Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Thursday, August 4, 2022

Village Cooking Channel: You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો


  • You Tube ચેનલનું નામ: Village Cooking Channel
  • Subscriber: 1.75 crore (જોનાર)
  • 211+ Videos
  • Founder: Team Village Cooking Channel
  • ચેનલ Review:
આ ચેનલ ટીમ - વિલેજ કુકીગ ચેનલ દ્વારા ચલાવાય છે. આ ચેનલમાં  એક દાદા દ્વારા તેમની ટીમ સાથે ગામમાં કઈ રીતે Cooking થાય છે? , ગામના લોકો માટે, ગરીબ લોકો માટે, નાના ભૂલકાઓ માટે તેઓ દ્વારા અલગ અલગ વાનગીઓ બહુ જ મોટા પ્રમાણમાં કઈ રીતે બનાવાય છે? -- તે બતાવાય છે. આ દરમિયાન રસોઈમાં વપરાતા Ingredients નું કટીંગ તેમની ટીમ દ્વારા થાય છે તે ખરેખર કાબિલેદાદ છે. તેમની કટીંગ ની Skill ખરેખર વખાણવાલાયક છે. વધુમાં વિડિઓગ્રાફીમાં બતાવેલ લોકેશન, કુદરતી વાતાવરણ અને બીજું ઘણું બધું ખરેખર જોવા લાયક છે. હા, ફુડ નો પ્રકાર અલગ હોઈ શકે,પણ તેના પાછળનો હેતુ બધે જ સરખો હોય છે. આ ચેનલના Subscriber પણ સારા એવા છે.

Wednesday, August 3, 2022

Liziqi (ચાઈનીઝ છોકરી) :You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો


  • You Tube ચેનલનું નામ: Liziqi
  • Subscriber: 1.71 crore (જોનાર)
  • 128+ Videos
  • Founder: લીઝિકી 
  • ચેનલ Review:
આ ચેનલ એક ચાઈનીઝ છોકરી--Liziqi (લીઝિકી) , Youtuber ચલાવે છે.You tube ઉપર સૌથી વધારે લોકપ્રિય, Subscriber ,Views ધરાવતી ચેનલ છે. આ ચેનલની ખાસિયત એ છે કે લીઝિકી અને તેના દાદી ચીનના એક નાનકડા ગામમાં રહે છે, કુદરતના ખોળે ત્યાં તે તેનું રૂટિન કામ કરતી હોય છે જેવું કે ખેતી કરવી, જમવાનું બનાવવું, નવી નવી યુનિક વસ્તુઓ બનાવવી, અને એ પણ કોઈ પણ પ્રકારની વર્બલ રજૂઆત વગર  --આ બધુ તે વીડિયો દ્વારા તેના વ્યુઅર્સને બતાવે છે, વિડિઓગ્રાફી અને લોકેશન માટે ખરેખર Liziqi નો આભાર માનવો રહ્યો. તેની ફુડ બનાવવાની કળા ખરેખર કાબિલેદાદ છે. Youtubers માં આ ચેનલ બહુ જ લોકપ્રિય છે. પર્સનલી મારી ફેવરીટ, અને Subscribe કરેલી, હા ફુડ નો પ્રકાર અલગ હોઈ શકે!!!! પણ તેના પાછળ રહેલો હેતુ તો બધે એક જ હોય છે. ખરેખર Cooking ની અને કુદરતના ખોળે રહેવાની મજા, મહેનતના ફળની મજા, સાથે સાથે સંતોષભર્યું જીવન કેવી રીતે જીવી શકાય તે માટે ખરેખર આ ચેનલ જોવા જેવી છે.

Kunal Kapur: You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: Kunal Kapur
  • Subscriber: 47.2 lakh (જોનાર)
  • 820+ Videos
  • Founder: કુણાલ કપૂર
  • ચેનલ Review:
આ ચેનલના ફાઉન્ડર કુણાલ કપૂર ખુબ જાણીતા સેફ , મિસેલિયન star chef એવોર્ડ થી સન્માનિત , Youtuber છે. ભારત સહિત અલગ અલગ દેશોમાં તેમની રેસ્ટોરન્ટસ છે. જો તમને યાદ હોય તો " Master Chef "  નામનો કાર્યક્રમ આવતો તેમાં તેઓ જજ તરીકે જોવા મળતા!!!! સારા વક્તા-explainer અને સારા સલાહકાર છે. આ ચેનલમાં તેઓ દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે, તે દરમિયાન દરેક નાની નાની બારીક બાબતો જેવી કે મસાલા, સ્વાદ, ingredients ની ખુબ જ સરસ વાતો કરે છે. વિડિયોગ્રાફી અને કિચનના સેટ નું લોકેશન એટલું સરસ હોય છે કે ખરેખર વિડિઓ જોવાની મઝા પડી જાય!!!! મારી ફેવરેટ  ચેનલોમાની એક અને હુ  રેગ્યુલર આ ચેનલ જોવુંછું. મેં તો Subscribe કરેલી જ છે.Cooking ની અલગ અલગ યુનિક ટેકનિક જાણવા તમે પણ આ ચેનલ Subscribe કરજો. ફાઉન્ડરે વિડિઓ બનાવવા માટે ખૂબ મહેનત કરી હોય એવું લાગે છે!!!!