Pages

Tuesday, August 27, 2024

Veggie Paaji: You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો



  • You Tube ચેનલનું નામ: Veggie Paaji 
  • Subscriber: 34.7+ lakh (જોનાર)
  • 1.7k+ Videos
  • Founder: Tanmay Sharma
  • ચેનલ Review:
આ ચેનલમાં એના ફાઉન્ડર તન્મય  શર્મા દ્રારા ભારતના વિવિધ  પ્રદેશો, જાણીતા વિવિધ સ્થળો ની રૂબરૂ મુલાકાત લઈ ત્યાંની હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ખાણી પીણીની જગ્યાઓ, નાસ્તાના સ્થળો, સારી જગ્યાઓ કે જ્યાં સારુ ફૂડ મળતું હોય ત્યાં જઈ તેના માલિકો સાથે અવનવી વાતો કરે છે, ઉપરાંત વ્યુઅર્સને ત્યાંના ફૂડ વિશે માહિતી આપે છે. તે દરમિયાન તેઓ તે ફૂડને પોતે ખાય છે , અને દરેક ફુડનું અને તેના ટેસ્ટ નું અદ્ભુત વર્ણન કરે છે.મારા મતે ભારતની ફૂડ ચેનલોમાંની વન ઓફ ધ બેસ્ટ અને ખરેખર Subscribe કરવા જેવી ચેનલ છે.





Monday, August 26, 2024

FoodFood: You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો


  • You Tube ચેનલનું નામ: FoodFood
  • Subscriber: 18.2+ lakh (જોનાર)
  • 4.4k+ Videos
  • Founder: Turmeric Vision Pvt Ltd, Chef Sanjeev Kapoor,Mogae Consultant 
  • ચેનલ Review:
FoodFood ભારતની પહેલી 24X7 ચાલતી Food અને Life style ટીવી ચેનલ છે . જેની આ Youtube ચેનલ છે. જેની માલિકી Turmeric Vision Pvt Ltd (TVPL), Chef Sanjeev Kapoor,Mogae Consultant ધરાવે છે.FoodFood નો Concept પ્રખ્યાત માસ્ટર સેફ અને પદ્મ શ્રી સંજીવ કપૂરનો છે. જે ભારતના પ્રખ્યાત chef છે કે જેઓ Tv Show હોસ્ટ કરે છે, રેસ્ટોરન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે,કેટલીય Food books ના લેખક છે, યુનિક ફુડ રેસિપી ના પ્રણેતા , કેટલાય પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત છે.
આ ચેનલ એમના માટે છે કે જેઓ અલગ અલગ ફુડ, કલ્ચર વિશે જાણવા માગે છે કે જેમાં પુરુષો, સ્ત્રીઓઅને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ચેનલમાં અલગ અલગ સેલિબ્રિટી શેફ દ્રારા રેસિપી બનાવવામાં આવે છે અને દરેક રેસિપીની બારીકાઈથી દરેક પાસાની ચર્ચા પણ કરે છે. તેની પંચ લાઈન  "IT 'S SIZZLING" ને તે સાર્થક કરે છે. ખરેખર Subscribe કરવા જેવી ચેનલ છે. ઘણું નવું નવું જાણવા મળશે -How to present food?,How to organize all ingredients? આ ચેનલ  Food બાબતનો Professional Touch છે. તેમાં ભારતના પ્રખ્યાત શેફ -- રાકેશ શેટ્ટી, શૈલેન્દ્ર કેકડે, અજય ચોપરા, મધુ સ્નેહા, સિપ્રા ખન્ના, શાઝિયા ખાન, વિક્કી રત્નાની દ્રારા રેસિપીઓ રજૂઆત કરવામાં આવી છે. આ ચેનલ દ્રારા Food છેત્ર ના માંધાતાઓ ને કામ કરતા જોવા એ ખરેખર એક લાહવો છે!!! કારણકે તેઓ પોતાના ફિલ્ડમાં અવ્વલ છે. Masters always Masters હોય છે.

Sunday, August 25, 2024

Village Rasoi: ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: Village Rasoi 
  • Subscriber: 2.89+ lakh (જોનાર)
  • 131+ Videos
  • Founder: 6 ગામડાના યુવાનો
  • ચેનલ Review:
આ વાત છે ભાવનગરના દરિયા કિનારે આવેલા ઝાઝમેર ગામના 6 ઉત્સાહી યુવાનોની કે જેઓ આ ચેનલમાં તેમના દ્વારા ગામઠી પધ્ધતિથી રસોઈ બનાવવાની રીતો ને કેમેરામાં કંડારી You tube ના માધ્યથી લોકો સુધી પહોંચાડી છે-આ ચેનલના યુવાનોએ  યુ ટ્યુબ ની એક બહુ જ પ્રચલિત ચેનલ Village Cooking Channel પરથી પ્રેરણા લીધી છે.અલગ અલગ ગુજરાતી  વાનગીઓ બનાવવામાં આવે છે અને તેને ખૂબ સરસ રીતે તેમાંના એક ભરતભાઈ મકવાણા કે જેઓ વિડિયો એડિટર અને કેમેરામેન છે તેઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. તેમના દ્વારા તદ્દન  અલગ પ્રાકૃતિક પદ્ધતિ ,દેશી મસાલા, ખેતરોમાંથી જરૂરી તમામ સામગ્રી લાવી રસોઈ બનાવવામાં આવે છે.તેઓ દ્વારા આ ભોજન આસપાસની 200+ શાળોમાં આવેલા બાળકોને  આપવામાં આવે છે. You tube દ્વારા  જે કમાણી થાય છે તેમાંથી તેઓ વાસણ, કેમેરા અને જરૂરી તમામ સામગ્રી લાવે છે. આમાંથી અમુક યુવાનો એવા પણ છે કે જેઓ વધારે ભણેલા નથી!!!!, મજૂરી  કામ અને કલરકામ કરે છે.વધુમાં તેમના ગામમાં Internet ની સુવિધા પણ ન હોવાના કારણે તેમને તળાજા જવું પડે છે. તેમના આ કામને લોકો દ્રારા બિરદાવવામાં આવ્યું છે. તેમને ગામલોકોનો બહુ જ સપોર્ટ મળી રહ્યો છે. ખરેખર આટલી ઓછી ફેસિલિટી અને સંશાધનો વગર પણ ખુબ જ સરસ કામ કરી શકાય તેનું ઉદાહરણ આ યુવાનોએ પૂરું પાડેલું છે. આ યુવાનોને દિલથી સલામ....