Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Sunday, February 13, 2022

હેલ્થી ઈટ્સ (સલાડ): કાબુલી ચણા (Chickpeas) ચાટ ડીલાઈટ



2-વ્યક્તી માટે
  • સામગ્રી (Ingredients):
1-કપ કાબુલી ચણા બાફેલા.
1-ટામેટું, મીડિયમ સાઈઝ, ઝીણું સમારેલું.
1-મરચું/કેપ્સીકમ, ઝીણું સમારેલું.
1-કાકડી ,ઝીણી સમારેલી.
1-નાની ડુંગળી , ઝીણી સમારેલી.
1/4- કોબીજ , ઝીણી સમારેલી.
1/2- લીંબુ.
2- ચમચી ચાટ મસાલો.
સ્વાદ અનુસાર મીઠું.

બનાવવાની રીત:
1. કાબુલી ચણા બાફી દો.
2. એક બાઉલમાં બાફેલા કાબુલી ચણા+ટામેટું+મરચું/કેપ્સીકમ+ડુંગળી+કોબીજ મિક્ષ કરો.
3. અલગ એક નાના બાઉલમાં લીંબુનો જ્યુસ+ચાટ મસાલો+મીઠું નાખી ડ્રેસિંગ તૈયાર કરો.
4. મિક્ષ કરેલ બાઉલમાં જરૂરી માત્રામાં આ ડ્રેસિંગ નાખો અને બરાબર મિક્ષ કરો. તરત જ સર્વ કરો.



ભીંડા (okra) : આપણને કેમ વધારે ભાવે છે? ભીંડા વિશે તદ્દન અજાણી વાતો જાણવા માટે અહીં ક્લિક કરો

  • ગુજરાતીમાં--ભીંડા, અંગ્રેજીમાં--Lady's Finger, તમિલમાં-- વેન્ડાક્કઈ.
  • તેના લીલા કલરના દાણા વાળા પોડ -- કૂણાં ખાવાલાયક હોય છે. તેમાં વધારે પ્રમાણમાં પાચક ફાઈબર, વિટામીન-C, વિટામીન-K, વિટામીન-A, થીયામીન-B1, મેગ્નેશિયમ હોય છે.
  • થીયામીન-- વિટામીન-B1 જે આપણું શરીર બનાવી શકતું નથી. તે આવા ખોરાક અને ફૂડ સપ્લીમેન્ટ માંથી મળે છે. જેના કારણે જ આપણને ભીંડા ખુબ ભાવે છે.
  • જ્યારે તેને રાંધવામાં આવે છે ત્યારે તે કુદરતી રીતે--Thickening Agent ચિકાસપણું ધરાવતો પદાર્થ પેદા કરે છે.
  • થીયામીનના અભાવના કારણે બેરી બેરી નામનો રોગ થાય છે જેમાં હૃદયની અનિયમિત ચાલ, શ્વાસ લેવામાં તકલીફ, હાથ પગનું ધ્રુજવું ,તેની મૂવમેન્ટ માં તકલીફ, કબજિયાત જેવા લક્ષણો હોય છે.
  • ભીંડામાં ભરપૂર માત્રામાં રહેલ ફાઈબર ને કારણે બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
  • ભીંડામાં રહેલ કેલ્શિયમ અને ચિકાશ વાળો પદાર્થ હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે.
  • તેમાં રહેલ વિટામીન-C અસ્થમા લક્ષણો ને રોકે છે અને સ્કીન માટે ખૂબ જ ઉપયોગી છે.
  • વિટામીન-A આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ બધું જાણ્યા પછી તમને  ભીંડા ચોક્કસ ભાવશે!!!!!!!!!




