Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, March 28, 2023

Summer (ઉનાળો): ઉનાળામાં તમને કયું Food (ફૂડ) Cool રાખશે?.. જાણવા માટે અહીં ક્લિક કરો

ઉનાળામાં ગરમી અને ડીહાઇડ્રેશન (પાણીની કમી),ખંજવાળ (Itchiness)  થકાવપણાનો અનુભવ થાય છે. તેનાથી રક્ષણ મેળવવા આપણે--પાણી ,લીંબુનો રસ ,તરબૂચ ખાતા હોઈએ છીએ પરંતુ એના સિવાય પણ એવા કેટલાય પદાર્થો છે કે જે આપણા દાદીમાં ઉપયોગ કરતા જે તમારી બોડીને ઠંડી રાખી છે!!!
1. કોકમ (Kokam): 
કોકમનો જ્યુસ બોડીને  કુલિંગ ઇફેક્ટ (Cooling Effect) આપે છે. તે તમારી તરસ તો છીપાવે જ છે સાથે સાથે ડીહાઈડ્રેશનથી પણ બચાવે છે જે Antioxidants (એન્ટીઓક્સીડન્ટ) અને Anti inflammatory (એન્ટી ઇન્ફ્લેમએન્ટ્રી) હોય છે .જે કેન્સર સેલ ને બનતા રોકે છે. હાઇડ્રોક્સિલએસિટીક એસિડ તેમાં હોય છે જે કાર્બોહાઈડ્રેટ્સ નું ફેટમાં રૂપાંતર થતું અટકાવે છે અને ફેટને જમા થવા દેતું નથી. જેનો મુખ્ય ફાયદો એ છે કે નસોનું બ્લોકેજ થતું નથી.
2. કાળી સૂકી કિસમિસ (Dried Black Currants): 
કાળી સુખી કિસમિસ એ ફાઇબર, કોપર ,મેંગેનીઝ ,પોટેશિયમ નો ભરપુર સ્રોત છે. તેમાં રહેલ પોટેશિયમ તમારા સ્નાયુઓના હલનચલન મગજની ગતિવિધિ યોગ્ય રીતે થાય તે માટે જવાબદાર છે. જ્યારે તમારી બોડીમાં પાણી ઓછું થઈ જાય છે ત્યારે આ પોટેશિયમ બોડીને ટકાવવાનું કામ કરે છે.
3. વરિયાળી (Fennel Seeds): 
વરીયાળી ને પોતાની સુગંધ હોય છે અને તે મસાલા અને દવા પણ ઉપયોગી છે. મુખવાસમાં એનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થાય છે. તે એન્ટીઇન્ફ્લાયમેન્ટરી, એન્ટિઓક્સિડન્ટ, કફ નાશક હોય છે. તેમાં વિટામિન સી,પોટેશિયમ, મેંગેનીઝ, આયર્ન,ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તે આપણી બોડીમાં પરસેવાનું (perspiration) પ્રમાણ વધારી શરીરના તાપમાનને (Body Temperature) જાળવી રાખે છે.
4. ખડી સાકર (Khadishaker),Mishri,Rock Sugar:
આ મોટા દાણા વાળી ખાંડ છે, જે ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ ધરાવે છે. ઉનાળામાં બનતા દરેક પીણામાં ખડી સાકરનો ઉપયોગ થાય છે. ઉનાળાના સખત તડકાથી બચવા ખડી સાકર અને વરિયાળીનું પાણી એક ઉત્તમ પીણું છે !!!તમારા મગજને  શાંત (Soothing effect on mind) બોડીને રિલેક્સ અને stress ફ્રી રાખે છે!!!
5. Sattu (સત્તુ):
સત્તુ તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે તેની ઘઉં અથવા ચણામાંથી મેળવવામાં આવે છે . સત્તુ, લીંબુના બે ત્રણ ટીપા, મીઠું અને જીરા પાવડર એક સારું હેલ્ધી ડ્રિંક છે. આ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આપણે ત્યાં ઓછું ચલણ છે. એટલે કદાચ એના વિશે ના પણ જાણતા હોય એવું બને!!!!
આ સિવાય દહીં છાશ કાચી કેરી તરબૂચ દુધી ફુદીનાના પત્તા નો ઉપયોગ કરી શકો છો.
વધુમાં ઉનાળામાં જમવાનું થોડું હળવું રાખવું જોઈએ જેથી ઈઝીલી પચી જાય.ઓઇલી ફાસ્ટ ફૂડ તો ન જ ખાવું જોઈએ!!! વધારે પડતી ચા અને કોફી ન પીવી જોઈએ તેની જગ્યાએ ગ્રીન- ટી જે AntiOxidants છે તેનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળાની સિઝન સિવાયના ફળો અને શાકભાજીની વાપરવા ન જોઈએ.

