Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Sunday, May 28, 2023

યાદ રાખવાની મહત્વપૂર્ણ બાબતો અને હેલ્થી રહેવા માટે થોડાક સૂચનો: જાણવા માટે અહીં ક્લિક કરો

 1. બીપી: 120/80
 2. પલ્સ: 70 - 100
 3. તાપમાન: 36.8 - 37
 4. શ્વાસ: 12-16
 5. હિમોગ્લોબિન: પુરુષ -13.50-18
 સ્ત્રી - 11.50 - 16
 6. કોલેસ્ટ્રોલ: 130 - 200
 7 પોટેશિયમ: 3.50 - 5
 8. સોડિયમ: 135 - 145
 9. ટ્રાઇગ્લિસરાઇડ્સ: 220
 10. શરીરમાં લોહીનું પ્રમાણ: PCV 30-40%
 11. સુગર લેવલ: બાળકો (70-130) પુખ્તો: 70 - 115
 12. આયર્ન: 8-15 મિલિગ્રામ
 13. શ્વેત રક્તકણો WBC: 4000 - 11000
 14. પ્લેટલેટ્સ: 1,50,000 - 4,00,000
 15. લાલ રક્તકણો RBC: 4.50 - 6 મિલિયન.
 16. કેલ્શિયમ: 8.6 -10.3 mg/dL
 17. વિટામિન D3: 20 - 50 ng/ml.
 18. વિટામિન B12: 200 - 900 pg/ml.
 35/40/50/60 વર્ષનાં વરિષ્ઠ લોકો માટે ખાસ ટીપ્સ:
 *1- પ્રથમ ટીપ: જો તમને તરસ ન હોય અથવા જરૂર ન હોય તો પણ હંમેશા પાણી પીવો, સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેમાંથી મોટાભાગની સમસ્યા શરીરમાં પાણીની ઉણપને કારણે છે.  દિવસ દીઠ ઓછામાં ઓછા 2 લિટર.
 *2- બીજી ટીપ: શરીરથી બને તેટલું કામ કરો, શરીરની હલનચલન જેવી કે ચાલવું, તરવું અથવા કોઈપણ રમત હોવી જોઈએ.
 *3- ત્રીજી ટીપ : ઓછુ ખાઓ... વધુ ખાવાની ઈચ્છા છોડી દો.. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખોરાક લેવો.
*4- ચોથી ટીપ: જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી વાહનનો ઉપયોગ કરશો નહીં.  જો તમે કરિયાણા લેવા, કોઈને મળવા અથવા કામકાજ કરવા માટે ક્યાંક જઈ રહ્યાં છો, તો તમારા પગ પર ચાલવાનો અથવા  સાઈકલ ચલાવીને જવાનો પ્રયાસ કરો. લિફ્ટ અને એસ્કેલેટરને બદલે સીડીઓ લો.
 *5- ટીપ: ગુસ્સો છોડો, ચિંતા કરવાનું બંધ કરો, વસ્તુઓને અવગણવાનો પ્રયાસ કરો. સકારાત્મક લોકો સાથે વાત કરો અને તેમને સાંભળો. વધુમાં કોઈ કામમાં જે કામ થયું હોય તે વિશે ધ્યાન આપો, નહિ કે જે ન થયું હોય!!!! ઘ્યાન દોરો , પણ એના કારણે જે થયું છે એને અવગણો નહિ.
 *6- ટીપ: પ્રથમ, પૈસા પ્રત્યેની લગાવ છોડી દો
 તમારી આસપાસના લોકો સાથે જોડાઓ, હસો અને વાત કરો!  પૈસા અસ્તિત્વ માટે છે, પૈસા માટે જીવન નથી.
 *7-સાતમી નોંધ: તમારા વિશે અથવા તમે જે હાંસલ કરી શકતા નથી અથવા તમે જેનો આશરો લઈ શકતા નથી તેના વિશે ચિંતા કરશો નહીં.તેને અવગણો અને ભૂલી જાઓ.
 *8- આઠમી સૂચના:પૈસા, પદ, પ્રતિષ્ઠા, શક્તિ, સુંદરતા, જાતિ અને પ્રભાવ; આ બધા અહંકારને વેગ આપે છે. નમ્રતા લોકોને પ્રેમની નજીક લાવે છે.
 *9- નવમી ટીપ: જો તમારા વાળ સફેદ છે, તો તેનો અર્થ જીવનનો અંત નથી.  આ એક સારા જીવનની શરૂઆત છે.  આશાવાદી બનો, સ્મૃતિમાં જીવો, મુસાફરી કરો, આનંદ કરો.  યાદો બનાવો! અને ખાસ તમને જે ગમે એ કરો (ઇકિગાઈ) જેમાં તમને આનંદ આવે.
 *10- દસમી ટીપ: તમારા નાના બાળકોને પ્રેમ, સહાનુભૂતિ અને સ્નેહથી મળો!  કટાક્ષ કંઈ બોલશો નહીં!  તમારા ચહેરા પર સ્મિત મૂકો! બાળકો સાથે રમો અને ખાસ તમે પણ તમારી ઉંમરના મિત્રો સાથે રમો.
ભૂતકાળમાં તમે ગમે તેટલા મોટા પદ પર રહ્યા હોવ, વર્તમાનમાં તેને ભૂલી જાઓ અને વર્તમાન પ્રવાહમાં જોડાઓ!

