Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, May 2, 2023

ગમ અરેબિક (Gum arabic): દુનિયાની જરૂરિયાતનું 70% સુદાન દેશ પૂરું પાડે છે. સુદાનમાં ગૃહ યુદ્ધના કારણે તેના વૈશ્વિક પુરવઠા ઉપર અસર થઈ છે.આ ગમ અરેબિક શું છે? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • ગમ અરેબિક ચીકણો, પાણીમાં ઓગળી જાય તેવો (Soluble in water), શાહી જેવો, કોલ્ડ્રિંક્સ અને કેન્ડી માં વપરાતો  ખાધ (edible) પદાર્થ છે. તેનો ઉપયોગ ફૂડ સ્ટેબિલાઇઝર (લાંબા સમય સુધી ફૂડનું બંધારણ ટકી રહે તે માટે જવાબદાર પદાર્થ), ઇમલ્સિફાયર અથવા ઘટ્ટ કરનાર તરીકે થાય છે, જે સ્વાદ જેવા અન્ય ગુણોને અસર કર્યા વિના ખાદ્ય ઉત્પાદનોની રચનામાં સુધારો કરે છે.
  • મોટાભાગની Food Industry- એફએમસીજી અને પીણા ની કંપનીઓ આ પદાર્થની ઉપયોગકર્તા છે - ફૂડ સ્ટેબિલાઇઝર.
  • વધુમાં પ્રિન્ટિંગ, પેઇન્ટ્સ, ગ્લ્યું, કોસ્મેટિક (સૌંદર્ય પ્રસાધનો) લખવાની શાહી માં Viscosity ને Control કરે અને ટેકસટાઈલ ઉધોગમાં વપરાય છે.
  • સુદાનમાં તેને "ગમ આફ્રિકા" કહે છે.
  • ખાસ પ્રકારના બાવળના( Acacia trees) ઝાડ માંથી મળે છે જે સુદાનમાં જ જોવા મળે છે.
  • સુદાનમાં અલગ અલગ જગ્યાએ રહેતા લોકો આ બાવળના આછા લાલ રંગના ગુંદરને કાઢે છે. પછી ગુંદરને સુદાન માં આવેલી રિફાઇનરીમાં રિફાઇન કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પેક કરવામાં આવે છે.
  • ગમ સુદાન કંપનીનું કહેવું છે કે તે સુદાનમાં રહેતા હજારો લોકોની આજીવિકાનું સાધન છે.
  • આ પદાર્થની સૌથી મોંઘી જાત ની કિંમત અંદાજે 3000 ડોલર પ્રતિ ટન છે.
  • હાલમાં ચાલતા ગ્રુહ યુદ્ધ કારણે તેની સપ્લાય ચેનને અસર થઈ છે.
  • કોકાકોલા અને પેપ્સીકો જેવી કંપનીઓએ આ સ્થિતિને જોતા ત્રણ થી છ મહિનાનું પુરવઠો ભરી લીધો છે.કારણ કે તે કંપનીઓ મુખ્ય ઉપયોગકર્તા છે.
  • હાલ યુદ્ધના કારણે વિસ્તારોમાંથી રોડની અડચણના કારણે ગમ અરેબિક પ્રાપ્ત કરવો મુશ્કેલ છે.
  • એપ્રિલ 28 2023, REUTERS (ન્યુઝ એજન્સી) ના જણાવ્યા પ્રમાણે ગમ અરેબિકના પુરવઠા ની અછતને કારણે સોફ્ટ ડ્રિંક્સ અને કોસ્મેટિકના ઉત્પાદન ઉપર અસર થશે.
  • રિચાર્ડ ફિનેગન , પ્રોકયુરમેન્ટ મેનેજર (ખરીદ કરનાર), કેરી ગ્રુપ કે જે દુનિયાની લગભગ બધી જ ફૂડ અને બેવરેજ કંપનીઓને ગમ અરેબિક સપ્લાય કરે છે.તેમનું કહેવું છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો વૈશ્વિક સ્તરે સ્થાનિક નામે જે બ્રાન્ડેડ એફએમસીજી અને પીણાના સામાનના ઉત્પાદન ઉપર અસર થશે.

Monday, April 10, 2023

Satvic (સાત્ત્વિક) ફૂડ Concept: ભારતીય સંસ્કૃતિનું એક અજાણ્યું પાસું..... જાણવા માટે અહીં ક્લિક કરો

Satvic (સાત્ત્વિક) ફૂડ : જે ફૂડ goodness (સારાપણું, good effect on somebody's Health) આપે, જીવનની વધારનારું, પવિત્રતાનું પ્રતિક,તમને તાકાત (Strength) આપે, સારું આરોગ્ય, ખુશીઓ અને સંતોષ આપે, જે ફૂડ પોષક તત્વોથી ભરપૂર હોય, કુદરતમાંથી સીધું મળનારું હોય, જે તમારા હૃદય માટે સારું હોય-- તે Satvic (સાત્ત્વિક) ફૂડ છે.

