Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Sunday, August 21, 2022

એકાદશી: ઉપવાસ (Fasting) નો રાજા , આપણી સંસ્કૃતિની આ રીત દરેકે અપનાવવા જેવી છે..... જાણવા માટે અહીં ક્લિક કરો


  • આજના આ ફાસ્ટફૂડના જમાનામાં  ઉપવાસ (Fasting) ની વાત કરવી....એટલે કદાચ વાત સૌના ગળે ન પણ ઉતરે.... પણ અત્યારની ખાણીપીણીની આદતો જોઈને એવું લાગે છે કે જો આ પેઢી  ઉપવાસ નહી કરે તો તેમનાં મશીન (શરીર) જામ થઈ જશે!!!!! અને અંતે તો " Health is Wealth" જ છે ને... ત્યારે પૈસાનું મહત્ત્વ રહેતું નથી. હમણાંનો જ દાખલો આપું, રાકેશ ઝુનઝુનવાલા, શેર માર્કેટનો બહુ મોટો ખેલાડી છેવટે  44000કરોડની સંપત્તિ છોડીને ભગવાનના ઘેર ગયો!! કારણ તેં કેટલાય રોગોથી પીડાતો હતો!!!!! 
  • એટલે શરીર સાચવવું, શરીરના અંગોને રેસ્ટ આપવો ખૂબ મહત્ત્વનો બની જાય છે.... એટલે જ આપણે ઉપવાસ કરવો જોઈએ. હું આ લેખમાં કઈ તમને  એકાદશી શું છે, ક્યારે આવે એ બઘું હું કહેવાનો નથી....આ લેખ લખવા પાછળનો મારો હેતુ ફક્ત આજની પેઢીને સાચી દિશા આપવાનો છે.... બાકી એકાદશી કે અગિયારસ વિશે બધાને ખબર જ છે. પરંતુ એકાદશી એ ઋષિમુનિઓ દ્વારા ગ્રહોની સ્થિતિ ને આપણા શરીર સાથે તાલ મિલાવીને નક્કી કરેલો દિવસ છે એટલે આપણે એ દિવસને ધ્યાનમાં લઈશું. ઉપવાસ શરીર માટે જરૂરી છે એ સાયન્ટિફિકલી પણ સાબિત થયેલું છે.
  • મહિનાની અંદર બે એકાદશી આવે છે. એ દિવસે આપણે ફક્ત જળ અને ફળાહાર લઈ શકાય છે. અન્ન નો સંપૂર્ણ ત્યાગ કરવો.. પછી પેલું કહેતા નથી-- ફરાળી દાબેલી, ફરાળી ભેલ, ફરાળી સમોસા.... ફરાળી ઘણું બધું એ બઘું ખાવાનું નથી!!!!!!!!
  • આ દરમિયાન તમારું શરીર આરામ લે છે, શરીરમાં રહેલ બધા ભાગો ને આરામ અને પોતાને સાફ કરવાનો સમય મળી રહે છે.શરીર નું ડિટોકસિંગ પણ થતું રહે છે. જેથી બીજા દિવસે ફરીથી સારી રીતે કામ કરી શકે!!!
  • એકાદશી કેલેન્ડર માં બતાવેલી હોય છે અથવા મોબાઈલ દ્વારા પણ જાણી શકાય છે. સ્વામીનારાયણ પંથના કેલેન્ડરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.
  • સાથે સાથે તેનું આધ્યત્મિક મહત્ત્વ પણ છે- જેમાં એ દિવસોમાં ભગવાનનું સ્મરણ કરવું, શ્લોક બોલવા, સારો વ્યવહાર કરવો, ગુસ્સે ન થવું, સદાય હસતા રહેવું , બીજાને Help કરવી , દાન કરવું, અબોલ પશુ પક્ષીઓને ખવડાવવું --    આવું કરવાથી તમારી અંદર  આત્મ વિશ્વાસ,  આત્મ સંતોષ , પ્રભુ પ્રત્યેનો લગાવ વધી જાય છે. એટલે જ આપણી સંસ્કૃતિમાં ઋષિ મુનિઓ દ્વારા એકાદશીને જીવનના એક ભાગ તરીકે વર્ણવેલી છે.