Saturday, January 29, 2022

મહાભારતનો પ્રસંગ: ચોખાના એક દાણાએ કેવી રીતે ભર્યું ઋષિઓનું પેટ?...ભગવાન શ્રી કૃષ્ણની લીલા...વાંચો આ પ્રસંગ..જાણીને નવાઈ લાગશે

 

ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર

  • આ વાત શરૂ થાય છે.......જયારે પાંડવોનો વનવાસ ચાલતો હોય છે.તે દરમ્યાન એક વખત નકુલ અને સહદેવ જંગલમાં નદી કિનારે લાકડાં કાપતા હોય છે અને તેમના મોટા ભાઈ યુધિષ્ઠિર તેમને  કુટીર પરત ફરવા બોલાવવા આવે છે. તે વખતે ઋષિ દુર્વાષા તેમના પાંચ શિષ્યો સાથે ત્યાથી જતા હોય છે.તેમને જોઈને યુધિષ્ઠિર તેઓને આદર સાથે હાથ જોડી નમન કરી તેમનું અભિવાદન કરે છે.બંનેની વાતચીત દરમ્યાન ઋષિ દુર્વાષા કહે છે કે --તેઓ હસ્તિનાપુર દુર્યોધનને ત્યાં ગયા હતા અને ત્યાં તેમનો ખુબ જ સારો આતિથ્ય ભાવ (અતિથિઓને આપવામાં આવતો આદર, સન્માન) થયો અને ત્યાં દુર્યોધન દ્વારા  જણાવેલ કે તેઓ જંગલમાં યુધિષ્ઠિર પાસે જાય અને તેમના આતિથ્ય ભાવનો આનંદ લે........ત્યારબાદ યુધિષ્ઠિર તેમને કુટીરમાં આવવા આમંત્રણ આપે છે અને કહે છે --તમો અમારે ત્યાં જમી અમારી કુટીરની શોભા વધારો......આ આમંત્રણ સ્વીકારતા ઋષિ દુર્વાષા કહે છે --તમે અમારા ભોજનની વ્યવસ્થા કરો.અમે નદીમાં સ્નાન કરીને તમારી કુટીરમાં  આવીએ છીએ.[ઋષિ દુર્વાષા: પોતાના ક્રોધિત સ્વભાવ માટે જાણીતા]
  • આ તરફ યુધિષ્ઠિર-નકુલ અને સહદેવચિંતાતુર થઈ પોતાની કુટીર તરફ જાય છે.તેમને આવતા જોઈ પાંચાલી-દ્રોપદી કહે છે કે --હે રાજન આપ કેમ આટલા ચિંતાતુર છો? ત્યારે યુધિષ્ઠિર આખી વાત કહી કહે છે કે--હવે પાંચાલીના જમ્યા પછી, આપણે કઈ રીતે ભોજનની વ્યવસ્થા કરીશું?
  • પાંચાલી કુટીરમાં રહેલા અક્ષયપાત્રને  ધ્યાનથી જુએ છે ...તેમાં એક ચોખાના દાણા સિવાય કશું નથી ...ચિંતાતુર મને તે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરે છે .........પલકવારમાં ભગવાન એમની કુટીરના દરવાજા ઉપર હાજર હોય છે.સૌ આશ્ચર્ય મને ભગવાનને જોઈ રહે છે ....ત્યારબાદ શ્રી કૃષ્ણ જમવા માટે કહે છે.ત્યારે દ્રોપદી તેમને પેલો એક ચોખાનો દાણા સાથેનું અક્ષયપાત્ર બતાવે છે--ભગવાન કહે છે કે પ્રેમથી આપેલો એક દાણો પણ મારી ભૂખ મિટાવી શકે છે...એમ કહી ભગવાન આ ચોખાનો દાણો આરોગી લે છે અને જાણે કે ધરાઈ રહ્યા હોય એમ સંતોષનો ઓડકાર લે છે.[અક્ષયપાત્ર : જેમાં અન્ન કદી ખૂટે નહી]
  • આ તરફ ઋષિ દુર્વાષા અને તેમના શિષ્યો  નાહી-ધોઈ યુધિષ્ઠિરની કુટીર તરફ આવવાનું વિચારી જ રહ્યા હોય છે કે એમને એવો આભાસ થાય છે કે તેઓએ ભરપેટ ખીર ખાઈ લીધી હોય અને સંતોષનો ઓડકાર આવે તેવો અનુભવ થાય છે .....આ અનુભવે ઋષિ એવું વિચારે છે કે જો હવે આપણે કુટીરમાં જઈશું તો યુધિષ્ઠિર આપણને જમાડશે ...જે  માટે આપણા પેટમાં જગ્યા નથી...તેથી તેઓ ત્યાથી કુટીરમાં ગયા વગર આગળ પ્રસ્થાન કરી લે છે!!!!!