Tuesday, March 21, 2023

લીમડાનો મોર (Neem flower Juice): મોર બનાવવાની પદ્ધતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


ચૈત્ર માસમાં પડતી ગરમી સામે ઠંડક આપે છે, ચામડીના રોગો સામે રક્ષણ આપે, કોલેરા ટાઇફોઇડ-- પેટના રોગોનો રામબાણ ઈલાજ , સારું "Blood purifier" અને આખું વર્ષ તમને રોગમુક્ત રાખે એવું એક માત્ર ઔષધ એટલે લીમડાનો મોર.
બનાવવાની પદ્ધતિ:
1. સૌપ્રથમ લીમડા ઉપરથી લીમડાના મોરને સવારે ઉતારી લઈ તેમાંથી સફેદ કલરના ફૂલોને એક બાઉલમાં લઈ બરોબર ધોઈ લો.ત્યારબાદ તેને ખાંડી લો.
2. આ સફેદ ખાંડેલા ફૂલોને એક માટીના વાસણમાં લઈ પાણીમાં ડૂબે તે રીતે આખી રાત રાખો.
3. બીજા દિવસે સવારે તેને પીસીની અથવા દબાવીને બરોબર રસ કાઢો. અને  ગરણી થી ગળી લો.
4. હવે ,સવારે બ્રશ કર્યા પછી, નરણા કોઠે (નાસ્તો કર્યા પહેલા) આખો ગ્લાસ પી જવો.( ન ભાવે તો નાક દબાવીને પણ પી જવું)
5. ચૈત્ર માસ શરૂ થાય ત્યારથી નવ દિવસ સુધી સતત પીવો.
6. પીધા પછી , એક કલાક કશું જ ખાવું કે પીવું નહિ.
આમ કરવાથી આખું વરસ નિરોગી રહેશો એની ગેરંટી છે!!!


Finland (ફિનલેન્ડ): Nature અને Food તેને " World Happiest Country " કઈ રીતે બનાવે છે ? જાણવા માટે અહીં ક્લિક કરો


20 માર્ચ, 2023 ના રોજ વાર્ષિક યુનાઇટેડ નેશન વર્લ્ડ હેપ્પીએસ્ટ  કન્ટ્રી 2023નો રિપોર્ટ જાહેર થયો.જેમાં યુરોપના ફિનલેન્ડ દેશને સતત છઠ્ઠી વાર " World Happiest Country " ના કિતાબથી નવાજવામાં આવ્યો.આમાં આપણા દેશનો નંબર 126 રહ્યો.ફિનલેન્ડને આ ટાઇટલ મુખ્યત્વે ચાર કારણોને કારણે મળ્યું:  Nature (કુદરતી વાતાવરણ), (Food) ફૂડ, Life Style (જીવન ધોરણ) અને Sustainability (જાળવણીપણું).
1.Nature (કુદરત સાથે એ દેશનો નાતો): 
આ દેશનો 75% થી વધારે જમીનનો વિસ્તાર જંગલો અને વૃક્ષોથી છવાયેલો છે. 1,87000 તળાવો, 41 નેશનલ પાર્ક બતાવે છે કે દરેક જીવને હરવા ફરવાનો અધિકાર છે .એ પછી એ જમીન કોની છે? કોણ તેનો માલિક છે? તેનું મહત્વ રહેતું નથી!!!વૈજ્ઞાનિકો દ્વારા એ પુરવાર થઈ ચૂક્યું છે કે તમે નેચરમાં રહેશો તો તમારો મૂડ અને બ્લડ પ્રેશર નોર્મલ રહેશે. જે ગુડ લાઇફ માટે જરૂર છે.સાચું ને!!
2.Food (ફૂડ -Natural resources):
આ દેશના લોકોનો સિઝનલ અને લોકલ ફૂડ પ્રત્યેનો લગાવ તેમને બીજાથી અલગ કરે છે!!! તેમની રોજીંદી ડીશમાં સાદો, પ્યોર, સ્વાદિષ્ટ, ફ્રેશ, કુદરતી ઇન્ગ્રેડિયન્ટ્સ ધરાવતો ખોરાક લોકો લે છે. ફૂડ = હેપીનેસ એ તો આપણે જાણીએ જ છીએ. બરોબર ને !!!તેઓ દ્રાક્ષ, મશરૂમ, Herbs વગેરે ત્યાંના જંગલોમાંથી તાજા લાવે છે. તેમની ખુશીઓમાં ફૂડ એ એક મહત્વનો ભાગ છે.
3.Life Style (જીવન ધોરણ):
તેમની રોજિંદા જીવન શૈલી એકદમ સાદી અને આદતો પણ કુદરતને અનુકૂળ છે. વધુમાં ત્યાંના નેચરલ પ્લેસ અને તળાવ નજીક આવેલા "Sauna" (નાના રૂમ જેવા લાકડાના બનાવેલા ઘરો) જેનો અનુભવ તેમની જિંદગીમાં ખુશીઓ ભરી દે છે. એ ઘરોમાં રહેવાનું Experience ખરેખર અદભુત હોય છે!!!
4.Sustainability (જાળવણી):
Natureની જાળવણી એ આ દેશમાં આમ વાત છે. કુદરત સાથે રહેવું, તેને સપોર્ટ કરવો, તેમાંથી લેવું- આપવું તેમની જિંદગીનો એક એવો ભાગ છે જેમાં તેઓ સતત નેચર સાથે કનેક્ટેડ રહે છે. Sustainability એ આ દેશના લોકોની ખુશીમાં ઈમ્પોર્ટન્ટ રોલ ભજવે છે!!!
આમાંથી આપણા દેશમાં આપણે કેટલી બાબતો ધ્યાને લેવી જોઈએ? એ આપણે જ જોવાનું છે!!! આપણો દેશ મોટો છે અને ફીનલેન્ડ બહુ જ નાનો દેશ છે પણ આપણે કઈ રીતે જીવવું ? એ આપણે નક્કી કરવાનું છે.
Live with Nature, Go with Nature, Seat with Nature,Eat with Nature.