Saturday, August 20, 2022

નાઈલ નદીનો મગર (Crocodile) અને ટીટોડી (Plover Birds): એકબીજાને મદદરૂપ થવાથી બંનેનું જીવન કેટલું સારી રીતે પસાર થાય છે... જાણીને નવાઈ પામશો!!!! જાણવા અહીં ક્લિક કરો


  • ઈજિપ્તની નાઈલ નદીનો મગર- જાયન્ટ હોવાથી તેનું મુખ બધા માટે ડરામણી જગ્યા  લાગે છે, તે જે માંસ ખાય છે તેના ટુકડા તેના દાંત માં ફસાઈ ગયેલા હોય છે, લાંબા ગાળે તેમાં કીટકો પેદા થાય અને દાંતને નુકસાન પહોંચાડે છે. આનાથી બચવા કુદરતે તેને એક સારો બિઝનેસ પાર્ટનર આપ્યો છે - જેનું નામ છે Plover Birds (ટીટોડી વર્ગનું એક પક્ષી) કે જેને મગર તેના જડબામાં  બેસવા દે છે!!!!!! આ બધું જોઈ આપણને આશ્ચર્ય થાય પરંતુ પક્ષીવિદો અને પ્રાણીવિદો દ્વારા આ ઘટના રૂબરૂ જોવાયેલી અને ઈતિહાસમાં આલેખાયેલી છે!!!
  •  મગર ટીટોડીને  તેના દાંતમાં ફસાયેલા માંસના ટુકડા અને કીટકોને વીણી ખાવા દે છે. તે દરમ્યાન મગર કોઈ પણ પ્રકારની હલનચલન કરતો નથી. હીરોડોટસ નામના ગ્રીક વિદ્દાને તેનું નામ એટલે જ  "ક્રોકોડાઈલ બર્ડ" એવું રાખેલું. પાછળથી પક્ષીવિદોએ તેનું નામ " ઈજીપ્સિયન પ્લોવર બર્ડ" રાખેલ. આ રીતે આ પક્ષી મગરના દાંત સાફ કરવાનું કામ કરે છે સામે તેની ભૂખ સંતોષાય છે. મગર માટે તો એ ટૂથ બ્રશ અને ટૂથ પિક સમાન છે.

Friday, August 19, 2022

અજમો અને તુલસીનો રસ: ઉધરસ અને કફ (Wet Cough) માટે રામબાણ ઈલાજ... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અજમો

તુલસી

  • જો કોઈને કફ થઈ ગયો હોય ,કફ (Wet Cough) ખખડતો હોય અને મટતો ન હોય તો, મોટા પાંદડા વાળો અજમાનાં પાંદડા ( ઉપર આપેલી ઈમેજ માં બતાવેલ) અને તુલસી નાં પાંદડા જરૂર પ્રમાણે લઈ, સારી રીતે ધોઈ,  તેને વાટી લઈ તેનો રસ કાઢો, ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે શુદ્ધ મધ લઈ બરાબર મિક્સ કરો. આ મિશ્રણને બે - બે ચમચી સવાર- સાંજ આપો. મોટેરા અને નાના બાળકો ને પણ આપી શકાય છે.
  • મોટા પાંદડા વાળો અજમાનાં પાંદડા ( ઉપર આપેલી ઈમેજ માં બતાવેલ) પેટના પ્રોબ્લેમમાં તેનો રસ પીવાથી ઘણી જ રાહત રહે છે.
  • આમાં કોઈને કફ ઉલટી વાટે બહાર નીકળશે અથવા તો ઝાડા વાટે નીકળશે!!!!!!!