Satvic (સાત્ત્વિક) ફૂડ : જે ફૂડ goodness (સારાપણું, good effect on somebody's Health) આપે, જીવનની વધારનારું, પવિત્રતાનું પ્રતિક,તમને તાકાત (Strength) આપે, સારું આરોગ્ય, ખુશીઓ અને સંતોષ આપે, જે ફૂડ પોષક તત્વોથી ભરપૂર હોય, કુદરતમાંથી સીધું મળનારું હોય, જે તમારા હૃદય માટે સારું હોય-- તે Satvic (સાત્ત્વિક) ફૂડ છે.
- જે ફૂડ તાજુ હોય, આરોગ્ય વર્ધક (unprocessed, unrefined) હોય, પાણીથી ભરપુર હોય, તાજુ રાંધેલું હોય, થોડું વઘારેલું (seasoned) હોય, કુદરતમાંથી મળેલું સાત્ત્વિક હોય.
- Satvic (સાત્ત્વિક) ફૂડ એ living food (જીવતું) છે કે જેમાં જીવ ઉર્જા (life energy) રહેલી છે. જે સીધું જ nature માંથી મળે છે. જેમાં માણસનો હસ્તક્ષેપ ખૂબ ઓછો હોય છે.
ઉ. દા.
બધા જ તાજા ફળો-- દ્રાક્ષ, મોસંબી, પપૈયું, સફરજન, સ્ટ્રોબેરી વગેરે.
બધા જ તાજા અને લીલા શાકભાજી, ભાજી વગેરે.
નારિયેળ, બદામ, કાજુ, સીંગદાણા.. વગેરે.
આખું અનાજ જેવું કે આખા ઘઉં, બાજરી, જુવાર, બ્રાઉન રાઈઝ... વગેરે
- સાત્ત્વિક ફૂડ એ સાજુ કરનાર (Healing- કોઈ પણ રોગ ને જડમુળમાંથી મટાડનાર) ફૂડ છે. તે પચવામાં હળવું હોય છે જેના કારણે જ્યારે તમે તેને ખાવ છો ત્યારે તમારી બોડી તેને પચવા માટે ઓછો સમય લે છે અને બાકીનો સમય તમારા શરીરને સાજા કરવા માટે ફાળવે છે.
- જ્યારે તમે સાત્વિક ફૂડ ડાયટને અને લાઈફ સ્ટાઈલને પસંદ કરો છો ત્યારે તમે તમારા કાયમી રોગો (Chronic Disease) નું નિવારણ કરી શકો છો અને એ પણ કોઈ પણ પ્રકારની દવા (Medicine) વગર!!!!
- Satvic (સાત્ત્વિક) ફૂડ ના ફાયદામાં તમારી ફિઝિકલ બોડી તો સારી રહેશે જ સાથે સાથે તમારા વિચારોમાં પણ પરિવર્તન આવશે. તમારામાં માનસિક સ્થિરતા, શાંતપણું, માનવતાપણું આવશે જે અત્યારની ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં હેલ્થી બોડી માટે ખૂબ જ જરૂરી છે અને વધુમાં આપણે પ્રકૃતિના સાનિધ્યમાં રહીશું.. એનાથી રૂડું બીજું શું હોય!!!!
" Health is wealth "