Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, July 26, 2022

EAT & DRIVE : ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો


  • You Tube ચેનલનું નામ: EAT & DRIVE
  • Subscriber: 3.41+ lakh (જોનાર)
  • 500+ Videos
  • Founder: આનંદ સાટા
  • ચેનલ Review:
આ ચેનલમાં એના ફાઉન્ડર આનંદ સાટા દ્રારા ગુજરાતના વિવિધ પ્રદેશો જેવા કે ઉ. ગુજરાત, દ. ગુજરાત, મધ્ય ગુજરાત તથા જાણીતા વિવિધ સ્થળો ની રૂબરૂ મુલાકાત લઈ ત્યાંની હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ખાણી પીણીની જગ્યાઓ, નાસ્તાના સ્થળો, સારી જગ્યાઓ કે જ્યાં સારુ ફૂડ મળતું હોય ત્યાં જઈ તેના માલિકો સાથે અવનવી વાતો કરે છે, ઉપરાંત વ્યુઅર્સને ત્યાંના ફૂડ વિશે માહિતી આપે છે. તે દરમિયાન તેઓ તે ફૂડને પોતે ખાય છે , અને દરેક ફુડનું અને તેના ટેસ્ટ નું અદ્ભુત વર્ણન કરે છે.
મારા મતે ગુજરાતી ફૂડ ચેનલોમાંની વન ઓફ ધ બેસ્ટ અને ખરેખર Subscribe કરવા જેવી.





Sunday, July 24, 2022

હનીગાઈડ (Honey Guide) અને ઘોરખોદિયું (Badger): મધપૂડાનું મીણ અને મધ આરોગવામાં બંનેની દોસ્તી વર્ષોથી અકબંધ છે... તમને જાણીને આશ્ચર્ય થશે.. જાણવા અહીં ક્લિક કરો

હનીગાઈડ (Honey Guide)


ઘોરખોદિયું (Badger)

  • આ વાત છે... પ્રકૃતિના એવા બે જીવોની જેમના વચ્ચેના મૈત્રી સંબંધો..... ફૂડ (ભોજન) ના કારણે છે.
  • આફ્રિકાના જંગલોમાં રહેતા આ બંનેનો બિઝનેસ એકબીજાની જરૂરિયાતની પાર્ટનરશીપથી ચાલે છે.... આઈ થીંક ચલાવે છે એવું કહેવું યોગ્ય રહેશે. " Give and Take " ની ફોર્મ્યુલા તેમણે લગાડી છે.
  • ઘોરખોદિયા ( Badger) પ્રાણી માટે મધ એ એક મિષ્ટાન છે. જો તે એ જોઈ જાય તો ગાંડું થઈ જાય અને ખાવા માટે તલપાપડ થાય, પણ તકલીફ એ છે કે તેના પગ લાંબા નથી, લગભગ ઠૂંઠા છે. જંગલમાં મધ શોધવા આમ તેમ રખડવું તેને ફાવે નહીં!!!! આ કારણે જંગલમાં મધ ક્યાં છે? તે જાણી શકતું નથી. વધુમાં મધમાખીનો ડંખ તેને કશું કરી શકે એમ નથી કેમ કે કુદરતે તેનું શરીર  બખ્તરિયા રણગાડી હોય એવું આપેલું છે, તેની આખી પીઠ રૂઆટદાર એવા સફેદ ઓવરકોટ વડે  ઢાંકી દીધી છે, પગે કાળા ગુચ્છા દાર વાળ છે. નાકના ભાગે ખુલ્લી ત્વચા પણ એટલી  જાડી કે મધમાખીનો ડંખ પણ અસર કરી શકે નહિ!!!
  • આ ખબર પહોચાડવાનું કામ પેલા હનીગાઈડ (HoneyGuide) પક્ષી નું છે. જેની સાથે પેલી બિઝનેસ પાર્ટનરશીપની વાત હતી. જો આમ ન કરે તો બંનેને ઉપવાસ કરવાનો વારો આવે તેવું થાય!!! હનીગાઈડનો મુખ્ય ખોરાક મધ , મીણ અને મધમાખી છે. પરંતુ મધપૂડાને તોડવા માટે તેની ચાંચ એકદમ ટુંકી અને કમજોર છે. અને હજારો મધમાખીના ઝુંડ પર ત્રાટકવું એ જેવા તેવા ના ખેલ નથી. છુટી - છવાઈ , ઉડતી મધમાખી આ પક્ષી ખાઈ શકે ,પણ પૂરું ઝુંડ હોય તો તેને ફાવે નહીં. પણ સાલું પેલા મધની મઝા કઈ રીતે લેવી.... વધુમાં જાણીને તમને નવાઈ લાગશે કે અખાધ ગણાતો મીણ આ પક્ષીનું મનગમતું ભોજન છે. આ માટે ખરેખર તો કુદરતનો આભાર માનવો જ રહ્યો , નહિતર આ મીણ ને કોણ ખાય?... હનીગાઈડની હોજરીમાં રહેલ એક પ્રકારના બેક્ટેરિયા આ મીણને પાચ્ય બનાવે છે.. બાકી કોઈની મઝાલ કે મીણ ને અડી શકે!!!!!!
  • આ રીતે હનીગાઈડ , ઘોરખોદિયાને મધનું સરનામું આપે છે. કુદરતના પ્રતાપે ઘોરખોદિયો તેને મધપૂડો સાફ કરી આપે છે અને ત્યારબાદ હનીગાઈડ અને ઘોરખોદિયો મધ ની મઝા લે છે!!!!!!!!


