- આ વાત શરૂ થાય છે....... જ્યારે આખું ભારત વર્ષ પાંડવો અને કૌરવો વચ્ચે વહેચાઈ મહાભારતના યુદ્ધનો પ્રારંભ થાય છે.આ યુધ્ધ માં પાંડવો તરફથી 7 અક્ષૌહિણી અને કૌરવો તરફથી 11 અક્ષૌહિણી સેનાઓએ ભાગ લીધો હતો. આમ બધુ મળી અંદાજે 50 લાખ ઉપર સૈનિકો એ આ યુધ્ધમાં ભાગ લીધો હતો.તો આ યુધ્ધ વખતે આટલા બધા સૈનિકો અને યોદ્ધા ઓની જમવા માટેની વ્યવસ્થા કેવી હશે? અને હજારો સૈનિકો રોજ મરતા હોવા છતાં તેમની જમવાની વ્યવસ્થા કેવી રીતે થતી હશે?
- આ યુધ્ધમાં ભારત વર્ષ ના સમસ્ત રાજ્યોએ ભાગ લીધો હતો. એમાંથી એક રાજા કે જે દક્ષિણ માં આવેલા ઉદ્દુપી રાજ્યના નરેશે આ યુધ્ધમાં ભાગ લીધો નહોતો. કારણ કે તેઓ આ બે ભાઈઓ વચ્ચેના યુદ્ધને યોગ્ય નહોતા માનતા. તેમણે શ્રી કૃષ્ણ ને કહ્યુ કે હે માધવ આટલી મોટી સેનાઓના ભોજનની વ્યવસ્થા કેવી રીતે થશે? ભગવાન તેમના ઉપર વિશ્વાસ કરી સમસ્ત સેનાઓના ભોજનની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપે છે.આ રીતે ઉદ્દુપીના રાજા એ પહેલા દિવસથી જ સેનાના ભોજનની સંપૂર્ણ જવાબદારી લઈ ભોજન બનાવતા અને દિવસના અંતે એક પણ દાણાનો બગાડ થતો નહી. આ દરમિયાન કેટલાય યોદ્ધાઓ અને સૈનિકો મરતા તો પણ તેઓ દિવસના અંતે એટલું જ ભોજન બનાવતા જેટલા સૈનિકો હોય, એક પણ દાણાનો બગાડ થતો નહિ,બધા માટે આ બાબત આશ્ચર્યજનક હતી કે ઉદ્દુપી નરેશ આ બધુ કઈ રીતે પ્રબંધ કરતા હશે? તેમના માટે એક પ્રશ્ન સદાય વિચારવા લાયક રહેતો કે ઉદ્દુપી નરેશને કઈ રીતે ખબર પડતી હશે કે આજે કેટલા યોદ્ધાઓ દેવલોક પામશે અને મારે આટલાની જ ભોજનની વ્યવસ્થા કરવાની થાય?આ એક ચમત્કારથી ઓછું ન હતું. યુધિષ્ઠિરને આ બાબતે મનમાં સદાય અસમંજસ રહેતો કે ઉદ્દુપી નરેશ આ બધુ કઈ રીતે કરતા હશે?
- આખરે 18મા દિવસે પાંડવોની જીત થઈ.. અને ભરાયેલી સભામાં યુધિષ્ઠિરને આ બાબતે રહેવાયું નહી અને એમને પુછી નાખ્યું કે પાંડવો આ યુધ્ધ જીતી ગયા એ બધુ બરોબર પણ આટલા બધા યોદ્ધાઓ અને સૈનિકોની ભોજનની વ્યવસ્થા કરનાર ઉદ્દુપી નરેશને અભિનંદન પાઠવી પુછી નાખ્યું કે તેઓ આ બધું કેવી રીતે કરતા હતા?
- ઉદ્દુપી નરેશે ઉભા થઈને કહ્યું કે આ બધો ચમત્કાર ભગવાન શ્રી કૃષ્ણ નો જ છે. ત્યારે સૌ બધા આશ્ચર્ય ચકિત થઈ ભગવાનને જુએ છે. ભગવાન હળવું સ્મિત આપી રાજાને આગળ વાત કહેવાનો ઈશારો કરે છે....આગળ વાત કરતા રાજા કહે છે કે પ્રતિદિન રાત્રે સૂતા પહેલા ભગવાન બાફેલી મગફળી ખાય છે, એટલે હું રોજ રાત્રે તેમના માટે ગણીને બાફેલી મગફળી લઈ જતો. અમે ત્યાર બાદ વાર્તાલાપ કરતા અને અંતે ભગવાન જેટલી બાફેલી મગફળી ખાય.. તેને 1000 વડે ગુણતા તેટલા સૈનિકો બીજા દિવસે યુધ્ધમાં માર્યા જતા. આ બાબત ધ્યાને લઈ હું ભોજનની તૈયારી એ પ્રમાણે કરતો!!!!!!! આ સાંભળી સભામાં સૌ આશ્ચર્ય ચકિત થઈ જાય છે!!!!
- કર્ણાટક રાજ્યમાં ઉદ્દુપી પ્રદેશ આવેલો છે.ત્યાં હજી પણ મહાભારતની ન સાંભળેલી વાતો થાય છે!!!!
Food-ભોજન એ એક પ્રકારે પોતે ભગવાન-God છે.કારણ કે એ આપણા જીવનને હંમેશા ચલાવે છે.ફૂડ એ એક જીવનનું બીજા જીવનમાં રૂપાંતરણ છે.તમે જ્યારે તે સમજી જશો ત્યારે તમે ખરા અર્થ માં ફૂડ પ્રત્યે કૃતજ્ઞ થશો. તમે ફૂડ સાથે જે રીતે વર્તશો એ રીતે ફૂડ તમારી સાથે વર્તશે.આ બ્લોગમાં ફૂડ જગતની અવનવી વાતો--ઇતિહાસની ન સાંભળેલી વાતો અને પ્રસંગો, ફૂડ-ધાર્મિક વાતો, રેસીપી, હેલ્થ કેર, હેલ્થી ઈટ્સ, હેલ્થી રીડ્સ, ફૂડ બુક્સ અને મેગેઝીન વિષે રિવ્યુ , યુ ટ્યુબની ફૂડ ચેનલો વિષે રિવ્યુ , ફૂડ અને સ્વભાવ, મેડિસન વિશેનો સમાવેશ થાય છે.
Pages
▼
No comments:
Post a Comment