આ વાત છે મહાભારતની...... એક બપોરના જમવાના સમયે, જ્યારે કૌરવો અને પાંડવો બંને જમવા સાથે બેસે છે અને તે દરમિયાન ભીષ્મ પિતામહ તેમની સામે એક શરત સાથે ભોજન કરવાનું કહે છે ,તેઓ કહે છે કે આજે ભોજન દરમિયાન તમારે તમારી કોણી વાળ્યા વગર ભોજન કરવાનું છે!!!!! બધા જ બાળકો ખૂબ જ પ્રયત્નો કરે છે પણ કોઈનો પણ કોળિયો મોઢામાં નથી જતો અને ભોજન બહાર પડી જાય છે!! આ જોઈ ભીષ્મપિતામહ મલકાય છે...આ દરમિયાન યુવરાજ યુધિષ્ઠિર તેના બાજુમાં બેઠેલા દુર્યોધનને એવું કહે છે કે આપણે એકબીજાને ખવડાવીએ તો પિતામહની શરતનું પાલન પણ કરી શકીશું..ત્યારબાદ બધા જ આ પ્રમાણે એકબીજાને ભોજન ખવડાવીને પિતામહની શરતનું પાલન કરે છે... આ જોઈને પિતામહ પણ હળવા સ્મિત સાથે યુધિષ્ઠિરને બિરદાવે છે!!!!!
Food-ભોજન એ એક પ્રકારે પોતે ભગવાન-God છે.કારણ કે એ આપણા જીવનને હંમેશા ચલાવે છે.ફૂડ એ એક જીવનનું બીજા જીવનમાં રૂપાંતરણ છે.તમે જ્યારે તે સમજી જશો ત્યારે તમે ખરા અર્થ માં ફૂડ પ્રત્યે કૃતજ્ઞ થશો. તમે ફૂડ સાથે જે રીતે વર્તશો એ રીતે ફૂડ તમારી સાથે વર્તશે.આ બ્લોગમાં ફૂડ જગતની અવનવી વાતો--ઇતિહાસની ન સાંભળેલી વાતો અને પ્રસંગો, ફૂડ-ધાર્મિક વાતો, રેસીપી, હેલ્થ કેર, હેલ્થી ઈટ્સ, હેલ્થી રીડ્સ, ફૂડ બુક્સ અને મેગેઝીન વિષે રિવ્યુ , યુ ટ્યુબની ફૂડ ચેનલો વિષે રિવ્યુ , ફૂડ અને સ્વભાવ, મેડિસન વિશેનો સમાવેશ થાય છે.
Sunday, June 25, 2023
Sunday, May 28, 2023
યાદ રાખવાની મહત્વપૂર્ણ બાબતો અને હેલ્થી રહેવા માટે થોડાક સૂચનો: જાણવા માટે અહીં ક્લિક કરો
1. બીપી: 120/80
2. પલ્સ: 70 - 100
3. તાપમાન: 36.8 - 37
4. શ્વાસ: 12-16
5. હિમોગ્લોબિન: પુરુષ -13.50-18
સ્ત્રી - 11.50 - 16
6. કોલેસ્ટ્રોલ: 130 - 200
7 પોટેશિયમ: 3.50 - 5
8. સોડિયમ: 135 - 145
9. ટ્રાઇગ્લિસરાઇડ્સ: 220
10. શરીરમાં લોહીનું પ્રમાણ: PCV 30-40%
11. સુગર લેવલ: બાળકો (70-130) પુખ્તો: 70 - 115
12. આયર્ન: 8-15 મિલિગ્રામ
13. શ્વેત રક્તકણો WBC: 4000 - 11000
14. પ્લેટલેટ્સ: 1,50,000 - 4,00,000
15. લાલ રક્તકણો RBC: 4.50 - 6 મિલિયન.
16. કેલ્શિયમ: 8.6 -10.3 mg/dL
17. વિટામિન D3: 20 - 50 ng/ml.
18. વિટામિન B12: 200 - 900 pg/ml.