Monday, March 20, 2023

Anti-Oxidants (એન્ટી ઓક્સિડન્ટ): ફૂડની બાબતમાં આ શબ્દ વારે ઘડીએ સાંભળતા હોઈએ છીએ.. એનો અર્થ શો થાય?... તેનું મહત્ત્વ જાણવા માટે અહીં ક્લિક કરો


એન્ટિઓકિસડન્ટ એવા પદાર્થો છે કે જે  શરીરમાં લોહી સાથે ફરતાં  ફ્રી રેડીકલ્સ (toxins) કે જે શરીરમાંના કોઈને કોઈ અવયવોને અને કોષોને નુકશાન પહોંચાડે છે!!! અને તેના કારણે હૃદય રોગ, કેન્સર અને બીજી ઘણી બધી બીમારીઓ થાય છે !!!!તેને શરીરની બહાર કાઢવાની કામગીરી (Protection) એન્ટિઓકિસડન્ટ કરે છે!!!
વળી આ ફ્રી રેડીકલ્સ એટલે શું?--તમે જે ફૂડ ખાવ છો તે ફૂડ ને તોડવાની પ્રક્રિયા દરમિયાન શરીર દ્વારા જે  કચરો (waste=toxins) ઉત્પન્ન થાય છે તે અથવા તમાકુનું સેવન કરનારાઓના શરીરમાં  નુકસાન કરતાં ઘટકો મોટી સંખ્યામાં જોવા મળે છે તે અથવા રેડિયેશનના સંપર્કમાં આવનાર વ્યક્તિના શરીરમાં જે ઉત્પન્ન થાય તે બધા વિષ તત્વો-toxins ને Free radicals કહે છે.
વિટામિન C, E, Plant base  ફૂડમાં એન્ટિઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે --જેમાં ફ્રૂટ, વેજીટેબલ , મગફળી (Peanuts), સીડ(બીજ), હર્બસ (તુલસી, પુદીના), મસાલા (Spices),  કોકો (Coco). આ બધું જ આપણે આપણા રોજિંદા ખોરાકમાં લેવું જોઈએ!!!!
આ લેવાથી body સારું feel કરશે!!!!

Saturday, March 18, 2023

હેલ્થી ઈટ્સ (સલાડ): (Veggie Delight) વેગી ડીલાઈટ....... જાણવા માટે અહીં ક્લિક કરો

2-વ્યક્તી માટે
સામગ્રી (ingredients):
3- ટામેટાં ઝીણા કાપેલા.
1- કોબીજ ઝીણી સ્લાઈસ કરેલી.
1- ડુંગળી , ઝીણી સમારેલી.
1/2- લીંબુ.
સ્વાદ અનુસાર મીઠું.
સ્વાદ અનુસાર મરી પાઉડર.
ઓલિવ ઓઈલ ના ચાર ટીપાં (optional).

બનાવવાની રીત:
1. એક બાઉલમાં ટામેટા + કોબીજ+ ડુંગળી મિક્સ કરો.
2. અલગ એક નાના બાઉલમાં લીંબુનો જ્યુસ ,મીઠું, મરી પાવડર અને ઓલીવ ઓઈલ (ઓપ્શન) નું ડ્રેસિંગ તૈયાર કરો.
3. મિક્સ કરેલ બાઉલમાં જરૂરી માત્રામાં આ ડ્રેસિંગ નાખો અને બરાબર મિક્સ કરો. તરત જ ફુદીનાના પાંદડાં સાથે ફ્રેશ સર્વ કરો.



Friday, March 17, 2023

Agathi Leaves (પાલી): સંસ્કૃતમાં જેના 35 નામ છે!!! આયુર્વેદમાં જેનો ઉપયોગ અદ્ભુત પરિણામ આપે છે!!! જાણીને નવાઈ લાગશે... આ વનસ્પતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


