Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Friday, May 7, 2021

ફુડ (ભોજન) બનાવતી વખતે કયો શ્લોક બોલવો જોઈએ કે જેનાથી ભોજનની પવિત્રતા વધી જાય.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો.

 

                     ॥ अन्नम् ब्रह्म इति ॥ 

  • ગુજરાતી અર્થ:
ફુડ (ભોજન) એ પોતે એક ભગવાનનું સ્વરૂપ છે.
  • અંગ્રેજી અર્થ:
The  Food itself is God.

Thursday, May 6, 2021

ફુડ (ભોજન) ખાતા પહેલાં કયો શ્લોક બોલવો જોઈએ કે જેનાથી ભોજનની પવિત્રતા વધી જાય અને તેને લેવાનો આનંદ નો અલગ જ અનુભવ થાય..વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો.

 


ॐ सह नाववतु।
सह नौ भुनक्तु।
सह वीर्यं करवावहै।
तेजस्विनावधीतमस्तु।
मा विद्‌विषावहै॥
ॐ शान्ति: शान्ति: शान्ति:॥


  • ગુજરાતી અર્થ:
ચાલો સાથે બેસીએ, ચાલો સાથે ભેગા મળી ખાઈએ, ચાલો સાથે ભેગા મળી ઉર્જા ઉત્તપન્ન કરીએ, આપણી ઉર્જા ની કોઈ લિમિટ ના હોય, આપણે બધા સ્વસ્થ રહીએ.
ઓમ, શાન્તિ શાન્તિ શાન્તિ.
  • અંગ્રેજી અર્થ:
Let us be together. Let us eat together.
Let us produce energy together.
Let there be no limit to our energies.
Let there be no ill-feeling among us.
Aum....Peace, Peace,Peace.







Monday, May 3, 2021

પાણી (Water) જીવન માટે અમૃત કે ઝેર... પાણી વિશે કેટલીક અજાણી વાતો જે તમે કદાચ નહિ જાણતા હોય.... વધુ માહિતી માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 


  • આપણું શરીર મુખ્યત્વે પાંચ તત્વોનું બનેલું છે- Earth , Water, Fire, Air, Space. આ પાંચ તત્ત્વો પોતે Memory એટલે કે યાદશક્તિ, સ્મરણ શક્તિ ધરાવે છે. એટલે જ તેઓ જે પ્રમાણે ઈચ્છે એજ પ્રમાણે વર્તન કરે છે.
  • આજે , છેલ્લા થોડાક  વર્ષો માં કેટલાય પ્રયોગો થયા છે પાણી પર અને એ પ્રયોગો દ્વારા જાણવા મળ્યું છે કે પાણી Memory-યાદશક્તિ, સ્મરણ શક્તિ ધરાવે છે--તેમાં તેના સંપર્કમાં  જે આવે તેને તે યાદ રાખી શકે છે!!!!!જાણીને નવાઈ લાગી ને....
  • આપણી સંસ્કૃતિમાં અને કેટલાય વર્ષોથી આ બધું જાણીએ છીએ જેવું કે --આપણી દાદી આપણને કહેતા કે  આપણા સ્વજનો સિવાય બીજાના હાથનું ખાવું કે પીવું ન જોઈએ. આપણા મંદિરો માં આપણને દર્શન પછી,એક કે બે બુંદ પાણી આપવામાં આવે છે. શું આ પાણી કોઈ પૈસા વાળા માણસ ખરીદી શકે? ના. કારણ કે તે બધી જગ્યાએ મળતું નથી.આ પાણીમાં દૈવી શક્તિ રહેલી હોય છે.આ પાણી પીવાથી તેની દૈવી શક્તિ-Positive Energy આપણા અંદર સમાય છે.
  • આવું જ બીજું પાણી "ઝેર" અથવા "અમૃત" બને છે--જ્યારે તે કેવી યાદો-Memory લઇને જાય છે તેના ઉપર આધાર રાખે છે ,તે મહત્ત્વ નું બની જાય છે.
  • હવે સવાલ એ છે કે આપણે આ પાણી કઈ રીતે સંગ્રહ કરીએ છીએ તે મહત્વનું છે.
  • જો આ પાણી તમે તાંબા ના પાત્ર માં લગભગ રાતભર -૪ થી ૫ કલાક માટે રાખો તો પાણી ની અંદર તાંબાના સારાપણાના-ગુણો સમાઈ જાય ..જે તમારા આરોગ્ય માટે ઘણું જ મહત્ત્વનું છે.
  • પણ જો  પાણી પંપ દ્વારા તમારા ઘરમાં આવતું હોય,પ્લાસ્ટિકની પાઇપ દ્વારા ખાસ કરીને દરેક ના ઘરે આવે છે તો પાણી  Negativity સાથે આવે છે.પાણી Memory ધરાવતું હોવાથી તે તેના મૂળ સ્વરૂપ માં આવે છે પણ જ્યારે તેને તાંબા ના કે માટીના પાત્રમાં એક થી બે કલાક સ્થિર રાખવામાં આવે તો આ  Negativity દૂર થાય છે.
  • જ્યારે તમે સતત ટ્રાવેલ કરતા હોય એટલે પાણી અને ફૂડ માં ધ્યાન રહે નહિ.એ વખતે તાંબાનું પાત્ર આ બધા પ્રોબ્લેમ ને નિવારી શકે છે.
  • કેટલું પાણી પીવું જોઈએ?
  • આખો દિવસ પાણી પીવું-વારે ઘડીએ  એ  ખરાબ આદત છે.આમેય કોઈ પણ  બાબત વધારે કરો  તે પ્રોબ્લેમ ઉભા કરશે. હમણા આપણે  જોઈએ છીએ કે દરેક પોતાની સાથે પાણીની બોટલ હંમેશા રાખે છે અને થોડી થોડી મિનિટો એ તેમાંથી પાણીના ઘૂંટડા -Sip ભરે જ જાય છે. કારણ કે કોઇના દ્વારા તેમને જાણવા મળ્યું છે કે --પાણી વધારે પીવો એટલું સારું!!!.
  • જ્યારે તમે વારે ઘડી એ પાણી પીવો-એટલે તમારા પેટમાં પાચક રસો મંદ પડી જાય છે. ખાધા પછી તરત જ પાણી પીવું એટલે ફરી તમારા પેટમાં પાચક રસો મંદ પડી જાય છે.અને પાચનની પ્રક્રિયા ને તમે જાણી જોઈને ડિસ્ટર્બ કરો છો.
  • ખાધા પછી એક કે બે કલાક પછી થોડું પાણી પી શકાય. આખા દિવસ દરમ્યાન તમને જ્યારે તરસ લાગે એટલે  પાણી પીવો..નહિ કે વારે ઘડીએ પાણી પી- પી કરવું.
  • હુંફાળું (tepid) પાણી (બહુ ગરમ નહિ) સવારે પીવાથી તમારું શરીર સાફ થાય છે.જે લોકોને કબજિયાત, પેટના પ્રોબ્લેમ હોય તો  હુંફાળું પાણી જ ઘણું બધું  સારું કરી શકે છે. યોગ માં, હંમેશા હુંફાળું પાણી પીને જ આસન કરવા જોઈએ કારણ કે તે સીસ્ટમ ને સાફ કરે છે.રોજ સવારે થોડું તમારી અનુકૂળતા પ્રમાણે હુંફાળું પાણી પીવાથી ઘણો બધો લાભ થાય છે.