Tuesday, May 2, 2023

ગમ અરેબિક (Gum arabic): દુનિયાની જરૂરિયાતનું 70% સુદાન દેશ પૂરું પાડે છે. સુદાનમાં ગૃહ યુદ્ધના કારણે તેના વૈશ્વિક પુરવઠા ઉપર અસર થઈ છે.આ ગમ અરેબિક શું છે? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • ગમ અરેબિક ચીકણો, પાણીમાં ઓગળી જાય તેવો (Soluble in water), શાહી જેવો, કોલ્ડ્રિંક્સ અને કેન્ડી માં વપરાતો  ખાધ (edible) પદાર્થ છે. તેનો ઉપયોગ ફૂડ સ્ટેબિલાઇઝર (લાંબા સમય સુધી ફૂડનું બંધારણ ટકી રહે તે માટે જવાબદાર પદાર્થ), ઇમલ્સિફાયર અથવા ઘટ્ટ કરનાર તરીકે થાય છે, જે સ્વાદ જેવા અન્ય ગુણોને અસર કર્યા વિના ખાદ્ય ઉત્પાદનોની રચનામાં સુધારો કરે છે.
  • મોટાભાગની Food Industry- એફએમસીજી અને પીણા ની કંપનીઓ આ પદાર્થની ઉપયોગકર્તા છે - ફૂડ સ્ટેબિલાઇઝર.
  • વધુમાં પ્રિન્ટિંગ, પેઇન્ટ્સ, ગ્લ્યું, કોસ્મેટિક (સૌંદર્ય પ્રસાધનો) લખવાની શાહી માં Viscosity ને Control કરે અને ટેકસટાઈલ ઉધોગમાં વપરાય છે.
  • સુદાનમાં તેને "ગમ આફ્રિકા" કહે છે.
  • ખાસ પ્રકારના બાવળના( Acacia trees) ઝાડ માંથી મળે છે જે સુદાનમાં જ જોવા મળે છે.
  • સુદાનમાં અલગ અલગ જગ્યાએ રહેતા લોકો આ બાવળના આછા લાલ રંગના ગુંદરને કાઢે છે. પછી ગુંદરને સુદાન માં આવેલી રિફાઇનરીમાં રિફાઇન કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પેક કરવામાં આવે છે.
  • ગમ સુદાન કંપનીનું કહેવું છે કે તે સુદાનમાં રહેતા હજારો લોકોની આજીવિકાનું સાધન છે.
  • આ પદાર્થની સૌથી મોંઘી જાત ની કિંમત અંદાજે 3000 ડોલર પ્રતિ ટન છે.
  • હાલમાં ચાલતા ગ્રુહ યુદ્ધ કારણે તેની સપ્લાય ચેનને અસર થઈ છે.
  • કોકાકોલા અને પેપ્સીકો જેવી કંપનીઓએ આ સ્થિતિને જોતા ત્રણ થી છ મહિનાનું પુરવઠો ભરી લીધો છે.કારણ કે તે કંપનીઓ મુખ્ય ઉપયોગકર્તા છે.
  • હાલ યુદ્ધના કારણે વિસ્તારોમાંથી રોડની અડચણના કારણે ગમ અરેબિક પ્રાપ્ત કરવો મુશ્કેલ છે.
  • એપ્રિલ 28 2023, REUTERS (ન્યુઝ એજન્સી) ના જણાવ્યા પ્રમાણે ગમ અરેબિકના પુરવઠા ની અછતને કારણે સોફ્ટ ડ્રિંક્સ અને કોસ્મેટિકના ઉત્પાદન ઉપર અસર થશે.
  • રિચાર્ડ ફિનેગન , પ્રોકયુરમેન્ટ મેનેજર (ખરીદ કરનાર), કેરી ગ્રુપ કે જે દુનિયાની લગભગ બધી જ ફૂડ અને બેવરેજ કંપનીઓને ગમ અરેબિક સપ્લાય કરે છે.તેમનું કહેવું છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો વૈશ્વિક સ્તરે સ્થાનિક નામે જે બ્રાન્ડેડ એફએમસીજી અને પીણાના સામાનના ઉત્પાદન ઉપર અસર થશે.