ગુજરાતીમાં "પાલી",  ઇંગ્લિશમાં "Humming Bird tree" , હિન્દીમાં "અગસ્તી", દક્ષિણમાં "અગાથી કિરાઈ"
તરીકે ઓળખાય છે!!! તેની બે વેરાયટીઓ આવે છે: એકને સફેદ ફૂલ હોય છે (ઉપરનો ફોટો) અને બીજાને લાલ ફૂલ હોય છે.(નીચેનો ફોટો)
તે આપણી બોડી સિસ્ટમ માટે કુલિંગ-- ઠંડક આપવાનું કામ કરે છે. જીભ અને મોઢામાં પડેલા ચાંદા મટાડવામાં તે રામબાણ ઔષધી છે. નાનપણમાં આપણા દાદા- દાદી આપણને મોમાં ચાંદા પડે ત્યારે આ પાલી ચાવવાનું કહેતા યાદ છે ને!!!! પાચનનો પ્રોબ્લેમ હોય તો અગાથીના પાંદડા નું સેવન કરી શકાય છે અગાથી ના પાંદડામાં આયર્ન અને કેલ્શિયમ વધારે હોય છે. જે આપણા શરીર માટે  જરૂરી તત્વોમાંના છે. તેના લગભગ 35 નામ આપેલા છે --જેવા કે શિવા મલ્લિકા, શિવા પ્રિયા.તેના પાંદડા નો ટેસ્ટ કડવો (bitter), થોડો ખાટો (Sour) જેવો હોય છે. એક બુક  " Nutritive Value of Indian Foods"  અનુસાર તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, આયર્ન ,ફોસ્ફરસ ,ફાઇબર સારા પ્રમાણમાં હોય છે.
કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોવાના કારણે તેને "bone strengthener" (હાડકાં મજબૂત કરનાર) કહે છે.
આયુર્વેદમાં તેનો ઉપયોગ તાવ આવે ત્યારે, શ્વાસોશ્વાસ ના પ્રોબ્લેમમાં,એસીડીટીમાં થાય છે. સારા અગાથીના પાંદડાઓનો ઉપયોગ કરવો જોઈએ.સુકા પાંદડાઓ નીરઉપયોગી છે.
ભારતમાં તે મુખ્યત્વે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ,કેરાલા, ગુજરાતમાં થાય છે. વાગેલા ઉપર અગાથીના પોદડાઓના રસ નાખવાથી ઝખમ ઝડપી cure થઈ જાય છે.pain reliever, blood purifier તરીકે કામ કરે છે. કિડનીના સંલગ્ન રોગોમાં તેના ફૂલો ઉપયોગી છે.ફૂલોનો ઉપયોગ આયુર્વેદાચાર્યના પરામર્શ અનુસાર કરી શકાય છે.

Wednesday, March 15, 2023

RAGI (રાગી) : ઈતિહાસમાં ભુલાઈ ગયેલું ધાન્ય કે જે કેલ્શિયમ અને પ્રોટીનનો ખૂબ મોટો સ્રોત છે!!!! જાણવા જેવું અને અપનાવવા જેવું... અહીં ક્લિક કરો


રાગી (Finger Millet) એ ખૂબ જ ઝડપથી ઉગતો,ગરમ દેશો જેવા કે એશિયા અને આફ્રિકામાં થતો અને ન્યુટ્રીશન સાયન્ટિસ્ટ દ્વારા " Super Cereal" --સર્વ શ્રેષ્ઠનો દરજ્જો પામેલ ધાન્ય છે!!!કેલ્શિયમ અને પ્રોટીનનો ખૂબ મોટો સ્ત્રોત છે. તે એન્ટીડાયાબિટીક,એન્ટી કેન્સર અને એનટીએજીંગ ના ગુણો ધરાવે છે. નેપાલમાં તેને  kodo કહે છે.આપણા મેનૂમાં આ 4,000 થી પણ વધારે વર્ષોથી છે!!!! જેમાં તેના લાડુ, ખીચડી, દડિયું, સુખડી, બિસ્કીટ, ઢોસા, પકોડા, રોટી અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. પણ કમનસીબ આપણા દેશમાં છેલ્લા કેટલાક દસકાઓથી રાગીનું વાવેતર 95 થી 96% ઓછું થઈ ગયું છે એટલે કે લગભગ નહિવત થઈ ગયું છે!!!!
આપણા બાપદાદાઓ,ઘરડાઓ આ ધાન્યને વાવતા અને ખાતા પણ છેલ્લા કેટલાક દશકાઓથી વિદેશી ખોરાકની બોલબલા અને તેને અનુસરવાની ઘેલછાએ આ ધાન્યને હોસિયામાં ધકેલી દીધું છે.ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર આ ધાન્યનો ઉપયોગ આપણે નહિવત કરી દીધો છે!!! એટલે જ નવી પેઢી કુપોષણ જેવા રોગથી ગ્રસ્ત છે!!! પણ હવે આપણી સુનિશ્ચિત કરવું પડશે કે આ દેશી ધાન્યનો ઉપયોગ કરવામાં આવે અને સરકાર દ્વારા પણ આ ધાન્યને પ્રોત્સાહન મળે એ જરૂરી છે. આપણામાંથી ઘણા આને ઓળખતા પણ નહીં હોય, ખાવાની તો વાત દૂરની રહી!!! બરોબર ને. નાના બાળકો માટે પોષક તત્વોથી ભરપૂર આ ધાન્યનો ઉપયોગ કરવાથી દેશની કુપોષણની સમસ્યા દૂર થાય તો નવાઈ નહીં!!!!