35/40/50/60 વર્ષનાં વરિષ્ઠ લોકો માટે ખાસ ટીપ્સ:
*1- પ્રથમ ટીપ: જો તમને તરસ ન હોય અથવા જરૂર ન હોય તો પણ હંમેશા પાણી પીવો, સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેમાંથી મોટાભાગની સમસ્યા શરીરમાં પાણીની ઉણપને કારણે છે. દિવસ દીઠ ઓછામાં ઓછા 2 લિટર.
*2- બીજી ટીપ: શરીરથી બને તેટલું કામ કરો, શરીરની હલનચલન જેવી કે ચાલવું, તરવું અથવા કોઈપણ રમત હોવી જોઈએ.
*3- ત્રીજી ટીપ : ઓછુ ખાઓ... વધુ ખાવાની ઈચ્છા છોડી દો.. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખોરાક લેવો.
*4- ચોથી ટીપ: જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી વાહનનો ઉપયોગ કરશો નહીં. જો તમે કરિયાણા લેવા, કોઈને મળવા અથવા કામકાજ કરવા માટે ક્યાંક જઈ રહ્યાં છો, તો તમારા પગ પર ચાલવાનો અથવા સાઈકલ ચલાવીને જવાનો પ્રયાસ કરો. લિફ્ટ અને એસ્કેલેટરને બદલે સીડીઓ લો.
*5- ટીપ: ગુસ્સો છોડો, ચિંતા કરવાનું બંધ કરો, વસ્તુઓને અવગણવાનો પ્રયાસ કરો. સકારાત્મક લોકો સાથે વાત કરો અને તેમને સાંભળો. વધુમાં કોઈ કામમાં જે કામ થયું હોય તે વિશે ધ્યાન આપો, નહિ કે જે ન થયું હોય!!!! ઘ્યાન દોરો , પણ એના કારણે જે થયું છે એને અવગણો નહિ.
*6- ટીપ: પ્રથમ, પૈસા પ્રત્યેની લગાવ છોડી દો
તમારી આસપાસના લોકો સાથે જોડાઓ, હસો અને વાત કરો! પૈસા અસ્તિત્વ માટે છે, પૈસા માટે જીવન નથી.
*7-સાતમી નોંધ: તમારા વિશે અથવા તમે જે હાંસલ કરી શકતા નથી અથવા તમે જેનો આશરો લઈ શકતા નથી તેના વિશે ચિંતા કરશો નહીં.તેને અવગણો અને ભૂલી જાઓ.
*8- આઠમી સૂચના:પૈસા, પદ, પ્રતિષ્ઠા, શક્તિ, સુંદરતા, જાતિ અને પ્રભાવ; આ બધા અહંકારને વેગ આપે છે. નમ્રતા લોકોને પ્રેમની નજીક લાવે છે.
*9- નવમી ટીપ: જો તમારા વાળ સફેદ છે, તો તેનો અર્થ જીવનનો અંત નથી. આ એક સારા જીવનની શરૂઆત છે. આશાવાદી બનો, સ્મૃતિમાં જીવો, મુસાફરી કરો, આનંદ કરો. યાદો બનાવો! અને ખાસ તમને જે ગમે એ કરો (ઇકિગાઈ) જેમાં તમને આનંદ આવે.
*10- દસમી ટીપ: તમારા નાના બાળકોને પ્રેમ, સહાનુભૂતિ અને સ્નેહથી મળો! કટાક્ષ કંઈ બોલશો નહીં! તમારા ચહેરા પર સ્મિત મૂકો! બાળકો સાથે રમો અને ખાસ તમે પણ તમારી ઉંમરના મિત્રો સાથે રમો.
ભૂતકાળમાં તમે ગમે તેટલા મોટા પદ પર રહ્યા હોવ, વર્તમાનમાં તેને ભૂલી જાઓ અને વર્તમાન પ્રવાહમાં જોડાઓ!