Monday, April 10, 2023

Satvic (સાત્ત્વિક) ફૂડ Concept: ભારતીય સંસ્કૃતિનું એક અજાણ્યું પાસું..... જાણવા માટે અહીં ક્લિક કરો

Satvic (સાત્ત્વિક) ફૂડ : જે ફૂડ goodness (સારાપણું, good effect on somebody's Health) આપે, જીવનની વધારનારું, પવિત્રતાનું પ્રતિક,તમને તાકાત (Strength) આપે, સારું આરોગ્ય, ખુશીઓ અને સંતોષ આપે, જે ફૂડ પોષક તત્વોથી ભરપૂર હોય, કુદરતમાંથી સીધું મળનારું હોય, જે તમારા હૃદય માટે સારું હોય-- તે Satvic (સાત્ત્વિક) ફૂડ છે.

  • જે ફૂડ તાજુ હોય, આરોગ્ય વર્ધક (unprocessed, unrefined) હોય, પાણીથી ભરપુર હોય, તાજુ રાંધેલું હોય, થોડું  વઘારેલું (seasoned) હોય, કુદરતમાંથી મળેલું સાત્ત્વિક હોય.
  • Satvic (સાત્ત્વિક) ફૂડ એ living food (જીવતું) છે કે જેમાં જીવ ઉર્જા (life energy) રહેલી છે. જે સીધું જ nature માંથી મળે છે. જેમાં માણસનો હસ્તક્ષેપ ખૂબ ઓછો હોય છે.
ઉ. દા. 
બધા જ તાજા ફળો-- દ્રાક્ષ, મોસંબી, પપૈયું, સફરજન, સ્ટ્રોબેરી વગેરે.
બધા જ તાજા અને લીલા શાકભાજી, ભાજી વગેરે.
નારિયેળ, બદામ, કાજુ, સીંગદાણા.. વગેરે.
આખું અનાજ જેવું કે  આખા ઘઉં, બાજરી, જુવાર, બ્રાઉન રાઈઝ... વગેરે
  • સાત્ત્વિક ફૂડ એ સાજુ કરનાર (Healing- કોઈ પણ રોગ ને જડમુળમાંથી મટાડનાર) ફૂડ છે. તે પચવામાં હળવું હોય છે જેના કારણે જ્યારે તમે તેને ખાવ છો ત્યારે તમારી બોડી તેને પચવા માટે ઓછો સમય લે છે અને  બાકીનો સમય તમારા શરીરને સાજા કરવા માટે  ફાળવે છે.
  • જ્યારે તમે સાત્વિક ફૂડ ડાયટને અને લાઈફ સ્ટાઈલને પસંદ કરો છો ત્યારે તમે તમારા કાયમી રોગો (Chronic Disease) નું નિવારણ કરી શકો છો અને એ પણ કોઈ પણ પ્રકારની દવા (Medicine) વગર!!!!
  • Satvic (સાત્ત્વિક)  ફૂડ ના ફાયદામાં તમારી ફિઝિકલ બોડી તો સારી રહેશે જ સાથે સાથે તમારા વિચારોમાં પણ પરિવર્તન આવશે. તમારામાં માનસિક સ્થિરતા, શાંતપણું, માનવતાપણું આવશે જે અત્યારની ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં હેલ્થી બોડી માટે ખૂબ જ જરૂરી છે અને વધુમાં આપણે પ્રકૃતિના સાનિધ્યમાં રહીશું.. એનાથી રૂડું બીજું શું હોય!!!!
                                 " Health is wealth "