STAR ANISE (બાદીયા): જબરદસ્ત Flavour અને ટેસ્ટ માટે જાણીતા આ મસાલા વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


ઉપરના ફોટોમાં બતાવ્યા મુજબ સ્ટાર આકારનું ડાર્ક બ્રાઉન કલરમાં હોય છે જેના દરેક બાહૂમાં (Arms)  એક દાણો (Seed)  હોય છે.તેનું ઉદ્ભવ સ્થાન ચીન , વિયેતનામ માનવામાં આવે છે. તેનો એક નૈસર્ગિક સ્વાદ ( own taste) હોય છે જે મસાલેદાર સ્વાદિષ્ટ વ્યંજનને એક અલગ ફ્લેવર અને એરોમા આપે છે.
ગુજરાતમાં ગુજરાતી દાળના  વઘારમાં (Seasoning) બાદીયાનો ઉપયોગ થાય છે!!!! જે તેને એક નૈસર્ગિક સ્વાદ અને એરોમા આપે છે.એનેથોલ (Anethole) નામના તત્વના કારણે તેનો આ સ્વાદ અને એરોમાં હોય છે. તેનો ઉપયોગ બિરયાની ના મસાલા તૈયાર કરવા, મસાલા 'ચા' માં, ચાઈનીઝ, મલય અને ઈન્ડોનેશિયન Cuisineમાં થાય છે.બાદીયા  એ સિકીમિક એસિડ (Shikimic Acid)નો મોટો સ્ત્રોત છે કે જેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે બહોળા પ્રમાણમાં થાય છે!!!!જેના દ્વારા ટેમી ફ્લૂ દવા બનાવવામાં આવી છે. 2009 માં આવેલા સ્વાઈન ફ્લૂ રોગચાળા દરમિયાન તેની અછત સર્જાઈ હતી અને તે વખતે સ્ટાર એનાઇસ -- બાદીયાના ભાવ વધી ગયેલા તેનું કારણ કે તે મુખ્ય રોમટીરીયલમાંથી સિકીમિક એસિડ (Shikimic Acid) મેળવાતું હતું. તે એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ છે.

Tuesday, March 14, 2023

Honey (મધ): Natural Sweetner, Life of Honey.... આ Super Food આપણે રોજ કેમ લેવું જોઈએ?... જાણવા માટે અહીં ક્લિક કરો


આજના સમયમાં ન્યુઝ, સોશિયલ મીડિયા અને આમ વાતોમાં Super Food ની વાતો થતી હોય છે: તો એવું કયું ફૂડ કે જેમાં જરૂરી તમામ વિટામીન, મિનરલ, એન્ટિઓક્સિડન્ટ, એન્જાઈમ્સ હોય છે કે જે બોડીને પોષણ તો આપે જ છે સાથે સાથે સિસ્ટમને Heal-સાજી નરવી રાખે છે.
આયુર્વેદમાં ખોરાક (Food) ને જે દવા તરીકે પ્રાધાન્ય આપ્યું છે. નેચરલ ફૂડ જેવા કે સીંગદાણા,ફણગાવેલા કઠોળ, હળદર પપૈયું, રાગી (એક પ્રકારનું અનાજ) ,શાકભાજી વગેરે શરીરને પોષણ અને Heal રાખે છે. પણ એમાં જો સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો તે છે: Honey (મધ).
આપણા લોહીમાં રહેલ હિમોગ્લોબીન અને હની ના કેમિકલ કમ્પોઝિશનમાં ઘણી એવી સમાનતા છે એવું વિજ્ઞાનિકોએ કહેલું છે. તે એન્ટી બેક્ટેરિયલ, ઉર્જા આપવાવાળું, એન્ટિસેપ્ટિક બોડીને Heal-સાજીનરવી કરવા વાળો એક અને માત્ર એક પદાર્થ છે!!!
Life of Honey: 
ફૂલોના રસને Honey bees ( મધમાખીઓ) દ્વારા કલેક્ટ કરીને સંગ્રહ કરવામાં આવે છે અને આ રીતે મધમાખીઓ મધનો સંગ્રહ કરતી જાય છે. જે તેમની નવી પેઢી માટે પોષણનું કામ કરે છે. આ હની નું કનેક્શન આપણી માટી અને વાતાવરણ સાથે હોવાથી કોઈપણ બોડી સાથે તે સુમેળ સાધી શકે છે. તેને પોષણ અને સાજી નરવી કરી શકે છે. કુકિંગની વાત કરીએ તો તેની કુદરતી મીઠાશને કારણે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આપણા શરીરમાં તેનું શોષણ ધીરે ધીરે થાય છે. જ્યારે આપણે મધનો ઉપયોગ કરતા હોય ત્યારે ધ્યાનમાં એ રાખવું જોઈએ કે તેને કદાપી ગરમ ન કરશો.ગરમ કરવાથી તેના ફાયદાકારક ગુણો એ ગુમાવી દેશે છે --આનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ છે જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે તેમાં "એમા" નામનો ઝેરી પદાર્થ બને છે જે આપણી બોડી માટે સુપાચ્ય નથી!!!!
કોઈપણ વાનગીને ગેસ ઉપરથી લઈ  ઠંડુ કર્યા પછી જ મધને છેલ્લે નાખવામાં આવે છે.જો તમારે ગરમ પદાર્થમાં કોઈ મીઠી વસ્તુ નાખવી હોય તો ગોળ નાખવો જોઈએ નહીં કે મધ!!! બાકી જે ખોરાકમાં કે વાનગીમાં  ઠંડું કર્યા પછી જો કોઈ Sweetner નાખવાનું હોય  તો મધનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે મધ તમારી હેલ્થ માટે ખૂબ સારું છે.
તમને યાદ હોય તો નાનપણમાં, આપણી મમ્મી આપણે જ્યારે રમીને ,થાકીને આવીએ અને કંઈક ખાવા માગીએ તો મધ અને રોટલી આપતી!!! આજના બાળકો મધનો ઉપયોગ રોજ કરે તો તેઓ તરોતાજા અને એલર્ટ રહેશે. કોઈ બાળક જો તમારી આજુબાજુ ખૂબ જ મસ્તી કાઢતું હોય , તરોતાજા હોય તો સમજી લેવું કે તે રોજ મધ ખાતું હશે.ના મનાય તો પૂછી જોજો!!!