  • જે ફૂડ તાજુ હોય, આરોગ્ય વર્ધક (unprocessed, unrefined) હોય, પાણીથી ભરપુર હોય, તાજુ રાંધેલું હોય, થોડું  વઘારેલું (seasoned) હોય, કુદરતમાંથી મળેલું સાત્ત્વિક હોય.
  • Satvic (સાત્ત્વિક) ફૂડ એ living food (જીવતું) છે કે જેમાં જીવ ઉર્જા (life energy) રહેલી છે. જે સીધું જ nature માંથી મળે છે. જેમાં માણસનો હસ્તક્ષેપ ખૂબ ઓછો હોય છે.
ઉ. દા. 
બધા જ તાજા ફળો-- દ્રાક્ષ, મોસંબી, પપૈયું, સફરજન, સ્ટ્રોબેરી વગેરે.
બધા જ તાજા અને લીલા શાકભાજી, ભાજી વગેરે.
નારિયેળ, બદામ, કાજુ, સીંગદાણા.. વગેરે.
આખું અનાજ જેવું કે  આખા ઘઉં, બાજરી, જુવાર, બ્રાઉન રાઈઝ... વગેરે
  • સાત્ત્વિક ફૂડ એ સાજુ કરનાર (Healing- કોઈ પણ રોગ ને જડમુળમાંથી મટાડનાર) ફૂડ છે. તે પચવામાં હળવું હોય છે જેના કારણે જ્યારે તમે તેને ખાવ છો ત્યારે તમારી બોડી તેને પચવા માટે ઓછો સમય લે છે અને  બાકીનો સમય તમારા શરીરને સાજા કરવા માટે  ફાળવે છે.
  • જ્યારે તમે સાત્વિક ફૂડ ડાયટને અને લાઈફ સ્ટાઈલને પસંદ કરો છો ત્યારે તમે તમારા કાયમી રોગો (Chronic Disease) નું નિવારણ કરી શકો છો અને એ પણ કોઈ પણ પ્રકારની દવા (Medicine) વગર!!!!
  • Satvic (સાત્ત્વિક)  ફૂડ ના ફાયદામાં તમારી ફિઝિકલ બોડી તો સારી રહેશે જ સાથે સાથે તમારા વિચારોમાં પણ પરિવર્તન આવશે. તમારામાં માનસિક સ્થિરતા, શાંતપણું, માનવતાપણું આવશે જે અત્યારની ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં હેલ્થી બોડી માટે ખૂબ જ જરૂરી છે અને વધુમાં આપણે પ્રકૃતિના સાનિધ્યમાં રહીશું.. એનાથી રૂડું બીજું શું હોય!!!!
                                 " Health is wealth "

Friday, April 7, 2023

Satvic (સાત્ત્વિક), Rajasik (રાજસિક), Tamasik(તામસિક) ફૂડ અને જીવનમાં Satvic ફૂડનું મહત્ત્વ.... જાણવા માટે અહીં ક્લિક કરો

ભગવત ગીતા અનુસાર, આપણા વિચારો, આપણા કાર્યો, આપણને મળતા લોકો અને ખૂબ જ મહત્વનું ફૂડ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે : હિન્દુ ધર્મના ધર્મગ્રંથ ભગવતગીતાના 17 માં ચેપ્ટર માં ભગવાન કૃષ્ણ ફુડને ત્રણ પ્રકારે વર્ણન કરે છે: Satvic (સાત્ત્વિક), Rajasik (રાજસિક), Tamasik(તામસિક) 
  • Satvic (સાત્ત્વિક): જે ફૂડ goodness (સારાપણું, good effect on somebody's Health) આપે, જીવનની વધારનારું, પવિત્રતાનું પ્રતિક,તમને તાકાત (Strength) આપે, સારું આરોગ્ય, ખુશીઓ અને સંતોષ આપે, જે ફૂડ પોષક તત્વોથી ભરપૂર હોય, કુદરતમાંથી સીધું મળનારું હોય, જે તમારા હૃદય માટે સારું હોય-- તે Satvic (સાત્ત્વિક) ફૂડ છે.
  • Rajasik (રાજસિક): જે ફૂડ બહુ જ કડવું, બહુ ખાટુ,  તીખું, સુકુ અને ગરમ છે, જે  દુખાવો (Pain), તકલીફ (Distress), રોગ (Disease) માટે જવાબદાર છે -- તે Rajasik (રાજસિક) ફૂડ છે.
  • Tamasik(તામસિક): જે ફૂડ ખાવાના ત્રણથી વધારે કલાક પહેલા બનેલું હોય ,જે સ્વાદ વગરનું, વાસી, દુર્ગંધ મારતું, વિઘટન પામેલું, ગંદુ હોય તે-- Tamasik(તામસિક) ફૂડ છે.

  • શા માટે Satvic (સાત્ત્વિક) ફૂડ ?

અત્યારની લાઈફ સ્ટાઇલ આપણને હાઈ સ્ટ્રેસ, અનબેલેન્સ, ઓવર થીંકિંગ તરફ લઈ જાય છે.જેમાં આપણું જીવન રાજસિક અને તામસીક પ્રકારની જીવનશૈલી વચ્ચે ઝૂલતું રહે છે ખરેખર તેને આપણે Satvic તરફ લઈ જવું જોઈએ જે તમને ખુશીઓ, સંતોષ અને સેલ્ફ કંટ્રોલ આપે છે.