Pages

Friday, August 12, 2022

સિતોપલાદી ચૂર્ણ : ઉધરસ (Dry Cough), શરદી માટે રામબાણ ઈલાજ...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • હાલ આ વાતાવરણ ને કારણે શરદી અને ઉધરસ (Dry Cough) થાય છે , તે દરમ્યાન લોકો દ્વારા કફ સિરપનો બેફામ ઉપયોગ થાય છે, વધુમાં ડોકટરો દ્વારા પણ કફ સિરપને પ્રિસ્ક્રીપશન માં પણ આપવામાં આવે છે. કેટલીય દવાઓ કરવા છતાં ઉધરસ મટતી નથી.
  • આયુર્વેદિકમાં  આનો જબરદસ્ત ઈલાજ આપવામાં આવેલો છે: સિતોપલાદી ચૂર્ણ ( પીપળીમૂળ+ એલ ચી+ તજ) -- જે કુદરતી એન્ટી કફ ફોર્મ્યુલા છે.  દરેક આયુર્વેદિક સ્ટોરમાં મળે છે-- જેવી કે પતંજલિ, ડાબર, વૈદ્યનાથ, ઝંડુ, શ્રી શ્રી, શ્રી હંસ, લોકલ બ્રાન્ડમાં પણ ઉપલબ્ધ છે.
  • તેનો પ્રયોગ બે  રીતે કરી શકાય છે:
1) જો શુદ્ધ મધ ઘરમાં હોય તો, થોડું સિતોપલાદી ચૂર્ણ લઈ તેમાં મધ નાખી બરાબર મિક્સ કરો.
ત્યારબાદ સવારે નાસ્તો કર્યા પછી, ધીરે ધીરે આ મિશ્રણ આંગળીના ટેરવે લઈ ચાટવું. એકી સાથે ખાવાનું નહી. ત્યારબાદ એક કલાક સુધી કશું જ ખાવું કે પીવું નહીં.
આજ પ્રમાણે બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી કરવું. ખાસ ધ્યાન એ રાખવું કે ચૂર્ણ ચાટ્યા પછી એક કલાક સુધી કશું જ ખાવું કે પીવું નહીં.
આ પ્રયોગ જ્યાં સુધી ઉધરસ મટે નહીં ત્યાં સુધી કરવો.

2) જો શુદ્ધ મધ ઘરમાં  ન હોય તો, ચૂર્ણને ઉપર મુજબ હુફાળા ગરમ પાણી સાથે લેવું.
આ પ્રયોગ મે જાતે પણ કરેલો છે. નાના બાળકોને પણ આજ પ્રમાણે આપી શકાય. કફ સિરપ તુરંત આરામ આપશે, પણ મટાડશે નહીં. જ્યારે સિતોપલાદી ચૂર્ણ જડમૂળથી ઉધરસને મટાડશે , એની 100% ગેરંટી છે.
આયુર્વેદ પ્રમાણે નીચે મુજબ લેવું:
1. 3 વર્ષ થી મોટા અને 12 વર્ષથી નાના બાળકોએ અડધી ચમચી મધ સાથે એક વખતમાં, એવું સવાર, સાંજ, બપોર લેવું.
2. 12 વર્ષથી મોટાએ આખી ચમચી મધ સાથે એક વખતમાં, એવું સવાર, સાંજ, બપોર લેવું.

No comments:

Post a Comment