Ekadashi (એકાદશી- અગ્યારસ): ભારતીય સંસ્કૃતિનું એક ખૂબ જ મહત્વનું પર્વ... ક્યારે આવે છે?. યુવાનોએ ખરેખર સમજી ને Follow કરવા જેવું... જાણવા માટે અહીં ક્લિક કરો


તમે તમારા શરીરનું નિરીક્ષણ કરો, તમારી સિસ્ટમ એક ચોક્કસ સાયકલને વર્તે છે જે સાયકલ 40 થી 48 દિવસની હોય છે. જેને "મંડળ" કહે છે. આવી દરેક સાયકલ દરમિયાન બે થી ત્રણ દિવસ એવા હોય છે કે તમારા શરીરને ફૂડની જરૂર હોતી નથી. જો તમે ધ્યાનપૂર્વક તમારા શરીરને સમજશો તો ધ્યાનમાં આવશે કે આ દરમિયાન તમારું શરીર ફૂડ વગર પણ જેમ નોર્મલ રોજ ચાલતું હોય તેમ ચાલશે!!! આ દરમિયાન પાલતુ પ્રાણીઓ, બિલાડી, કુતરા વગેરે પણ ખાતા નથી. જો તમે નોટિસ કર્યું હોય તો નાના બાળકો પણ આ દરમિયાન ફૂડ ગ્રહણ કરતા નથી!!! અને તેમના માતા-પિતા ફોર્સ કરે છે તે ન કરવું જોઈએ કારણ કે તે સ્વાભાવિક છે!!!
જો તમે કાળજીપૂર્વક તમારી સિસ્ટમનું નિરીક્ષણ કરશો તો માલુમ પડશે કે આ દિવસો દરમિયાન તમારે ફુડની જરૂર નથી. જો આ દરમિયાન ફૂડ લેવામાં આવે તો તકલીફ થઈ શકે છે.આ ઉપવાસ કરવાની વાત નથી પણ તમારા શરીરને બ્રેક આપવાની વાત છે. કારણ કે મોસ્ટ ઓફ પીપલ આ બાબત  જાણતા નથી!! આપણા દેશમાં આ બાબતને ધાર્મિક અને સંસ્કૃતિમાં વણી લઇ તેને "એકાદશી" તરીકે ઉજવવામાં આવે છે.
આપણા અવકાશ વિજ્ઞાનમાં પૂર્ણિમા એટલે કે ફુલ મૂન કે જેમાં પૂર્ણ ચંદ્ર ખીલે તેના પછીનો 11 મો દિવસ અને અમાસ એટલે કે ન્યુ મુન કે જેમાં બાલચંદ્ર ખીલે તેના પછીનો 11 મો દિવસ-- આ બંને દિવસોએ લોકો ઉપવાસ કરે છે. નીચે આપેલ ફોટોમાં ચોરસ એ પૂનમ અને અમાસ છે . બરાબર તેના પછીનો અગિયારમો દિવસ લંબગોળ કરીને બતાવેલો છે જે એકાદશી છે. નીચે લખેલું પણ છે.
ઉપરના ફકરામાં જણાવ્યા અનુસાર આ બે દિવસોનો મહત્તમ લાભ લઈ શકાય છે. 11 મા દિવસે આ દિવસ આવતો હોવાથી તેને "અગિયારસ" પણ કહે છે. આ દિવસો દરમિયાન આદત મુજબ રોજ ફોર્સફૂલી ખાવામાં આવે તો નુકસાન થઈ શકે છે!!! અને બીજી બાબત એ છે કે આ દરમિયાન ફાસ્ટ- ઉપવાસ કરવામાં આવે તો તમને સારું લાગે છે. તમારી બોડી રિલેક્સ ફીલ કરે છે!!! આ દરમિયાન ફોર્સફૂલી ખાવાથી તમારી બોડી- સિસ્ટમને નુકસાન થઈ શકે છે પણ જો અહીં ફૂડનો બ્રેક લેવામાં આવે તો ડેફીનેટલી તમને ફાયદો થશે!!! આમ પણ બધા  બહારનું વધારે ખાતા હોય છે!!! તો શું આ બે દિવસ ઉપવાસ ન કરી શકાય!!
આ દરમિયાન તમે જ્યુસ લઈ શકો છો અથવા હુંફાળું પાણી અને મધ પણ દિવસ દરમિયાન લેવાથી કમજોરી નહીં આવે. વધુમાં નાળિયેર પાણી પણ આ દરમિયાન લેવાથી ઘણો ફાયદો થાય છે.સૌથી સારામાં સારું દુધીનો જ્યુસ લઈ શકાય છે. જો તમે લિક્વિડ ડાયટ ન લેવા માંગતા હોય તો ફળો ખાઈ શકો છો. જે પચવામાં ખૂબ સરળ રહે છે.આ દિવસે ધાન્ય ખાવાની મનાઈ છે કારણ તે પચવામાં ભારે પણ હોય છે.
Fasting- ઉપવાસ કરવાથી કેન્સરના સેલ ઓછા થાય છે. કારણ કે કેન્સરના સેલને નોર્મલ સેલ કરતા 20 ઘણા વધુ ફૂડની જરૂર પડતી હોય છે. તમારી બોડી ને તમે ફૂડ આપતા નથી તો ઇનડાયરેક્ટલી તમે કેન્સર સેલને ફૂડ આપતા નથી એટલે કે કેન્સર સેલ પોતે ઉપવાસ ઉપર ઉતરી જાય છે!!!! અને તેમની સંખ્યા ઝડપથી ઘટે છે!!
તમે ઉપવાસ કરી તમારા આ એક દિવસના ફૂડને જરૂરતમંદને આપી  પુણ્યનું કામ કરી શકો છો. જેમાં એને અને તમને બંનેને ફાયદો છે!!!