Tuesday, May 2, 2023
ગમ અરેબિક (Gum arabic): દુનિયાની જરૂરિયાતનું 70% સુદાન દેશ પૂરું પાડે છે. સુદાનમાં ગૃહ યુદ્ધના કારણે તેના વૈશ્વિક પુરવઠા ઉપર અસર થઈ છે.આ ગમ અરેબિક શું છે? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- ગમ અરેબિક ચીકણો, પાણીમાં ઓગળી જાય તેવો (Soluble in water), શાહી જેવો, કોલ્ડ્રિંક્સ અને કેન્ડી માં વપરાતો ખાધ (edible) પદાર્થ છે. તેનો ઉપયોગ ફૂડ સ્ટેબિલાઇઝર (લાંબા સમય સુધી ફૂડનું બંધારણ ટકી રહે તે માટે જવાબદાર પદાર્થ), ઇમલ્સિફાયર અથવા ઘટ્ટ કરનાર તરીકે થાય છે, જે સ્વાદ જેવા અન્ય ગુણોને અસર કર્યા વિના ખાદ્ય ઉત્પાદનોની રચનામાં સુધારો કરે છે.
- મોટાભાગની Food Industry- એફએમસીજી અને પીણા ની કંપનીઓ આ પદાર્થની ઉપયોગકર્તા છે - ફૂડ સ્ટેબિલાઇઝર.
- વધુમાં પ્રિન્ટિંગ, પેઇન્ટ્સ, ગ્લ્યું, કોસ્મેટિક (સૌંદર્ય પ્રસાધનો) લખવાની શાહી માં Viscosity ને Control કરે અને ટેકસટાઈલ ઉધોગમાં વપરાય છે.
- સુદાનમાં તેને "ગમ આફ્રિકા" કહે છે.
- ખાસ પ્રકારના બાવળના( Acacia trees) ઝાડ માંથી મળે છે જે સુદાનમાં જ જોવા મળે છે.
- સુદાનમાં અલગ અલગ જગ્યાએ રહેતા લોકો આ બાવળના આછા લાલ રંગના ગુંદરને કાઢે છે. પછી ગુંદરને સુદાન માં આવેલી રિફાઇનરીમાં રિફાઇન કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પેક કરવામાં આવે છે.
- ગમ સુદાન કંપનીનું કહેવું છે કે તે સુદાનમાં રહેતા હજારો લોકોની આજીવિકાનું સાધન છે.
- આ પદાર્થની સૌથી મોંઘી જાત ની કિંમત અંદાજે 3000 ડોલર પ્રતિ ટન છે.
- હાલમાં ચાલતા ગ્રુહ યુદ્ધ કારણે તેની સપ્લાય ચેનને અસર થઈ છે.
- કોકાકોલા અને પેપ્સીકો જેવી કંપનીઓએ આ સ્થિતિને જોતા ત્રણ થી છ મહિનાનું પુરવઠો ભરી લીધો છે.કારણ કે તે કંપનીઓ મુખ્ય ઉપયોગકર્તા છે.
- હાલ યુદ્ધના કારણે વિસ્તારોમાંથી રોડની અડચણના કારણે ગમ અરેબિક પ્રાપ્ત કરવો મુશ્કેલ છે.
- એપ્રિલ 28 2023, REUTERS (ન્યુઝ એજન્સી) ના જણાવ્યા પ્રમાણે ગમ અરેબિકના પુરવઠા ની અછતને કારણે સોફ્ટ ડ્રિંક્સ અને કોસ્મેટિકના ઉત્પાદન ઉપર અસર થશે.
- રિચાર્ડ ફિનેગન , પ્રોકયુરમેન્ટ મેનેજર (ખરીદ કરનાર), કેરી ગ્રુપ કે જે દુનિયાની લગભગ બધી જ ફૂડ અને બેવરેજ કંપનીઓને ગમ અરેબિક સપ્લાય કરે છે.તેમનું કહેવું છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો વૈશ્વિક સ્તરે સ્થાનિક નામે જે બ્રાન્ડેડ એફએમસીજી અને પીણાના સામાનના ઉત્પાદન ઉપર અસર થશે.
Subscribe to:
Comments (Atom)