- લીંબુ.
14-16 તાજા પુદીનાના પાંદડા.
મધ/ ખાંડ- સ્વાદ પ્રમાણે.

બનાવવાની રીત:
1. લીંબુનો રસ અને પુદીનાના પાંદડા સાથે બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો.
2. હવે 2 કપ ઠંડુ પાણી ,જરૂર પૂરતું મધ /ખાંડ નાખો.
3. આ સામગ્રીને ફરીથી બ્લેન્ડ કરો.
4. હવે ગરણી વડે જ્યુસ ગાળી ,ગ્લાસમાં લઈ ઠંડો જ સર્વ કરો.




Friday, October 28, 2022

Book Review: A Taste of Well- Being (સુખાકારીનો સ્વાદ) by Sadhguru..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


 A Taste of Well - being સદગુરૂ  દ્વારા  લખેલ, Food વિશેના  એમના ગહન અભ્યાસ, જ્ઞાનની  છબી  છે. જેમાં સાત્વીક ભોજન ટેસ્ટી પણ હોઈ શકે!!!!તેની સરસ રજૂઆત કરી છે.ઈશા ફાઉન્ડેશન, બેંગલોર, કર્ણાટક માં ચાલતા અક્ષય- ઈશા કિચનમાં બનતી અલગ અલગ હેલ્થી ફૂડ ની રેસીપી સાથે Food વિશેની અવનવી વાતો ---જ્યુસ અને ટી, નેચરલ ફૂડ વિષે, સલાડ , અનાજની વાનગીઓ,  પ્રાણીક ફૂડ, શાકભાજી અને કરી, વેજ અને નોન વેજ, એકાદશી, ટિફિન અને ચટણીઓ, સ્નેકસ , સ્વીટસ, પાણી વિશેની અવનવી વાતો, રાંધવાની ટેકનિકો, સલાડ અને તેના ડ્રેસિંગની રીતો, વગાર (Seasoning) ની રીતો, ફણગાવેલા કઠોળનું  મહત્ત્વ, ગોળની (Jaggery) રસપ્રદ વાતો, પ્રોટીનના હેલ્થી સ્ત્રોતો અને Honey -  મધ વિશેની અનોખી વાતોનું  રસપ્રદ વર્ણન English  ભાષામાં કરેલું છે પણ જાણે કે ગુજરાતીમાં લખેલું હોય તેવું, સમજાય એવું અને વાંચવાની જિજ્ઞાસા થાય તેવા વર્ણન માટે ખરેખર સદગુરૂનો આભાર માનવો રહ્યો.

ઈશા ફાઉન્ડેશન, બેંગલોર ખાતે ચાલતા કિચનમાં આ બધી રેસીપીઓ બનાવાય છે, જેમાં Food અને Life -- ભોજન અને જીવન કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલું છે તેનું વર્ણન અદ્ભુત છે. આજના Fast Food ના યુગમાં , ખરેખર આ બુકમાં આપેલ રીતો, રેસિપી અપનાવવા જેવી છે. અત્યાર સુધીમાં મારા દ્વારા વાંચેલી Food વિશેની બુકોમાંની "વન ઓફ ધ બેસ્ટ"  કહી શકાય એવી આ બુક છે.5/5 સ્ટાર ⭐.