Pages

Saturday, July 16, 2022

જાસૂદ (HIBISCUS) : એક અદભૂત ફૂલ-- જેની ચા (Tea) પીધી છે?, એના ગુણો જાણી ને ખરેખર નવાઈ લાગશે. તેના વિશે અજાણી માહિતી જાણવા અહીં ક્લિક કરો



  • બીજું નામ --" Rose mallow" - રોઝ મેલો, "Jamaica flower"- જમૈકા ફ્લાવર તરીકે ઓળખાતું આ ફૂલ આયુર્વેદિક અને ચાઇનીઝ મેડીસીનમાં તેનો ઉપયોગ થાય છે.
  • એન્ટી ઓક્સિડન્ટ-- શરીરના કોષોને ખરાબ થતા બચાવે છે , તેના ઉપયોગથી high blood pressure, high Cholesterol, diabetes, હાર્ટના પ્રોબ્લેમ માં ખુબ જ ઉપયોગી છે.
  • તે શરીરને ઠંડું રાખવાનું કામ કરે છે -- Very Cooling for Human body system.
  • ચહેરા ઉપર તેનો ઉપયોગ લાભકારી છે. સૂકા વાળ અને ડેન્દ્રફમાં ખુબ જ ઉપયોગી છે.
  • પ્રેગનેટ અને મહિલાઓના અમુક પ્રોબ્લેમમાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈ દવા લેતા હોય તો ડોક્ટરની સલાહ વગર જાસૂદ નો ઉપયોગ ન કરવો.
  • જાસૂદનો ઉપયોગ Syrup અથવા સોસ, સલાડમાં નાખી શકાય, જ્યુસ બનાવી શકાય અને જાસૂદ ની ચા ( Tea ) ની તો કંઈક મજા ઓર છે.

  • જાસૂદ ના ફૂલોની ચા ( HIBISCUS FLOWER TEA) ની રેસીપી:
INGREDIENTS  (સામગ્રી):
1 કપ સૂકવેલા/ તાજા જાસૂદના ફૂલ (4-5 ફૂલ બરોબર ધોયેલા-- વચ્ચે રહેલો બીજ અને ડાડી નો ભાગ કાઢી નાખવો તેનો ઉપયોગ ન કરવો)
1 તજની સ્ટીક (નાની)
1 આદુનો નાનો ટુકડો-- ચપ્પા વડે નાના ગોળ ટુકડા કરવા.
મધ/ગોળ સ્વાદ પ્રમાણે.
  • બનાવવાની રીત:
1. 4- નાના કપ પાણી તપેલીમાં લઈ સુકવેલા જાસૂદના ફૂલ, તજની સ્ટીક, આદુના ટુકડા નાખી 5 મિનિટ ગરમ કરો.
2. ગળણીથી આ પ્રવાહી ગાળી ઠંડું પડવા દો. ઠંડું પડ્યા પછી આ પાત્રને રેફ્રીજરેટરમાં મુકી ઠંડું કરો.
3.આ પાત્રમાં ફુદીના ના 2-3 પત્તા, લીંબુ નો રસ નાખો.(જો સ્વાદ ગમે તો)
4.આ પાત્ર માં સ્વાદ પ્રમાણે મધ/ગોળ સ્વાદ અનુસાર નાખો.
    ઠંડું સર્વ કરો.












2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. જાસૂદના ફૂલ વિશે આવી ઉપયોગી માહિતી આપવા બદલ આભાર

    ReplyDelete