Pages

Wednesday, September 28, 2022

મહાભારતનો પ્રસંગ: દ્રૌપદીને કઈ રીતે મળ્યું હતું " અક્ષયપાત્ર" ? જાણવા માટે અહીં ક્લિક કરો

આ વાત શરુ થાય છે........ જ્યારે પાંડવો પાસે ઈન્દ્રપ્રસ્થ રાજ્ય હતું ત્યારે સમગ્ર ભારત વર્ષ પાંડવોના આધિપત્ય નીચે હતું તેથી જ રાજા યુધિષ્ઠિર ત્યારે ચક્રવર્તી સમ્રાટ કહેવાતા. એ વખતે પાંડવો દ્વારા રાજસૂયી યજ્ઞ કરવામાં આવ્યો હતો. અને સમગ્ર ભારત વર્ષના રાજાઓને યજ્ઞ માં ભાગ લેવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તે દરમિયાન દુર્યોધન પણ ત્યાં આવેલો અને પાંડવોની અપાર સંપત્તિ જોઈ અભિભૂત થઈ ગયેલો, અને તેના મનમાં આ બઘું પામવાની લાલસા જાગેલી!!!!! એટલે દુર્યોધન અને તેના મામા શકુનિએ એક યોજના બનાવી, જેમાં તેઓ યુધિષ્ઠિરને પાસા રમવા માટે નિમંત્રણ આપે છે. કારણ કે 
યુધિષ્ઠિરને પાસા રમવાનો બહુ શોખ હોય છે. દુર્ભાગ્યે યુધિષ્ઠિર પાસા રમવાનું આમંત્રણ સ્વીકારે છે. મામા શકુનિ પાસા રમવામાં માહિર હતા- એવું કહેવાતું કે તેમની ઈચ્છા પ્રમાણે પાસા પડતા. એટલે દુર્યોધન તરફથી તેઓ રમ્યા અને અંતે યુધિષ્ઠિર તેમનું સમગ્ર રાજ્ય, ભાઈઓ અને પત્ની સહિત બઘું જ હાર્યા!!!!!!આ છળ - કપટથી રમેલા પાસાના કારણે તેમને 12 વર્ષનો વનવાસ અને 1વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવાનો વારો આવ્યો.
જ્યારે તેઓ વનમાં જતા હોય છે ત્યારે પ્રજા જનો પણ તેમની સાથે આવવાની વાત કરે છે પણ તેઓ ના પાડે છે. જંગલમાં જયારે તેઓ જાય છે ત્યારે ત્યાં રહેતા ઋષિ મુનિઓ તેમને તેમની સાથે રહેવાનું કહે છે.......... જંગલમાં રહેવાનું શરુ કર્યા પછી તે બધાની સંપૂર્ણ જવાબદારી સમ્રાટ યુધિષ્ઠિર પર આવી જાય છે. આટલા બધા ઋષિ મુનિઓ અને તમામ લોકોના ભોજનની વ્યવસ્થા કઈ રીતે કરીશું? આ પ્રશ્ન સતત તેમને વ્યથિત કરતો હતો. એટલે તેઓએ  તેમના  પુરોહિત ધામ્યમુનિ ને આ બાબતે કહ્યું તો પુરોહિતે એમને એકાગ્ર મને સૂર્યદેવની ઉપાસના કરવા કહ્યું.
ત્યારબાદ રાજા યુધિષ્ઠિર સૂર્ય ભગવાનની મનથી ઉપાસના કરે છે અને સૂર્યદેવ પ્રસન્ન થાય છે!!!!! ત્યારે રાજા યુધિષ્ઠિર કહે છે કે મારે આ સૌ માટે અન્ન ની અભિલાષા છે. પ્રસન્ન સૂર્યદેવ તેમને તાબાનું " અક્ષયપાત્ર "  આપતાં કહે છે કે 12 વર્ષ સુધી આ પાત્રમાં રોજ કોઈ પણ ચાર  ભોજન  સામગ્રી અક્ષય રહેશે!!!!! જ્યાં સુધી દ્રૌપદી તેમાંથી જમી ન લે!!!!! દ્રોપદીના જમ્યા બાદ તેમાં અન્ન સમાપ્ત થશે!!!! તથા અસ્તુ......

No comments:

Post a Comment