 

Tuesday, July 19, 2022

મહાભારતનો પ્રસંગ: મહાભારતના યુધ્ધ વખતે બંને સેનાઓને જમવા માટે કેવી વ્યવસ્થા હતી?આ બધુ કેવી રીતે મેનેજ થતું હશે? જાણીને નવાઈ લાગશે.

 
  • આ વાત શરૂ થાય છે....... જ્યારે આખું ભારત વર્ષ પાંડવો અને કૌરવો વચ્ચે વહેચાઈ મહાભારતના યુદ્ધનો પ્રારંભ થાય છે.આ યુધ્ધ માં પાંડવો તરફથી 7 અક્ષૌહિણી અને કૌરવો તરફથી 11 અક્ષૌહિણી સેનાઓએ ભાગ લીધો હતો. આમ બધુ મળી અંદાજે 50 લાખ ઉપર સૈનિકો એ આ યુધ્ધમાં ભાગ લીધો હતો.તો આ યુધ્ધ વખતે આટલા બધા સૈનિકો અને યોદ્ધા ઓની  જમવા માટેની વ્યવસ્થા કેવી હશે? અને હજારો સૈનિકો રોજ મરતા હોવા છતાં તેમની જમવાની વ્યવસ્થા કેવી રીતે થતી હશે?
  • આ યુધ્ધમાં ભારત વર્ષ ના સમસ્ત રાજ્યોએ ભાગ લીધો હતો. એમાંથી  એક રાજા કે જે દક્ષિણ માં આવેલા ઉદ્દુપી રાજ્યના નરેશે આ યુધ્ધમાં ભાગ લીધો નહોતો. કારણ કે તેઓ આ બે ભાઈઓ વચ્ચેના યુદ્ધને યોગ્ય નહોતા માનતા. તેમણે શ્રી કૃષ્ણ ને કહ્યુ કે હે માધવ આટલી મોટી સેનાઓના ભોજનની વ્યવસ્થા કેવી રીતે થશે? ભગવાન તેમના ઉપર વિશ્વાસ કરી સમસ્ત સેનાઓના ભોજનની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપે છે.આ રીતે ઉદ્દુપીના રાજા એ પહેલા દિવસથી જ સેનાના ભોજનની સંપૂર્ણ જવાબદારી લઈ ભોજન બનાવતા અને દિવસના અંતે એક પણ દાણાનો બગાડ થતો નહી. આ દરમિયાન કેટલાય યોદ્ધાઓ અને સૈનિકો મરતા તો પણ તેઓ દિવસના અંતે એટલું જ ભોજન બનાવતા જેટલા સૈનિકો હોય, એક પણ દાણાનો બગાડ થતો નહિ,બધા માટે આ બાબત આશ્ચર્યજનક હતી કે ઉદ્દુપી નરેશ આ બધુ કઈ રીતે પ્રબંધ કરતા હશે?  તેમના માટે એક પ્રશ્ન સદાય વિચારવા લાયક રહેતો કે ઉદ્દુપી નરેશને કઈ રીતે ખબર પડતી હશે કે આજે કેટલા યોદ્ધાઓ દેવલોક પામશે અને  મારે આટલાની જ ભોજનની વ્યવસ્થા કરવાની થાય?આ એક ચમત્કારથી ઓછું ન હતું. યુધિષ્ઠિરને આ બાબતે મનમાં સદાય અસમંજસ રહેતો કે ઉદ્દુપી નરેશ આ બધુ કઈ રીતે કરતા હશે?
  • આખરે 18મા દિવસે પાંડવોની જીત થઈ.. અને ભરાયેલી સભામાં યુધિષ્ઠિરને આ બાબતે રહેવાયું નહી અને એમને પુછી નાખ્યું કે પાંડવો આ યુધ્ધ જીતી ગયા એ બધુ બરોબર પણ આટલા બધા યોદ્ધાઓ અને સૈનિકોની ભોજનની વ્યવસ્થા કરનાર ઉદ્દુપી નરેશને અભિનંદન પાઠવી પુછી નાખ્યું કે તેઓ આ બધું કેવી રીતે કરતા હતા?
  • ઉદ્દુપી નરેશે ઉભા થઈને કહ્યું કે આ બધો ચમત્કાર ભગવાન શ્રી કૃષ્ણ નો જ છે. ત્યારે સૌ બધા આશ્ચર્ય ચકિત થઈ ભગવાનને જુએ છે. ભગવાન હળવું સ્મિત આપી રાજાને આગળ વાત કહેવાનો ઈશારો કરે છે....આગળ વાત કરતા રાજા કહે છે કે પ્રતિદિન રાત્રે સૂતા પહેલા ભગવાન બાફેલી મગફળી ખાય છે, એટલે હું રોજ રાત્રે તેમના માટે ગણીને બાફેલી મગફળી લઈ જતો. અમે ત્યાર બાદ વાર્તાલાપ કરતા અને અંતે ભગવાન જેટલી બાફેલી મગફળી ખાય.. તેને 1000 વડે ગુણતા તેટલા સૈનિકો બીજા દિવસે યુધ્ધમાં માર્યા જતા. આ બાબત ધ્યાને લઈ હું ભોજનની તૈયારી એ પ્રમાણે કરતો!!!!!!!  આ સાંભળી સભામાં સૌ આશ્ચર્ય ચકિત થઈ જાય છે!!!!
  • કર્ણાટક રાજ્યમાં ઉદ્દુપી પ્રદેશ આવેલો છે.ત્યાં હજી પણ મહાભારતની ન સાંભળેલી વાતો થાય છે!!!!