Friday, March 10, 2023

Pranic Food (પ્રાણીક ફૂડ): આ પણ Food નો એક કન્સેપ્ટ છે... જાણીને ખરેખર નવાઈ લાગશે!!!!


  • Pranic Food (પ્રાણીક ફૂડ) ખરેખર શું છે?
યોગશાસ્ત્ર અનુસાર ફુડને તેના પ્રોટીન, મિનરલ્સ અને વિટામિનની રીતે જોવાતા નથી પરંતુ તેને પોઝિટિવ પ્રાણીક ફૂડ (Positive Pranic Food) , નેગેટિવ પ્રાણીક ફૂડ (Negative Pranic Food) અને ઝીરો પ્રાણીક ફૂડ (Zero Pranic Food) એમ ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. જે ફૂડ તમે ખાઓ અને એ તમને ઉર્જા આપે તેને પોઝિટિવ પ્રાણીક ફૂડ કહે છે,જે ફૂડ તમારી ઉર્જા લઈ લે છે!!!તેને નેગેટિવ પ્રાણિક ફૂડ કહે છે જ્યારે અમુક ફૂડ ફક્ત ટેસ્ટ માટે લેવામાં આવે છે તે તમને ઉર્જા આપતું નથી કે ઉર્જા લેતું નથી તેને ઝીરો પ્રાણીક ફૂડ કહે છે.
  • નેગેટિવ પ્રાણીક ફૂડ (Negative Pranic Food):
લસણ,ડુંગળી,હિંગ, મરચું,રીંગણ,કોફી, આલ્કોહોલ અને આ કેટેગરીમાં આવતું બીજું બધું --આ બધી જ વસ્તુઓ આપણ  Life સિસ્ટમને અચાનક સ્ટીમ્યુલેટ કરે છે અને પછી તેને ડાઉન કરે છે આ વસ્તુઓ આપણે ન ખાવી જોઈએ. સ્વામિનારાયણ પંથકમાં આનો ઉલ્લેખ છે અને તે લોકો તેને ફોલો પણ કરે છે.
કહેવાનો મતલબ એ છે કે (ધ પોઇન્ટ ઈઝ)-- જ્યારે તમે નેગેટિવ પ્રાણિક ફૂડ ખાવ છો ત્યારે તમે ઈમોશનલી અસ્થિર થઈ જાવ છો અને એ પછી તમારી પર્સનલ લાઈફ, બિઝનેસ લાઈફ, એકેડમિક કે પછી ધાર્મિક બાબતો હોય.તમે તમારી શક્તિને ક્યારેય ફુલ પોટેન્શિયલ થી વાપરી શકતા નથી!!!
હા ,આ બધા ફૂડ તમે ક્યારેક ક્યારેક લઈ શકો પણ તેને તમારી રોજિંદા આદત ન બનાવો.
  • ઝીરો પ્રાણીક ફૂડ (Zero Pranic Food):
બટાટા અને ટામેટા આ ઝીરો પ્રાણીક ફૂડના ઉત્તમ ઉદાહરણ છે!!! તે ફક્તને ફક્ત ટેસ્ટ માટે છે છતાં લોકો તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે!!!
આ ફૂડને કારણે આળસ, વધારે પડતી ઊંઘ, ગેસ થાય છે!!! સ્ટુડન્ટ અને ધ્યાન કરવાવાળાએ આ ફૂડ ન લેવા જોઈએ.
  • પોઝિટિવ પ્રાણીક ફૂડ  (Positive Pranic Food):
ઝીરો પ્રાણી ફૂડ અને નેગેટિવ પ્રાણિક ફૂડ સિવાયની દરેક ફૂડ આઈટમ પોઝિટિવ પ્રાણીક ફુડ છે જેવી કે બધા જ પ્રકારના શાકભાજી, સૂકા મેવા, ફણગાવેલા કઠોળ,ફળો,સિંગદાણા વગેરે. આ ફૂડ આપણી રોજિંદા જીવનમાં લેવા જોઈએ.

