- Microgreens (માઈક્રોગ્રીન્સ) શું છે?
જ્યારે બીજને વાવવામાં આવે છે ત્યારે, તે સૌ પ્રથમ જમીનની નીચે પાંગરે, જે તેનો પ્રથમ ભાગ છે, તે અંકુરણ વાળી સ્થિતિને "સ્પ્રાઉટ" કહે છે. ત્યારબાદ બીજ જમીનની બહાર નીકળી તેના બે પર્ણ વાળી સ્થિતિ આવે છે. જે તેનો બીજો ભાગ છે. તેને "માઈક્રોગ્રીન્સ" કહે છે. જે ઉપર ઈમેજમાં બતાવેલ છે.
- તેના પ્રકારો અને વેરાયટી:
કઠોળ, અનાજ, શાકભાજીના પ્રકારોમાં-- બ્રોકલી, વટાણા, મેથી, મગ, ચણા, પાલક... વગેરે.
- ખાવાથી શું ફાયદો થાય?
તે વિટામિન, મિનરલ, એન્ટીઓક્સિડન્ટ થી ભરપુર , આંખો અને સ્કિન માટે ખૂબ ઉપયોગી, પચવામાં સરળ, વાળ ના ગ્રોથ માટે સારું, Pranic Food-- જે શરીરને નવી ઊર્જા (એનર્જી) આપે.
- ઉગાડવા માટે શું શું જરૂર પડે?
ટ્રે- પ્લાસ્ટિક અથવા માટીની .
સારા બીજ.
માટી.
પાણી છોટવાનો સ્પ્રે.
સુરજદાદાનો તડકો.
- કેવી રીતે ઉગાડવા અને ઉપયોગ કઈ રીતે કરવો?
ટ્રે માં ઉપર થોડી ખાલી રહે એ રીતે માટી ભરો . બીજો ને એકસરખા નાખો. ત્યારબાદ, ઉપરથી થોડી માટી નાખીને બીજને કવર કરી દો. ત્યારબાદ પાણી નાખો. ધ્યાન રાખો કે બીજ સુકાય નહી. બીજને તેની ડોડી (stem) અને બે પાદડા આવે ત્યાં સુધી ગ્રો થવા દો. ત્યારબાદ તેના મૂળિયાં કટિંગ કરી, stem અને બે પાદડા વાળો ભાગ કાચો જ ખાવામાં ઉપયોગ કરી શકાય.તેને સલાડમાં ડ્રેસિંગ તરીકે ઉપયોગ કરી શકાય.
Microgreens ને ઉગતા 7 થી 12 દિવસનો સમય લાગતો હોય છે.
નોંધ: તેને સલાડમાં થોડું થોડું ન લેતો તેને રોજિંદા ખોરાકમાં ભરપૂર ઉપયોગ કરવાથી હેલ્થ સારી રહેશે.