Source:  The book " A Taste of well being " written by Sadhguru

Sleep (ઊંઘ): સારી ઊંઘ માટે ઈલેક્ટ્રોનિક ગેજેટોને શા માટે તમારાથી દૂર રાખવા જોઈએ?


આજના સમયમાં બાળકોથી માંડી યુવાનો, ઘરડાઓને આ ઊંઘ ની સમસ્યા ઈલેક્ટ્રોનિક ગેજેટ ને કારણે છે.

આ આર્ટિકલ વાંચ્યા પછી, તમે તમારો Smart phone ઊંઘના 2 કલાક પહેલા બંધ કરો. હવે તમારી ઊંઘની ગુણવત્તા ને માપો . તમે કેટલી વાર ઊંઘમાં ડિસ્ટર્બ થયા અથવા સારી રીતે ઊંઘ લઈ શક્યા. મારા મતે પહેલા કરતા તમે સારી ઊંઘ લઈ શક્યા હશો.
જ્યારે તમે ઊંઘતા પહેલા સ્માર્ટફોન (Mobile) ટીવી લેપટોપ કે પછી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વાપરો છો ત્યારે તે તમારા શરીરની બાયોલોજીકલ (clock) ઘડિયાળ ને પાછળ (delay) કરે છે અને ઊંઘ માટે જવાબદાર મેલાટોનીન ના અંતઃસ્ત્રાવના સ્ત્રાવને ડિસ્ટર્બ કરે છે.
મોબાઇલ ફોનમાંથી આવતું રેડીએશન ઊંઘને પાછી ઠેલે છે અને તેના કારણે માથું દુખવું અને કન્ફ્યુઝન જેવું થાય છે મોબાઇલમાંથી આવતો પ્રકાશ (Glow) તમારી ઊંઘમાં ભરાયેલ આંખોની વિરુદ્ધ તેમને જગાડવાનું કામ કરે છે.
આ નાનો સરખો પ્રકાશ આંખની રેટીનામાંથી મગજના હાઇપોથેલેમસ (મગજનો એવો ભાગ કે જે ઊંઘ ને લગતી કેટલીક ગતિવિધિઓ માટે જવાબદાર છે) સુધી પહોંચે છે અને ઊંઘ માટે જવાબદાર હોર્મોન મેલાટોનીનને પેદા થતો અવરોધે છે !!!!
તમે જોયું હશે કે જે લોકો મોડે સુધી ટીવી જુએ છે તેઓની ઊંઘની ક્વોલિટી સારી નથી વારે ઘડીએ ઊંઘ ડિસ્ટર્બ થાય છે તેમની ઊંઘ લોકો ટીવી જોતા નથી તેના કરતાં સારી નથી. બીજું ગેમ રમતા લોકો માટે આ ઊંઘનો પ્રોબ્લેમ થાય છે કારણ કે તે દરમિયાન તમે એલર્ટ અને એક્સાઇટેડ હોય છે અને ઊંઘ સમયે આવતી નથી એટલે હવે દરેકે ઊંઘવાના બે કલાક પહેલા ઇલેક્ટ્રોનિક ગેજેટોની પોતાનાથી દૂર કરવા જોઈએ. સાચું કે નહીં?
 ઊંઘના કારણે તમારું શરીર ફિટ,healing well અને બીજા દિવસ માટે તૈયાર થાય છે. વધારે પડતા વજન માટે અને હાર્ટના ડીસીઝ માટે પણ આ કારણ જવાબદાર છે
સારી ઊંઘ માટે આટલું કરો.
  • ઊંઘવાના બે કલાક પહેલા તમારો મોબાઈલ અને વાઈ- ફાઈ સ્વીચ ઓફ કરી દો
  • બધા જ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને ઊંઘતા પહેલા બંધ કરવાનો પ્રયત્ન કરો અને છેવટે બંધ કરી દો!!
  • ઘરની બહાર રમવાને YES કરો અને ફોનમાં ગેમ રમવાનું ને NO કહો.
  • બુક્સ, ન્યૂઝ પેપર વાંચો અને તમારા મિત્રો સાથે ગપસપ કરો.
  • દરરોજ 10 મિનિટ મેડીટેશન-- ધ્યાન કરો.
જો તમે આ છ થી આઠ કલાક ટેકનોલોજીને તમારાથી દૂર રાખશો તો બીજા 16 થી 18 કલાક તમે સારી રીતે પસાર કરી શકો છો જે ખરેખર જરૂરિયાત છે !!!બરોબર ને...